World News/ શ્રીલંકામાં ભારતીય મિશનની સુરક્ષા હવે BSFના હાથમાં, 28 દિવસની ખાસ તાલીમ પૂર્ણ

BSFના સ્પેશિયલ કમાન્ડો શ્રીલંકાના કોલંબો અને જાફનામાં ભારતીય હાઈ કમિશન, કોન્સ્યુલેટ અને ભારતીય નાગરિકોની સુરક્ષા (BSF Commandos Sri Lanka) સંભાળશે.

Top Stories World Breaking News
BSF Commandos Sri Lanka: 28 દિવસની ખાસ તાલીમ પૂર્ણ

Shri Lanka News: એક સમયે LTTEના પ્રભાવ અને આતંકી પ્રવૃત્તિઓ માટે ચર્ચામાં રહેલા શ્રીલંકામાં હવે ભારતના બોર્ડર સિક્યોરિટી ફોર્સ (BSF)ના સ્પેશિયલ કમાન્ડો તૈનાત (BSF Commandos Sri Lanka) કરવામાં આવશે. આ કમાન્ડો શ્રીલંકાની રાજધાની કોલંબોમાં આવેલા ભારતીય હાઈ કમિશન અને જાફનામાં આવેલા ભારતીય કોન્સ્યુલેટની સુરક્ષાની જવાબદારી સંભાળશે. વિદેશમાં ભારતીય મિશન અને નાગરિકોની સુરક્ષા માટે તૈનાત થનારા આ જવાનોને ખાસ તાલીમ આપવામાં આવી છે.

BSF Commandos Sri Lanka: CISF સહિત વિવિધ સુરક્ષા દળો પાસેથી તાલીમ

BSFના આ સ્પેશિયલ કમાન્ડોની પ્રી-ઇન્ડક્શન તાલીમ 28 સપ્ટેમ્બર, 2026ના રોજ છાવલા સ્થિત BSFની 25મી બટાલિયનમાં શરૂ થઈ હતી. 28 દિવસ ચાલેલી આ તાલીમમાં કમાન્ડોને VVIP સુરક્ષા, એક્સેસ કંટ્રોલ અને સુરક્ષા વ્યવસ્થાની ઝીણવટભરી બાબતો શીખવવામાં આવી હતી. આ તાલીમ CISFમાં પૂર્ણ કરવામાં આવી છે.

નોઇડાના SSG અને ASGમાં પણ વિશેષ તાલીમ

કમાન્ડોની તૈયારી માત્ર BSFના તાલીમ કેન્દ્ર સુધી મર્યાદિત રાખવામાં આવી નથી. BSFના એક વરિષ્ઠ અધિકારીના જણાવ્યા અનુસાર, તેમને સ્પેશિયલ સિક્યોરિટી ગ્રુપ (SSG), નોઇડા અને એવિએશન સિક્યોરિટી ગ્રુપ (ASG)માં પણ વિશેષ તાલીમ આપવામાં આવી છે.

આ દરમિયાન જવાનોને VVIP સુરક્ષા, એક્સેસ કંટ્રોલ, વ્યક્તિઓની પ્રોફાઇલિંગ અને આધુનિક ઇલેક્ટ્રોનિક સુરક્ષા ઉપકરણોના ઉપયોગ અંગે તાલીમ અપાઈ છે. વિદેશમાં ફરજ દરમિયાન ઊભી થઈ શકે તેવી વિવિધ પરિસ્થિતિઓનો સામનો કરવા માટે પણ તેમને તૈયાર કરવામાં આવ્યા છે.

કોલંબો અને જાફનામાં સંભાળશે સુરક્ષાની જવાબદારી

BSFના સ્પેશિયલ કમાન્ડોની તૈનાતી શ્રીલંકામાં ભારતનાં બે મહત્વપૂર્ણ મિશન ખાતે થવાની છે. તેમાં કોલંબો સ્થિત ભારતીય હાઈ કમિશન (HCI) અને જાફના સ્થિત કોન્સ્યુલેટ જનરલ ઑફ ઇન્ડિયા (CGI)નો સમાવેશ થાય છે.

તૈનાતી બાદ આ કમાન્ડો બંને ભારતીય મિશન અને ત્યાં હાજર ભારતીય નાગરિકોની સુરક્ષાની જવાબદારી સંભાળશે. આ માટે તેમને સુરક્ષા વ્યવસ્થાના વિવિધ પાસાંઓની તાલીમ આપવામાં આવી છે, જેથી વિદેશમાં પણ તેઓ દરેક સંભવિત પડકારનો સામનો કરી શકે.

LTTEના જૂના પ્રભાવવાળા વિસ્તારમાં ભારતની સુરક્ષા વ્યવસ્થા

શ્રીલંકામાં એક સમયે લિબરેશન ટાઇગર્સ ઑફ તમિલ ઈલમ (LTTE) નામના સંગઠનનો ભારે પ્રભાવ હતો. ખાસ કરીને દેશના ઉત્તર અને પૂર્વીય વિસ્તારોમાં લાંબા સમય સુધી સંઘર્ષની સ્થિતિ રહી હતી. જોકે, 2009માં શ્રીલંકાની સેનાએ LTTE સામેના ગૃહયુદ્ધનો અંત લાવ્યાની જાહેરાત કરી હતી. હવે આ જ દેશમાં ભારતીય મિશનની સુરક્ષા માટે BSFના સ્પેશિયલ કમાન્ડોની તૈનાતી થવાની છે.


આ પણ વાંચો: કચ્છની સરહદે BSFએ 4 પાકિસ્તાની માછીમારોને પકડ્યા, બોટ જપ્ત

આ પણ વાંચો: મણિપુરમાં ફૂડ પોઈઝનિંગથી હડકંપ, BSFના 75 જવાનો સહિત 78 લોકો હોસ્પિટલમાં દાખલ

આ પણ વાંચો: ભારત-બાંગ્લાદેશ સીમા પર BSFનો નવો પ્લાન, હવે સાપ અને મગર કરશે સુરક્ષા!