Not Set/ #Budget2019 #Gujarat : નાણાંપ્રધાન દ્રારા 572.12 કરોડ પુરાંત  દર્શાવતું બજેટ રજૂ

નાણામંત્રી નીતિન પટેલ દ્રારા ગુજરાત વિધાનસભાનાં પહેલા દિવસે રાજ્ય સરકારનું 2019-20નાં વર્ષ માટેનું પૂર્ણ કદમનું બજેટ રજૂ કરવામા આવ્યું. નાણામંત્રી તરીકે નીતિન પટેલ દ્રારા આ 7મી વખત બજેટ રજૂ કરવામાં આવ્યું.આપને જણાવી દઇએ કે ગુજરાતમાં સૌથી વધુ વખત બજેટ રજૂ કરવમાં પૂર્ણ નાણામંત્રી વજુભાઇ વાળા બાદ નીતિન પટેલનો સમાવેશ થાય છે. પટેલ દ્રારા ચાલું વર્ષનાં […]

Top Stories Gujarat
np budget2 #Budget2019 #Gujarat : નાણાંપ્રધાન દ્રારા 572.12 કરોડ પુરાંત  દર્શાવતું બજેટ રજૂ

નાણામંત્રી નીતિન પટેલ દ્રારા ગુજરાત વિધાનસભાનાં પહેલા દિવસે રાજ્ય સરકારનું 2019-20નાં વર્ષ માટેનું પૂર્ણ કદમનું બજેટ રજૂ કરવામા આવ્યું. નાણામંત્રી તરીકે નીતિન પટેલ દ્રારા આ 7મી વખત બજેટ રજૂ કરવામાં આવ્યું.આપને જણાવી દઇએ કે ગુજરાતમાં સૌથી વધુ વખત બજેટ રજૂ કરવમાં પૂર્ણ નાણામંત્રી વજુભાઇ વાળા બાદ નીતિન પટેલનો સમાવેશ થાય છે. પટેલ દ્રારા ચાલું વર્ષનાં બાકી રહેલા 8 માસ માટેનું પૂર્ણ કદનું બજેટ રજૂ કરવામા આવ્યું. નાયબ મુખ્યમંત્રી અને નાણાંમંત્રી નિતીન પટેલ દ્વારા નવી દિશાનું, વિકાસલક્ષી તેમજ પ્રજાલક્ષી બજેટ રજૂ કરવામાં આવ્યું છે.

નીતિન પટેલ દ્રારા ચોમાસું સત્રની શરુઆત  લોકસભાની ચૂંટણીમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વને કારણે ગુજરાત અને દેશમાં મળેલા જ્વલંત વિજય માટે સૌનો હૃદયપૂર્વક આભાર માનવા સાથે કરી હતી. ગુજરાતનું બજેટ પ્રથમવાર 2 લાખ કરોડથી વધુ કદનું રજૂ કરવામા આવ્યું છે.ગુજરાતની સ્થાપના પછી સૌપ્રથમ વખત 2 લાખ 4 હજાર 815 કરોડનું બજેટ રજૂ કરવામાં આવ્યું. નાણામંત્રી દ્રારા અંદાજીત રૂ 572.12 કરોડ પુરાંત  દર્શાવતું બજેટ રજૂ કરવામા આવ્યું છે. બજેટમાં વીજદરમાં વધારાનાં કારણે 180 કરોડ સુચિત આવકમાં વધારો અંકવામાં આવ્યો છે. તો સ્ટેમ્પ દર વધારાના કારણે 107 કરોડ સુચિત આવકમાં વધારો અંદાજીત છે. તો સાથે સાથે કરવેરામાંથીની રૂ. 287 કરોડની વધારોની આવક સરકાર દ્રારા ઊભી કરવામાં આવવાનો આવકમાં અંદાજ રજૂ કરવામાં આવ્યો છે.  બજેટમાં સરકાર દ્રારા સમાજનાં નીચલામાં નીચલા અને છેવાડાનાં માણસો સુધી તમામ લોકોને લાભો ઉપલ્બધ કરાવવાની સરકારની મનસા સ્પષ્ટ જોવામાં આવી.

