Not Set/ બજેટ ૨૦૧૮ : સરકાર દ્વારા ખેડૂતો માટે કરવામાં આવી ખાસ જોગવાઈઓ, જુઓ

દિલ્લી, નાણામંત્રી અરુણ જેટલીએ સંસદમાં એક સમાન કર (જીએસટી) બાદ પહેલું અને ૨૦૧૯ ના લોકસભા ચુંટણી પહેલા મોદી સરકારનું અંતિમ બજેટ રજુ કર્યું હતું. અરુણ જેટલીએ રજુ કરેલા બજેટમાં દેશના નોકરિયાત વર્ગને મોટો ઝટકો આપતા ઈન્કમટેક્સમાં કોઈ પણ રાહત આપવાની જાહેરાત કરી નથી. આ ઉપરાંત ઇન્કમ ટેક્સના સ્લેબ યથાવત રાખવામાં આવ્યા છે. જયારે ખેડૂતો માટે તેમની આવક […]

Top Stories
jait1 બજેટ ૨૦૧૮ : સરકાર દ્વારા ખેડૂતો માટે કરવામાં આવી ખાસ જોગવાઈઓ, જુઓ

દિલ્લી,

નાણામંત્રી અરુણ જેટલીએ સંસદમાં એક સમાન કર (જીએસટી) બાદ પહેલું અને ૨૦૧૯ ના લોકસભા ચુંટણી પહેલા મોદી સરકારનું અંતિમ બજેટ રજુ કર્યું હતું. અરુણ જેટલીએ રજુ કરેલા બજેટમાં દેશના નોકરિયાત વર્ગને મોટો ઝટકો આપતા ઈન્કમટેક્સમાં કોઈ પણ રાહત આપવાની જાહેરાત કરી નથી. આ ઉપરાંત ઇન્કમ ટેક્સના સ્લેબ યથાવત રાખવામાં આવ્યા છે. જયારે ખેડૂતો માટે તેમની આવક બમણી કરવા સરકાર દ્વારા ભાર મુકવામાં આવ્યો છે તેમજ ખેડૂતોને લોન માટે ૧૧ હજાર કરોડ રૂપિયા ફાળવવા માટે જોગવાઈઓ કરવામાં આવી છે.

અરુણ જેટલી દ્વારા રજુ કરાયેલા બજેટમાં સિનીયર સીટીઝન માટે કરવામાં આવેલી ખાસ જોગવાઈઓ :

  • ૮૬ ટકાથી વધુ સામાન્ય ખેડૂતોને ધ્યાનમાં રાખી ઈન્ફ્રાસ્ટ્રક્ચરનુ નિર્માણ કરાશે
  • ખેડૂતો માટે દરેક જિલ્લામાં ક્લસ્ટર બેઝ ડેવલોપમેન્ટ મોડલ તૈયાર કરાશે
  • દેશમાં ૩૦૦ મિલીયન ટન ફળો અને શાકભાજીનુ રેકોર્ડબ્રેક ઉત્પાદન
  • દેશની ૫૮૫ એપીએમસીને ઈનેમ યોજના અંતર્ગત જાડવામાં આવી છે, બાકીની એપીએમસીને માર્ચ ૨૦૧૯ સુધી ઈનેમમાં જાડી લેવાશે
  • દેશના તમામ ગામોને એપીએમસી સાથે રોડ માર્ગે જોડવામાં આવશે
  • જૈવિક ખેતીને પ્રોત્સાહન આપવા માટે સરકાર પ્રયત્ન કરશે
  • ટામેટા, બટાકા, ડુંગળી માટે ઓપરેશન ગ્રીન લોન્ચ શરુ કરાશે, જે માટે ૫૦૦ કરોડનુ બજેટ ફળવાશે
  • માછીમારો-પશુપાલકોને ક્રેડીટકાર્ડ આપવામાં આવશે, માછીમારી અને પશુપાલન વ્યવસાય માટે ૧૦ હજાર કરોડની ફાળવણી
  • દેશમાં ૪૨ મેગા ફુડપાર્ક બનાવવામાં આવશે
  • દેશમાં વાંસનુ ઉત્પાદન વધારવાનો પ્રયત્ન કરાશે, આ માટે ૧૨૦૦ કરોડની ફાળવણી કરાઈ
  • ખેડૂતો પાકધિરાણથી વંચિત ન રહે તે માટે નીતિ આયોગ જેવી ખાસ વ્યવસ્થા ઉભી કરાશે
  • ખેડૂતોને લોન માટે ૧૧ હજાર કરોડ રૂપિયા ફળવાશે
  • કૃષિ ઉત્પાદનોની નિકાસ ૧૦૦ અબજ ડોલરના સ્તરે લઈ જવાનુ લક્ષ્ય
  • કૃષિ ક્રેડિટ માટે ૧૧ લાખ કરોડ રૂપિયાની ફાળવણી કરાઈ
  • કૃષિ બજારના વિકાસ માટે ૨ હજાર કરોડ રૂપિયાની ફાળવણી
  • ગામોમાં ૨૨ હજાર હાર્ટને કૃષિબજારમાં તબ્દીલ કરાશે
  • 2 હજાર કરોડના ખર્ચે કૃષિ પાર્ક બનાવવામાં આવશે.
  • ખેતીમાં ધિરાણ માટે 11 લાખ કરોડ આપ્યા.
  • કિસાન ક્રેડિડ કાર્ડ પશુપાલકોને મળશે.
  • ઉજ્જવલા યોજનાનું લક્ષ્ય 8 કરોડ કરવામાં આવ્યું
  •  ગરીબો માટે મફત ડાયાલિસિસની સુવિધા શરૂ કરવામાં આવી છે.
  • સામાન્ય લોકોને હોમલોન સરળતાથી મળે તેવી સુવિધા કરવામાં આવી છે.
  • 27.5 કરોડ ટનનું ઉત્પાદન થયું છે.
  • ખેડૂતોની ફરિયાદ હતી કે યોગ્ય ભાવ નથી મળતા. તો તેનો ઉકેલ લાવવા માટે વચેટિયાઓની સિસ્ટમ બંધ કરવામાં આવી છે.
  • 2 હજાર કરોડનું નવું બજાર બનાવાશે
  • શાકભાજી અને ફળનું પણ રેકોર્ડ બ્રેક ઉત્પાદન થઈ રહ્યું છે.
  •  આર્થિક સુધાર પર સરકાર ઈમાનદારીથી કામ કરી રહી છે.
  • ખેડૂતોની આવક બમણી કરવા માટે સરકાર કામ કરી રહી છે.
  • દેશનું કૃષિ ઉત્પાદન રેકોર્ડ સ્તર પર છે.
  • ખરીફ પાકની એમએસપી દોઢ ગણી વધી છે.ખેડૂતોને ફાયદો મળે તે માટે વચેટિયાઓ પર પ્રતિબંધ લગાવવામાં આવ્યો છે