અમદાવાદ/ ઇસ્કોનથી એરપોર્ટ સુધી દર 15 મિનીટે BRTS બસ મળશે

ઇસ્કોનથી એરપોર્ટ સુધીની આ બસ સેવા પહેલા પણ શરૂ કરવામાં આવી હતી. પરંતુ કોઈ કારણસર આ બસ સેવા બંધ કરવામાં આવી

Ahmedabad Gujarat
Untitled 334 ઇસ્કોનથી એરપોર્ટ સુધી દર 15 મિનીટે BRTS બસ મળશે

અમદાવાદ શહેરના પશ્ચિમ વિસ્તાર અને સૌરાષ્ટ્રભરના વિમાનયાત્રીઓ કે જેઓ અમદાવાદ આંતરરાષ્ટ્રીય એરપોર્ટ પર જવા ઈચ્છે છે એવા લોકો માટે સારા સમાચાર છે. અમદાવાદ આંતરરાષ્ટ્રીય એરપોર્ટ શહેરના પૂર્વ વિસ્તારમાં આવેલું છે. વિદેશ જવા ઈચ્છતા અને ઘરેલું વિમાનસેવા માટે એરપોર્ટ સુધી પહોચવા ટ્રાફિકમાંથી પસાર થઈને જવું પડે છે, જેના માટે ફ્લાઈટના કલાકો પહેલા નીકળી જવું પડે છે. પણ હવે આ વિમાનયાત્રીઓ માટે સારા સામચાર છે. ઇસ્કોન ક્રોસ રોડથી એરપોર્ટ સુધી BRTS બસ સેવા ફરીથી શરૂ કરવા જઈ રહી છે.

BRTSની ઉડાન સેવા  અંતર્ગત હવે ઇસ્કોન ક્રોસ રોડથી અમદાવાદ એરપોર્ટ સુધી BRTS બસ દોડશે. આ બસસેવામાં નવી ઇલેક્ટ્રિક બસો દોડશે. આ બસસેવ સવારે 6 વાગ્યાથી રાત્રે 11 વાગ્યા સુધી બસ મળશે. ઇસ્કોનથી દર 15 મીનીટે બસ મળશે, એ જ રીતે એરપોર્ટથી ઇસ્કોન સુધી આ બસ દોડશે.

સૌરાષ્ટ્રભરના વિમાનયાત્રીઓને મોટો લાભ થશે. રાજ્યમાં હાલ એક જ આંતરરાષ્ટ્રીય એરપોર્ટ છે અને એ છે અમદવાદની સરદાર વલ્લભભાઈ પટેલ આંતરરાષ્ટ્રીય એરપોર્ટ. આથી વિદેશ જવા ઈચ્છતા સૌરાષ્ટ્રભરના વિમાનયાત્રીઓએ અમદવાદ એરપોર્ટ આવવું પડે છે. હવે સૌરાષ્ટ્રના આ વિમાનયાત્રીઓને BRTSની આ ઉડાન બસ સેવાનો સારો એવો લાભ મળશે.

ઇસ્કોનથી એરપોર્ટ સુધીની આ બસ સેવા પહેલા પણ શરૂ કરવામાં આવી હતી. પરંતુ કોઈ કારણસર આ બસ સેવા બંધ કરવામાં આવી છેઅને હવે ફરી એક વાર આ બસ સેવા શરૂ થવા જઈ રહી છે. સોમવારે 18 ઓક્ટોબરે સાંજે 5 વાગ્યે આ બસ સેવાની શરૂઆત ઇસ્કોન ક્રોસ રોડ ખાતેથી કરવામાં આવશે.