Not Set/ બુલંદ શહેર હિંસા : હિંદુ-મુસલમાનના ઝઘડાએ મારા પિતાનો ભોગ લીધો

ઉત્તર પ્રદેશમાં બુલંદ શહેર જીલ્લામાં કોતવાલી ગામમાં સોમવારે ગૌહત્યા વિરુદ્ધ હિંસા ભડકી હતી. આ હિંસામાં ઇન્સ્પેકટર સુબોધ કુમાર  સહિત એક યુવાનનું મૃત્યુ થયું છે. Abhishek, son of deceased policeman Subodh Kumar Singh: My father wanted me to be a good citizen who doesn't incite violence in society in the name of religion. Today my father lost his […]

Top Stories India Trending
las બુલંદ શહેર હિંસા : હિંદુ-મુસલમાનના ઝઘડાએ મારા પિતાનો ભોગ લીધો

ઉત્તર પ્રદેશમાં બુલંદ શહેર જીલ્લામાં કોતવાલી ગામમાં સોમવારે ગૌહત્યા વિરુદ્ધ હિંસા ભડકી હતી. આ હિંસામાં ઇન્સ્પેકટર સુબોધ કુમાર  સહિત એક યુવાનનું મૃત્યુ થયું છે.

બુલંદ શહેરમાં ગૌહત્યા મામલે લોકોએ વિરોધ કર્યો હતો. આ વિરોધ હિંસામાં પરિવર્તિત થઇ ગયો હતો. સ્થાનિક લોકોએ પોલીસ પર હલ્લો મચાવી દીધો હતો

સુબોધ કુમારના પુત્રનું નિવેદન 

 

Image result for inspector subodh kumar son abhishek

મૃત ઇન્સ્પેકટર સુબોધ કુમારના પુત્ર અભિષેકે બુલંદ શહેર હિંસા મામલે પોતાનું નિવેદન આપ્યું હતું. તેણે કહ્યું હતું કે માતા પિતા હંમેશા મને એક સારા નાગરિક બનવાનું કહેતા હતા. ધર્મના નામે થતી હિંસા તેઓ ક્યારેય ઇરછતા નહતા. આજે હિંદુ-મુસ્લિમની લડાઈને લીધે મે મારા પિતા ગુમાવ્યા છે હજુ આવા કેટલા લોકો આ જ લડતમાં તેમના પિતાને ગુમાવશે ?

સીએમ યોગીએ જતાવ્યું દુઃખ 

ઘટના બાદ ઉત્તર પ્રદેશના સીએમ યોગી આદિત્યનાથે પોલીસ ઇન્સ્પેકટર સુબોધ કુમાર સિંહ અને ચીગારવઠી ગામનો રહેવાસી સુમિતના મૃત્યુ પર દુઃખ વ્યક્ત કર્યું છે.

ઘટનામાં શહીદ થયેલા પોલીસ ઇન્સ્પેકટરના પરિવારને સરકાર કુલ ૫૦ લાખ રૂપિયાનું વળતર આપશે જેમાં ૪૦ લાખ રૂપિયા તેમની પત્નીને અને ૧૦ લાખ રૂપિયા તેમના માતા-પિતાને આપશે.