Not Set/ શિયાળામાં હોઠને નરમઅને હેલ્થી રાખવા , અપનાવો આ ઉપાય……

જો તમારા હોઠ પણ આવા થઇ ગયા છે તો ચિંતા કરશો નહિ. તમારી માટે લાવ્યા છીએ એવા ઉપાય કે જેનાથી તમારા હોઠ એકદમ મુલાયમ અને નરમ થઇ જશે.

Lifestyle
Untitled 16 7 શિયાળામાં હોઠને નરમઅને હેલ્થી રાખવા , અપનાવો આ ઉપાય......

સુંદરતામાં ડાઘ જેવું લાગે જો તમારા હોઠ મુલાયમ ના હોય તો. ચહેરો ગમે એટલો સુંદર હશે પણ જો તમારા હોઠ કાળા, ખરબચડા, ફાટેલા કે સૂકા હશે તો તે તમારી સુંદરતા બગાડી શકે છે. જયારે કોઈ વધારે લિપસ્ટિકનો ઉપયોગ કરે કે પછી વધારે ચા કોફી પીવી કે પછી સ્મોકિંગ કરવું એ હોઠને વધારે નુકશાન કરે છે. જો તમારા હોઠ પણ આવા થઇ ગયા છે તો ચિંતા કરશો નહિ. આજે અમે તમારી માટે લાવ્યા છીએ એવા ઉપાય કે જેનાથી તમારા હોઠ એકદમ મુલાયમ અને નરમ થઇ જશે.

તમે એક નાની ચમચી ખાંડ લો અને તેમાં એક નાની ચમચી નારિયેળ તેલ ભેળવો. જો ખાંડના દાણા થોડા મોટા હોય તો તમે તેને મિક્સરમાં હળવા હાથે પીસી લો. હવે તમારે આ મિશ્રણને તમારા હોઠ પર ઘસવું પડશે. ખાંડ તમારા હોઠની મૃત ત્વચાને દૂર કરવાનું કામ કરશે અને નારિયેળ તેલ હોઠની ભેજ જાળવી રાખવામાં મદદ કરશે.

હોઠને ગુલાબી બનાવવા માટે આ ઉપાય એકદમ નેચરલ છે. તમારે થોડું બીટ લઈને તેના નાના નાના ટુકડા કરવાના છે પછી આ ટુકડાને થોડીવાર ફ્રિજમાં મૂકી દેવા. ફરીથી કાઢીને એક ટુકડો લેવી અને પછી તેનાથી હોઠ પર માલિશ કરવી. જો તમે આ ઉપાય રાતે કરો છો તો તે માલીસ પછી તેને આખી રાત રહેવા દો પછી સવારમાં તેને ધોઈ લો.

અડધી ચમચી બદામના તેલમાં લીંબુના રસના એકથી બે ટીપાં ઉમેરો અને સારી રીતે મિક્સ કરો. આ મિશ્રણને રાત્રે હોઠ પર લગાવો અને સૂઈ જાઓ. બદામનું તેલ તમારા હોઠને પોષણ આપશે અને લીંબુનો રસ ડાર્ક હોઠનો રંગ ઓછો કરશે. દિવસમાં એકવાર આ ઉપાયો કરતા રહો, તમને ચોક્કસ ફરક દેખાશે.