Jamnagar/ જામનગર નજીક નાઘેડી પાસે ખાનગી ટ્રાવેલ્સ સંચાલકોની દાદાગીરી

એસ.ટી. ડિવિઝનના સુરક્ષા મદદનીશ પર હિચકારો હુમલો

Top Stories Gujarat
Beginners guide to 2024 06 27T194322.067 જામનગર નજીક નાઘેડી પાસે ખાનગી ટ્રાવેલ્સ સંચાલકોની દાદાગીરી

 

 

Jamnagar News : જામનગર નજીક નાઘેડી પાસે આરટીઓ અને એસટી વિભાગ દ્વારા ચેકિંગ ચાલી રહ્યું હતું, દરમિયાન ખાનગી લક્ઝરી બસ ના સંચાલક અને તેના બે સાગ્રીતો એ દાદાગીરી કરી એસટી અધિકારી પર હુમલો કરી દેતાં ફરજમા રુકાવટ અંગેની પોલીસ ફરિયાદ નોંધાવાઇ છે, જ્યારે ઇજાગ્રસ્ત અધિકારીને જી.જી. હોસ્પિટલમાં પ્રાથમિક સારવાર અપાઇ છે.

આ બનાવની વિગત એવી છે કે જામનગરના એસ.ટી. વિભાગ તેમજ આરટીઓ ની ટીમ દ્વારા જામનગર જિલ્લાના જુદા જુદા માર્ગો પર ચેકિંગ કરવામાં આવે છે, અને ગેરફાયદે મુસાફરોની હેરાફેરી કરનારા ખાનગી ટ્રાવેલ્સના સંચાલકો સામે દંડકીય કાર્યવાહી કરવામાં આવતી હોય છે.

જે અંતર્ગત ગઈકાલે એસટીના વિભાગીય કચેરીના સુરક્ષા મદદનીશ અધિકારી કિશોરભાઈ હરસુખભાઈ રાદડિયા તેમજ આરટીઓના અધિકારી વગેરે જામનગર-ખંભાળિયા ધોરી માર્ગ પર નાઘેડી ગામના પાટીયા પાસે ચેકિંગ કરી રહ્યા હતા, જે દરમિયાન ખાનગી ટ્રાવેલ્સના સંચાલક મહાવીર સિંહ ઉર્ફે વાંઢા પોતાના અન્ય બે સાગરીત સાથે નાઘેડી ના પાટીયા પાસે ધસી આવ્યા હતા, અને એસટી અને આરટીઓના અધિકારીઓ સાથે તકરાર કરી હતી.

જેઓની ફરજમાં રૂકાવટ ઊભી કરીને એસટી અધિકારી કિશોરભાઈ રાદડિયા પર હુમલો કરી દીધો હતો. જેમાં તેઓને ડાબી આંખના નેણના ભાગે ઈજા થઈ હોવાથી તાત્કાલિક અસરથી સારવાર માટે જામનગરની સરકારી જી.જી. હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા, અને તેઓને પ્રાથમિક સારવાર અપાઇ હતી.

આ હુમલા અને ફરજ માં રૂકાવટ અંગેના બનાવ બાબતે કિશોરભાઈ રાદડિયાએ પંચકોશી બી. ડિવિઝન પોલીસમાં ત્રણેય  સામે ફરિયાદ નોંધાવતાં પોલીસે ખાનગી ટ્રાવેલ્સના સંચાલક મહાવીર સિંહ વાંઢા તથા અન્ય બે સાગરીતો સામે આઇપીસી કલમ  ૧૮૬,૩૩૨,૫૦૫ અને ૧૧૪ સહિતની કલમો હેઠળ ગુનો નોંધ્યો છે, અને ભાગી છુટેલા આરોપીઓને પકડવા માટેની કવાયત શરૂ કરી છે.

જામનગર ખંભાળિયા તથા રાજકોટ ધોરી માર્ગ પર ખાનગી ટ્રાવેલ્સના સંચાલકો દ્વારા ખાનગી પ્રાઇવેટ ની નાની મોટી બસ તેમજ ઈકો કાર મારફતે ગેરકાયદે મુસાફરોની હેરાફેરી કરવામાં આવે છે, જે અંગેનું ચેકિંગ કરવામાં આવતા આરોપીઓને પસંદ ન હોવાથી અને પોતાની ધાક જમાવવા માટે આ કૃત્ય કર્યું હોવાનું પોલીસમાં જણાવ્યું છે.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો: ચોમાસાની ધમાકેદાર શરૂઆત, સાબરકાંઠા, ઇડર અને હિંમતનગરમાં ખાબક્યો વરસાદ

આ પણ વાંચો: શહેરમાં ચોમાસાના આરંભે જ પાણીજન્ય રોગચાળો વધ્યો

આ પણ વાંચો: GSRTCની વોલ્વો બસમાંથી ઝડપાયો વિદેશી દારૂ, 2 લોકોની કરાઈ ધરપકડ

આ પણ વાંચો: કસ્ટમ સુપરિન્ટેન્ડેન્ટ પ્રીતિ આર્યાની કરાઈ ધરપકડ, ફોન ડિટેઇલમાંથી ખુલશે નવા રહસ્યો