Not Set/ અમદાવાદઃ સિગ્નેચર બિલ્ડીંગમાં ભિષણ આગમાં 200 લોકો ફસાયા, તમામને સુરક્ષિત બહાર કઢાયા

અમદાવાદઃ SG હાઇવે પર આવેલા મકરબા વિસ્તારમાં આવેલી સિગ્નેચ-1 બિલ્ડિંગમાં આગ લાગી હતી. જેમા અંદાજે 200 લોકોના ફસાયા હતા જેમને બચાવી લેવામાં આવ્યા હતા.. ઘટનાની જાણ ફાયરફાયટરને થતા ફાયરની 7 ગાડી ઘટના સ્થળે પહોંચીને આગ પર કાબુ મેળવ્યો હતો. બિલ્ડીંગમાં ફસાયેલા લોકોએ જણાવ્યું હતું કે, વેન્ટિલેશનની સુવિધા ના હોવાને લીધે આગનો ધુમાડો સમગ્ર બિલ્ડીંગમાં ફેલાતા […]

Gujarat

અમદાવાદઃ SG હાઇવે પર આવેલા મકરબા વિસ્તારમાં આવેલી સિગ્નેચ-1 બિલ્ડિંગમાં આગ લાગી હતી. જેમા અંદાજે 200 લોકોના ફસાયા હતા જેમને બચાવી લેવામાં આવ્યા હતા.. ઘટનાની જાણ ફાયરફાયટરને થતા ફાયરની 7 ગાડી ઘટના સ્થળે પહોંચીને આગ પર કાબુ મેળવ્યો હતો.

બિલ્ડીંગમાં ફસાયેલા લોકોએ જણાવ્યું હતું કે, વેન્ટિલેશનની સુવિધા ના હોવાને લીધે આગનો ધુમાડો સમગ્ર બિલ્ડીંગમાં ફેલાતા લોકોને જોવામાં મુશ્કેલી પડી રહી હતી. આગની ઘટનાને પગલે ફાયરના ઉચ્ચ અધિકારીઓ પણ ઘટના સ્થળે દોડી આવ્યા હતા. ડિસીપી વિધી ચૌધરી સહિતનો પાલીસ કાફલો પણ ઘટનાસ્થળે દોડી આવ્યો હતો.