Not Set/ બજેટ 2018 : હાઉસીંગ ફોર ઓલ માટેની સબસીડી પર લોકોની નજર,જીએસટી ઘટાડવા ઉઠી માંગ

દિલ્હી, નાણાપ્રધાન અરૂણ જેટલી એફોર્ડેંબલ હાઉસીંગ માટે આ સમયના બજેટમાં ખાસ જાહેરાત કરી શકે છે. મોદી સરકારના હાઉસિંગ ફોર ઑલના વાયદાને પૂરો કરવા માટે નાણામંત્રી મહત્વની જાહેરાત કરી શકે છે. આ અંતર્ગત પ્રધાનમંત્રી આવાસ યોજનાનો લાભ વધારેમાં વધારે લોકો સુધી પહોંચી શકે તેનું ખાસ ધ્યાન રાખીને જેટલી કેટલીક મહત્વની જાહેરાત કરી શકે છે. એવું માનવમાં […]

Uncategorized
real estate બજેટ 2018 : હાઉસીંગ ફોર ઓલ માટેની સબસીડી પર લોકોની નજર,જીએસટી ઘટાડવા ઉઠી માંગ

દિલ્હી,

નાણાપ્રધાન અરૂણ જેટલી એફોર્ડેંબલ હાઉસીંગ માટે આ સમયના બજેટમાં ખાસ જાહેરાત કરી શકે છે. મોદી સરકારના હાઉસિંગ ફોર ઑલના વાયદાને પૂરો કરવા માટે નાણામંત્રી મહત્વની જાહેરાત કરી શકે છે. આ અંતર્ગત પ્રધાનમંત્રી આવાસ યોજનાનો લાભ વધારેમાં વધારે લોકો સુધી પહોંચી શકે તેનું ખાસ ધ્યાન રાખીને જેટલી કેટલીક મહત્વની જાહેરાત કરી શકે છે.

એવું માનવમાં આવે છે કે, અરૂણ જેટલી આ બજેટમાં ખાસ રીતે પ્રોજેક્ટની ધીમી ગતિ વધારવા પર જોર આપશે. આ અંતર્ગત ઈન્ટરેસ્ટ સબસિડીનો વ્યાપ વધારવાથી લઈને વધારે બજેટ પ્રપોઝલ સુધીની તૈયારી છે. સરકારની યોજના છે કે, તે 2022 સુધી 3 કરોડ ઘર આપીને તેઓ હાઉસિંગ ફોર ઑલનું વચન પૂરૂ કરશે.

પ્રધાનમંત્રી આવાસ યોજના અંતર્ગત વધારેમાં વધારે લોકોને સબસિડીનો ફાયદો મળે એટલા માટે નાણાપ્રધાન અરૂણ જેટલી બજેટના નિયમોમાં ઘણા મહત્વના બદલાવોની જાહેરાત કરી શકે છે. પ્રાપ્ત માહિતી અનુસાર જેટલી 6 લાખ રૂપિયા સુધીની આવકવાળા લોકોને મોટી રાહત આપી શકે છે. આ અંતર્ગત મોટા ઘરો 6.5 ટકા ઈન્ટરેસ્ટ સબસિડી અંતર્ગત આવી શકે છે. અત્યારે 3 લાખ રૂપિયા સુધીની આવકવાળા લોકોને 30 વર્ગ મીટરના ઘર અને 3-6 લાખ રૂપિયા જેટલી વાર્ષિક આવક ધરાવતા લોકોને 60 વર્ગ મીટરના ઘર પર 6.5 ટકા હોમલોન પર ઈન્ટરેસ્ટ સબસિડી મળે છે. તો આનાથી પણ વધારે ઈન્કમગ્રુપને હોમ લોનના ઈન્ટરેસ્ટ પર 3-4 ટકા સુધી સબસિડી મળે છે.

રિયલ્ટી પર GST ઘટાડવા માંગ

જો કે બીજી તરફ અમદાવાદ:નોટબંધી બાદ રેરા અને જીએસટીની અસર હેઠળ મંદીનો સામનો કરી રહેલા રિયલ એસ્ટેટ ક્ષેત્રને કેન્દ્રીય બજેટમાં મોટી રાહતોની અપેક્ષા છે. રિયલ એસ્ટેટ ઉદ્યોગે બજેટમાં રિયલ્ટી પર જીએસટીનો દર ઘટાડવામાં આવે અને જમીનની ખરીદી માટે ડેવલપર્સને ફાઇનાન્સ ઉપલબ્ધ બને તે પ્રકારની વ્યવસ્થા ઊભી કરવા માંગ કરી છે. આ ઉપરાંત આવકવેરામાં પણ હોમ લોન ડિડક્શનની મર્યાદા વધારવાની માંગ કરવામાં આવી છે.

ક્રેડાઇના રાષ્ટ્રીય પ્રમુખ જક્ષય શાહે જણાવ્યું હતું કે, નોટબંધી બાદ રેરા અને જીએસટીના અમલના કારણે રિયલ એસ્ટેટમાં ઘણી મોટી અસર જોવા મળી છે. 12 ટકા જીએસટી ઉપરાંત ગુજરાતમાં છ ટકા જેટલી સ્ટેમ્પ ડ્યૂટી અને રજિસ્ટ્રેશન ખર્ચના કારણે કુલ ટેક્સેશનનું ભારણ 18 ટકા થઈ ગયું છે.