કેશોદ/ બસ ડ્રાઈવરે સગીરા પર આચર્યું દુષ્કર્મ, માતાએ નોંધાવી ફરિયાદ

કેશોદના ખાનગી સ્કૂલના બસ ડ્રાઈવરે બસમાં જ અપડાઉન કરતી સગીરા પર આચાર્ય દુષ્કર્મ આચરતા કેશોદ પોલીસમાં સગીરાની માતાએ બસ ડ્રાઈવર સામે ફરિયાદ નોંધાવી છે.

Gujarat Others
YouTube Thumbnail 82 બસ ડ્રાઈવરે સગીરા પર આચર્યું દુષ્કર્મ, માતાએ નોંધાવી ફરિયાદ

@ચેતન પરમાર 

Keshod News: રાજ્યમાં અવારનવાર દુષ્કર્મની ઘટના સામે આવતી રહે છે. ત્યારે વધુ એક ઘટના સામે અવી છે.કેશોદના ખાનગી સ્કૂલના બસ ડ્રાઈવરે બસમાં જ અપડાઉન કરતી સગીરા પર આચાર્ય દુષ્કર્મ આચરતા કેશોદ પોલીસમાં સગીરાની માતાએ બસ ડ્રાઈવર સામે ફરિયાદ નોંધાવી છે.

સગીર વયનાના બાળકને મોબાઈલ આપવાથી ચેતજો.

વાત છે કેશોદની એક ખાનગી સ્કૂલમાં અભ્યાસ કરતી શહેરની સગીરાની, કેશોદમાં રહેતા એક પરિવારે પોતાની દીકરીને અભ્યાસ માટે કેશોદની એક ખાનગી શાળામાં અભ્યાસ માટે એડમિશન કરાવવામાં આવ્યું છે ત્યારે પરિવારને સ્કૂલે લેવા કે મૂકવા માટે ન જવું પડે અને પોતાની દીકરીની સુરક્ષા રહે તે માટે સ્કૂલની બસમાં જ અપડાઉન માટે મોકલવામાં આવતી હતી ત્યારે સ્કૂલના ડ્રાઈવરે ફરિયાદીની સગીર વયની દીકરીને સોશિયલ મીડિયા એટલે કે instagram પર સગીરા સાથે વધુ પરિચય થયો અને વધુ વાત ચીત ચાલુ કરી હતી.

જે બાદ ડ્રાઈવરે ફરિયાદીની દીકરીને વિશ્વાસમાં લીધી અને ડ્રાઈવર કમલેશ ગોરડ ફરિયાદીની ઘરે ફરિયાદીની દીકરીને મળવા જતો ત્યારે સગીરાના એકલતાનો લાભ લઈ સગીરા સાથે દુષ્કર્મ આચર્યું બાદમાં સગીરાને વધુ ધાકધમકી અને જાનથી મારી નાખવાની ધમકી આપતા સગીરાએ તેમના પરિવારને જાણ કરતા પરિવારે કેશોદ પોલીસ સ્ટેશન ખાતે આવી સગીર વયની માતા એ સ્કૂલ બસ ચાલક કમલેશ ગોરડ પર ફરિયાદ નોંધાવતા પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.

સગીરાના માતાની ફરિયાદ આધારે કેશોદ પોલીસે સ્કૂલ બસ ડ્રાઇવર કમલેશ ભનુભાઈ ગોરડ વિરૂદ્ધ પોક્સો, એટ્રોસીટી સહિતની કલમો હેઠળ ગુન્હો નોંધી આરોપીને ઝડપી પાડવા કાર્યવાહી હાથ ધરી.


whatsapp ad White Font big size 2 4 બસ ડ્રાઈવરે સગીરા પર આચર્યું દુષ્કર્મ, માતાએ નોંધાવી ફરિયાદ


આ પણ વાંચો:અમદાવાદ પોલીસ નવરાત્રીને લઈ એક્શનમાં, તૈયાર કર્યો ખાસ પ્લાન

આ પણ વાંચો:અમદવાદમાં એક સપ્તાહમાં હવાની ગુણવત્તા સૂચકાંક 80-100 રહી

આ પણ વાંચો:દરેક સનાતની હિન્દુઓએ અવશ્ય તિલક કરીને આવવુંઃ ફતેસિંહ ચૌહાણ

આ પણ વાંચો:અમદાવાદ શહેર પોલીસની મોટી કાર્યવાહી શહેરના 215 થી વધુ સ્પા પર દરોડા