બજેટમાં જળ સંચય અભિયાન, પાણી બચાવો અભિયાન  માટે વોટર ગ્રીડ યોજના 13 હજાર ગામોને પાણી, નલ સે જલ યોજનામાં 4500 કરોડ કરોડની જોગવાઈ,2020 સુધી નળ દ્વારા શુદ્ધ પેયજળ તમામ વિસ્તારને પહોચાડીશું, 20 હજાર કરોડ ખર્ચાશે

ગ્રીન & ક્લીન એનર્જી યોજના માટે 1000 કરોડની જોગવાઈ,પર્યાવરણના જતન સાથે વિકાસ અર્થે 500 કરોડની જોગવાઈ

આવતી અષાઢી બીજ સુધીમા પડતર 1.25 લાખ કિસાનોને નવા વીજ કનેકશન અપાશે

અખાત્રીજના દિવસે તમામ ખેડૂતો જે વીજ જોડાણ માટે અરજી કરી છે તે તમામને વીજ કનેક્શન આપશે, 1.25 હજાર અરજી સ્વીકારશે..

3 વર્ષમાં 60 હજારની ભરતી, 15 લાખ યુવાનોને રોજગાર મળે તેવું કરવાનું આયોજન. બહેનો માટે 700 કરોડ ની ધિરાણ યોજના અંતર્ગત સ્વરોજગારી તકો ઉભી કરવામાં આવશે. ગ્રામ્યકક્ષાએ 2771 નવી જગ્યા ભરવામાં આવશે

ખેડૂતોને વીમા કવચ પૂરું પાડવા 1073 કરોડની જોગવાઈ, રાષ્ટ્રીય કૃષિ વિકાસ યોજના 299 કરોડની જોગવાઈ. ઈરીગેશન વ્યાપ વધારાશે 18 લાખ હેકટર વિસ્તાર આવરી લેવાશે,11.34 લાખ ખેડૂતોને લાભ.

કામધેનુ યુનિવર્સિટી હેઠળ હિંમતનગરમાં નવી વેટરનરી કોલેજની સ્થાપના માટે 1 કરોડની જોગવાઈ

દરિયાકાઠામાં 8 ડીસેલિનેશન પ્લાન્ટ સ્થપાશે ગંદા પાણીને ટ્રીટ કરીને પુનઃઉપયોગ 300 એમએલડીના પ્રોજેકટ સ્થપાશે

વહાલી દીકરી યોજનામાં 2 લાખની આવક ધરાવતા પરિવારને સહાય. દીકરી પહેલાં ધોરણમાં આવે ત્યારે 4000ની સહાય, નવમા ધોરણમાં આવે ત્યારે 6000ની સહાય, 18 વર્ષ પૂર્ણ કરે ત્યારે 1 લાખની સહાય આપશે આ માટે કરી કુલ 133 કરોડની જોગવાઈ

ગ્રીન એન્ડ કલીન એનર્જી 
ગુજરાત રીન્યુએબલ એનર્જી સ્થાપિત કરવા ૨૦૨૨ સુધીમાં 30 હજાર મેગાવોટ લઇ જવાશે
નવી સોલર રૂફટોપ યોજના જાહેરઃ 3 કિલોવોટનો પ્લાન્ટ બેસાડનાર પરિવારને 40 ટકા સબસિડી, 3 થી 10 ટકા માટે 20 ટકા સબસીડી રૂ.1000 કરોડની જોગવાઇ:2 લાખ પરિવારોને લાભ

પર્યાવરણના જતન સાથે વિકાસ
ઉદ્યોગોના પ્રદૂષિત પાણીને શુદ્ધ કરી તે પાણી ઊંડા દરિયામાં નિકાલ માટે પીપીપી ધોરણે પાઇપ લાઇન માટે 2275 કરોડ ખર્ચાશે, આ વર્ષે 500 કરોડની જોગવાઈ

np budget1 #Budget2019 #Gujarat : નાણાંપ્રધાન દ્રારા 572.12 કરોડ પુરાંત  દર્શાવતું બજેટ રજૂ

