Not Set/ બુલંદશહેર હિંસા: પોલીસ ઇન્સ્પેકટર સુબોધ સિંહ પર ગોળી ચલાવનાર સૈનિકને એસટીએસ ટીમે દબોચી લીધો

બુલંદ શહેર હિંસાનો એક વિડીયો સામે આવ્યો હતો જેમાં પોલીસ ઇન્સ્પેક્ટર સુબોધ સિંહ પર કોણે ગોળી ચલાવી તેનો ચહેરો સામે આવ્યો હતો. આરોપી સૈનિક જમ્મુ ભાગી ગયો હતો. જેને નોઇડાની એસટીએફ ટીમે દબોચી લીધો છે. શુક્રવારે આરોપી સૈનિકને દિલ્લી લાવામાં આવ્યો છે. સુત્રોના જણાવ્યા પ્રમાણે રજાઓના સમયે આ સૈનિક ઘરે આવ્યો હતો અને વિડીયો પ્રમાણે […]

Top Stories India Trending
as બુલંદશહેર હિંસા: પોલીસ ઇન્સ્પેકટર સુબોધ સિંહ પર ગોળી ચલાવનાર સૈનિકને એસટીએસ ટીમે દબોચી લીધો

બુલંદ શહેર હિંસાનો એક વિડીયો સામે આવ્યો હતો જેમાં પોલીસ ઇન્સ્પેક્ટર સુબોધ સિંહ પર કોણે ગોળી ચલાવી તેનો ચહેરો સામે આવ્યો હતો. આરોપી સૈનિક જમ્મુ ભાગી ગયો હતો. જેને નોઇડાની એસટીએફ ટીમે દબોચી લીધો છે.

શુક્રવારે આરોપી સૈનિકને દિલ્લી લાવામાં આવ્યો છે.

સુત્રોના જણાવ્યા પ્રમાણે રજાઓના સમયે આ સૈનિક ઘરે આવ્યો હતો અને વિડીયો પ્રમાણે તેણે પોતાની બંદુકથી સુબોધ સિંહ પર ગોળી ચાલવી હતી અને ત્યારબાદ જમ્મુ ભાગી ગયો હતો.

ઉત્તર પ્રદેશની એસટીએફ ટીમે જમીન આસમાન એક કરીને તેને જમ્મુથી પકડો પડ્યો હતો.

 આ મામલે ભારતીય સેનાના ઉચ્ચ અધિકારીઓએ પણ સારો સાથ આપ્યો હતો. એસટીએસ ટીમે આખી રાત આરોપી જીતુની પુછતાછ કરી હતી.

એસટીએફની ટીમ તેને પકડવા માટે જમ્મુ રવાના થઇ ગઈ હતી. જમ્મુમાં અધિકારીઓને આ મામલે જાણ કરી દેવામાં આવી હતી જેથી તે ભાગી ન શકે. ફૌજને જેવી ખબર પડી કે તેમનો જવાન હત્યા કરીને અહિયાં આવ્યો છે તેવી તેમણે તેના પર નજર રાખવાની ચાલુ કરી દીધી હતી અને તેને બહાર જવા પર પણ રોક લગાવી દીધી હતી.

શનિવારે આખા મામલાનો ખુલાસો થાય તેવું લાગી રહ્યું છે.