Lakhnau/ બસપા કોઈ પણ પક્ષ સાથે જોડાણ નહીં કરે, એકલા ચૂંટણી લડશે : પૂર્વ મુખ્યમંત્રી માયાવતી

BSP will not ally with any party, will contest elections alone: Former Chief Minister Mayawati

Gujarat Assembly Election 2022 India
MAYAWATI બસપા કોઈ પણ પક્ષ સાથે જોડાણ નહીં કરે, એકલા ચૂંટણી લડશે : પૂર્વ મુખ્યમંત્રી માયાવતી

બહુજન સમાજ પાર્ટીના સ્થાપક કાંશીરામની આજે 87 મી જન્મજયંતિ છે. આ પ્રસંગે બસપા પ્રમુખ અને ઉત્તર પ્રદેશના પૂર્વ મુખ્યમંત્રી માયાવતીએ રાજધાની લખનૌમાં પાર્ટી સ્થાપક કાંશીરામને શ્રદ્ધાંજલિ આપી હતી.  શ્રદ્ધાંજલિ આપ્યા બાદ માયાવતીએ પત્રકાર પરિષદને સંબોધન કર્યું હતું. ઉત્તર પ્રદેશના પૂર્વ મુખ્યમંત્રીએ  પ્રેસ કોન્ફરન્સમાં આગામી ચૂંટણી માટેની પાર્ટીની વ્યૂહરચના વિશે જણાવ્યું હતું. તેમણે કહ્યું કે, બહુજન સમાજ પાર્ટી આગામી ચૂંટણીઓમાં કોઈ પણ પક્ષ સાથે જોડાણ નહીં કરે અને એકલા ચૂંટણી લડશે. આ સિવાય તેમણે ગરીબ, ખેડુતો અને ફુગાવા જેવા મોટા મુદ્દાઓ પર પણ વાત કરી હતી.

મહત્વનું છે કે આવતા વર્ષે ઉત્તર પ્રદેશમાં વિધાનસભાની ચૂંટણીઓ યોજાવાની છે. માયાવતીની બહુજન સમાજ પાર્ટીએ તેની પ્રતિસ્પર્ધી પાર્ટી સમાજવાદી પાર્ટી સાથે જોડાણ કરીને, ઉત્તર પ્રદેશ વિધાનસભા ચૂંટણી 2017 માં ભાજપ સામે લડ્યા, જેમાં તેમને હારનો સામનો કરવો પડ્યો હતો. ગત ચૂંટણીના પરિણામો જોતા માયાવતી આ વખતે કોઈ પણ પાર્ટી સાથે જોડાવાના મૂડમાં નથી. તેથી, તેઓએ કહ્યું કે તેઓ યુપી સહિત ચારેય રાજ્યોમાં એકલા જ ચૂંટણી લડશે.

ઉત્તર પ્રદેશના પૂર્વ મુખ્ય પ્રધાને વધુમાં જણાવ્યું હતું કે ગઠબંધનને કારણે પાર્ટીને હંમેશાં નુકસાન સહન કરવું પડ્યું છે. તેથી, બહુજન સમાજ પાર્ટી હવે કોઈ પણ પાર્ટી સાથે જોડાશે નહીં અને એકલા ચૂંટણી લડશે. મતદારો પર વિશ્વાસ વ્યક્ત કરતાં તેમણે કહ્યું કે આ વખતે ઉત્તર પ્રદેશ વિધાનસભાની ચૂંટણીમાં બહુજન સમાજ પાર્ટી સારો દેખાવ કરશે.

માયાવતીએ ફરી એકવખત  ખેડૂત આંદોલનને ટેકો આપ્યો હતો . પૂર્વ મુખ્યમંત્રીએ કહ્યું કે તેમની પાર્ટી ખેડૂતોની સાથે છે. તેમણે ટેકો આપતા વધુમાં જણાવ્યું હતું કે કેન્દ્ર સરકારે તાત્કાલિક નવો કૃષિ કાયદો ખેડુતોના હિતમાં પાછો ખેંચવો જોઇએ. આ ઉપરાંત તેમણે ઝડપથી વધી રહેલી ફુગાવા વિશે પણ વાત કરી હતી. તેમણે કહ્યું હતું કે તેલના વધતા ભાવને કારણે મોઘવારીમાં પણ મોટો વધારો થઇ રહ્યો છે.