પરિવહન – માર્ગ અને જળ

એસ.ટી. વિભાગમાં વધુ 1000 નવી બસની જોગવાઈ, ઇલેક્ટ્રિક અને સીએનજી બસ ખરીદવામાં આવશે, 221 કરોડની જોગવાઈ, 22 નવ બસ સ્ટેન્ડ બનાવવામાં આવશે, 13 જૂના બસ સ્ટેન્ડનું રીનોવેશન કરાશે, 66 કરોડની જોગવાઈ, અમદાવાદ આરટીઓ નવી બનાવવા માટે 13 કરોડની જોગવાઈ. રાજકોટ, બારડોલી નવી આરટીઓ બનાવવા માટે 5 કરોડની જોગવાઈ. ગુજરાત મેરિટાઇમ બોર્ડ દ્વારા જૂના બેડી બંદર, નવા બેડી બંદર, રોઝી પિયરને બ્રોડ ગેજ રેલ લાઈનથી જોડવા 42 કરોડની જોગવાઈ

રોજગાર અને નોકરીઓ

આગામી 3 વર્ષમા નવા 60 હજાર કર્મચારીઓની ભરતી કરાશે. નવા70 હજાર સખી મંડળો નિર્માણ કરાશે 700 કરોડ ધીરાણ અપાશે
મુખ્યમંત્રી એપ્રેન્ટિસશિપ યોજના સહિત વિવિધ રોજગાર યોજનાઓનો 15 લાખ યુવાનોને લાભઃ આગામી 3 વર્ષમાં મુદ્રા યોજના હેઠળ 50 લાખ લાભાર્થીઓને લાભ, છેલ્લા સોળ વર્ષમાં એકપણ વાર ઓવર ડ્રાફટ લીધો નથી

કૃષિ ખેડૂત કલ્યાણ
ખેડૂત યોજનાના અમલ માટે 2,771 નવી જગ્યાઓ ભરાશે: આ વર્ષે 1,121 ભરાશે. ગુજરાતના ખેડૂતોને શૂન્ય ટકા દરે પાક ધિરાણ ખેડૂત વ્યાજસહાય આપવા રૂ 952 કરોડની જોગવાઇ, પ્રધાનમંત્રી ફસલ વીમા યોજના હેઠળ 18 લાખ ખેડૂતોને આવરી લેવાશે: 1073 કરોડની જોગવાઇ, રાષ્ટ્રીય કૃષિ વિકાસ યોજના માટે 299 કરોડ, ફાર્મ મીકેનાઇઝેશન માટે 235 કરોડ, ફૂડ પ્રોસેસિંગ માટે 34 કરોડ, રાસાયણિક ખાતર માટે 25 કરોડ, સેટેલાઇટ ઇમેજ ડ્રોન ફોટોગ્રાફી માટે 25 કરોડ, બાગાયત વિકાસ માટે સેન્ટર ઓફ એકસેલન્સ માટે 8 કરોડ, પશુપાલન 4000 ડેરી ફાર્મ સ્થાપવા 134 કરોડની જોગવાઇ, 460 ફરતાં પશુ દવાખાના માટે 47 કરોડ, મુખ્યમંત્રી નિશુલ્ક પશુ સારવાર યોજના માટે 28 કરોડ, ડેરી વિકાસ પશુપાલકોને સાધન સહાય માટે 36 કરોડ, ગૌ સેવા વિકાસ માટે 38 કરોડ, સહકાર કિસાન કલ્પ વૃક્ષ યોજના માટે 33 કરોડ, ગોડાઉન બાંધકામ માટે 11 કરોડ

np budget #Budget2019 #Gujarat : નાણાંપ્રધાન દ્રારા 572.12 કરોડ પુરાંત  દર્શાવતું બજેટ રજૂ

મત્સ્યોદ્યોગ

માંગરોળ, નવાબંદર, વેરાવળ, માઢવાડ, પોરબંદર, સૂત્રાપાડા મત્સ્ય બંદર વિકાસ માટે 210 કરોડ, ફીશિંગ બોટ ડીઝલ વપરાશ માટે વેટ સહાય આપવા 150 કરોડ, કેરોસીન સહાય માટે 18 કરોડ

કાયદો અને વ્યાવસ્થા

રાજ્યની જેલો અને કોર્ટ વચ્ચે વિડીઓ કોંફરન્સ સિસ્ટમ ઉભી કરવા માટે ₹31 કરોડની જોગવાઈ

 

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…

તમે અમને ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો મંતવ્ય ન્યૂઝ ની નવી મોબાઇલ એપ્લિકેશન