વિધાનસભાની ચૂંટણી/ BSPના સુપ્રીમો માયાવતીએ કોંગ્રેસ અને પ્રિયંકા ગાંધી પર કર્યા આકરા પ્રહાર,જાણો સમગ્ર વિગત

માયાવતીએ કહ્યું કે, યુપી ચૂંટણીમાં કોંગ્રેસની હાલત એટલી ખરાબ છે કે તેમના સીએમ ઉમેદવારે થોડા કલાકોમાં પોતાનું સ્ટેન્ડ બદલી નાખ્યું.

Top Stories India
MAYAWATI BSPના સુપ્રીમો માયાવતીએ કોંગ્રેસ અને પ્રિયંકા ગાંધી પર કર્યા આકરા પ્રહાર,જાણો સમગ્ર વિગત

ઉત્તર પ્રદેશ વિધાનસભા ચૂંટણી પહેલા બસપા સુપ્રીમો માયાવતીએ કોંગ્રેસ અને પ્રિયંકા ગાંધી પર જોરદાર પ્રહારો કર્યા છે. માયાવતીએ કહ્યું કે, યુપી ચૂંટણીમાં કોંગ્રેસની હાલત એટલી ખરાબ છે કે તેમના સીએમ ઉમેદવારે થોડા કલાકોમાં પોતાનું સ્ટેન્ડ બદલી નાખ્યું.વાસ્તવમાં માયાવતીનો સંદર્ભ પ્રિયંકા ગાંધીના નિવેદન પર હતો. તાજેતરમાં જ પ્રિયંકા ગાંધી અને રાહુલ ગાંધીએ યુવાનો માટે કોંગ્રેસનો ઢંઢેરો બહાર પાડ્યો હતો. આ દરમિયાન જ્યારે પત્રકારોએ સવાલ પૂછ્યો કે કોંગ્રેસનો સીએમ ચહેરો કોણ હશે, તો તેના પર પ્રિયંકાએ કહ્યું કે અહીં કોઈ બીજું દેખાઈ રહ્યું છે, શું? જોકે, બાદમાં તેણીએ પોતાના નિવેદનથી પીછેહઠ કરી હતી. તેમણે કહ્યું કે, તેઓ યુપીમાં સીએમ ચહેરો નથી.

પ્રિયંકાના આ નિવેદન પર માયાવતીએ કોંગ્રેસ પર નિશાન સાધ્યું હતું. માયાવતીએ કહ્યું કે, યુપી વિધાનસભા ચૂંટણીમાં કોંગ્રેસ પાર્ટીની હાલત એટલી ખરાબ રહી છે કે તેમના સીએમ ઉમેદવારે થોડા કલાકોમાં પોતાનું સ્ટેન્ડ બદલી નાખ્યું. આવી સ્થિતિમાં સારું એ રહેશે કે લોકો કોંગ્રેસને વોટ આપીને પોતાનો વોટ બગાડે નહીં, પરંતુ બસપાને એકતરફી વોટ આપે.

માયાવતીએ કહ્યું કે, યુપીમાં કોંગ્રેસ જેવી પાર્ટીઓ લોકોની નજરમાં વોટ કટિંગ પાર્ટી છે. આવી સ્થિતિમાં સમાજના હિતમાં ભાજપને યુપીની સત્તામાંથી બહાર કાઢવાની જરૂર છે અને તેમના જાણીતા નેતૃત્વ હેઠળની સરકારની જરૂર છે, જેમાં બસપાનું સ્થાન વાસ્તવમાં નંબર-1 હોય.

પ્રિયંકા ગાંધી ઉત્તર પ્રદેશમાં ખૂબ જ સક્રિય છે. તાજેતરમાં જ તેમણે કોંગ્રેસના મેનિફેસ્ટોનો એક ભાગ બહાર પાડ્યો હતો. આ દરમિયાન તેમને પૂછવામાં આવ્યું કે કોંગ્રેસમાં સીએમ ચહેરો કોણ હશે, જેના પર તેમણે કહ્યું કે શું તમને બીજો કોઈ ચહેરો દેખાય છે?” મને પૂછવામાં આવી રહ્યું હતું, તેથી મેં આ જવાબ આપ્યો.BSPએ પ્રથમ તબક્કા માટે સ્ટાર પ્રચારકોની યાદી જાહેર કરી છે. આ યાદીમાં માયાવતી, તેમના ભત્રીજા આનંદ કુમાર, બસપા નેતા સતીશ ચંદ્ર મિશ્રા, મુંકદ અલી, ગોરેલાલ જાટવ, સૂરજ જાટવ જેવા નેતાઓના નામ સામેલ છે