Not Set/ બસ ભૂલાઇ ગયુ ને શાહીન બાગ…!!, ચૂંંટણી ખતમ થતા આંદોલન સ્થળ થઇ રહ્યું છે ખાલી

દેશનાં તમામ લોકો અને ખાસ કરીને જ્યાં ચૂંટણી છે તેવા તમામ શહેરો-ગામોનાં લોકોને ધડો લેવા જેવી વાત સામે આવી રહી છે. છેલ્લા લાંબા સમયથી રોજ ને રોજ કોઇ ને કોઇ કારણે માધ્યમો વચ્ચે ગુંજતુ રહેલું શાહીન બાગ હાલ ખાલી ખમ થવા લાગ્યું છે. કોઇ પાર્ટીનાં દિગ્ગજ નેતાએ જાહેરમાં પણ કહ્યું હતું કે ચૂંંટણી પુરી થશે […]

Top Stories India
shahin baug.jpg1 બસ ભૂલાઇ ગયુ ને શાહીન બાગ...!!, ચૂંંટણી ખતમ થતા આંદોલન સ્થળ થઇ રહ્યું છે ખાલી

દેશનાં તમામ લોકો અને ખાસ કરીને જ્યાં ચૂંટણી છે તેવા તમામ શહેરો-ગામોનાં લોકોને ધડો લેવા જેવી વાત સામે આવી રહી છે. છેલ્લા લાંબા સમયથી રોજ ને રોજ કોઇ ને કોઇ કારણે માધ્યમો વચ્ચે ગુંજતુ રહેલું શાહીન બાગ હાલ ખાલી ખમ થવા લાગ્યું છે. કોઇ પાર્ટીનાં દિગ્ગજ નેતાએ જાહેરમાં પણ કહ્યું હતું કે ચૂંંટણી પુરી થશે એટલે આંદોલન પણ ખતમ થઇ જશે(તે જો કે ભવિષ્ય વેતા છે કે આ નિવેદન આપવા પાછળ અને આંદોલન પાછળ, તેમનો કે તેની પાર્ટીનો કોઇ રોલ છે તે બીજી વાત છે). પરંતુ આવુ કહેવાવાળા નેતા સારા ભવિષ્યવેતા છે તે પાકી વાત છે.

જી હા જે પ્રમાણે જાહેરત કરવામાં આવી હતી તે પ્રમાણે જ હાલ શાહીન બાગ ખાલી થવા માંડ્યું છે. દિલ્હી વિધાનસભાની ચૂંટણી બાદ શાહીન બાગમાં નાગરિકતા સુધારો કાયદાના વિરોધમાં લોકો ઓછા આવી રહ્યા છે. ચૂંટણી બાદ, શાહીનબાગ વિરોધ સ્થળ પરની ભીડ પાછલા દિવસોની તુલનામાં ઓછી થઈ છે. હવે સ્ટેજ પરથી વધુને વધુ લોકો આવે તેવી અપીલ કરવામાં આવી રહી છે.

વિરોધમાં જોડાયેલ લોકો લાઉડ સ્પીકરો પર મોટી સંખ્યામાં અહીં પહોંચવા માટે લોકોને વિનંતી કરી રહ્યા હતા. તે જ સમયે, પુલવામા હુમલાની પ્રથમ વર્ષગાંઠને ધ્યાનમાં રાખીને 14 અને 15 ફેબ્રુઆરીએ શાહીનબાગમાં રાજકીય ભાષણ નહીં થાય તેવી જાહેરાત કરી દેવામાં આવી છે. અહીં બંને દિવસ દેશભક્તિના કાર્યક્રમો યોજાશે. ગુરુવારે 61 મા દિવસે સ્ટેજ પરથી આ અંગે વારંવાર જાહેરાત કરવામાં આવી હતી. આ પ્રસંગે નોંધણી કરવા અપીલ પણ કરવામાં આવી હતી.

વડા પ્રધાનને અપીલ : વેલેન્ટાઇન ડેની પૂર્વસંધ્યાએ, સ્થળ પર વડા પ્રધાનના નામે પુષ્પગુચ્છો રાખવામાં આવે હતા. અંગ્રેજીમાં લખ્યું છે કે મોદી કૃપા કરીને શાહીન બાગ આવે. વિરોધ કરનારાઓનું કહેવું છે કે તેમનો વિરોધ બે મહિનાથી ચાલી રહ્યો છે. વડા પ્રધાને તેમના ચૂંટણી પ્રવચનોમાં અનેક વખત કામગીરીનો ઉલ્લેખ કર્યો છે. તેમણે ત્રિપલ તલાકના મુદ્દે મુસ્લિમ મહિલાઓ માટે પણ ચિંતા વ્યક્ત કરી હતી. જો તેમને તેની ચિંતા હોય તો તે શા માટે તેઓને મળવા નથી આવતો.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…

તમે અમને ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ ની નવી મોબાઇલ એપ્લિકેશન.