Not Set/ GST કાઉન્સિલની બેઠક શરુ, આ વસ્તુઓ થઇ શકે છે સસ્તી

નવી દિલ્હી, ૧ જુલાઈ, ૨૦૧૭ના રોજ દેશભરમાં લાગુ કરાયેલા એક સમાન કર ગુડ્સ એન્ડ સર્વિસ ટેક્સ (GST) બાદ સમયાંતરે ટેક્સની પ્રણાલીને લઇ આંકલન કરવામાં આવે છે, ત્યારે હવે શનિવારે વધુ એકવાર GST કાઉન્સિલની બેઠક શરુ થઇ ગઈ છે. Delhi: 31st GST Council meeting begins at Vigyan Bhavan under the chairmanship of Finance Minister Arun Jaitley […]

Top Stories Trending Business
GST COUNCIL GST કાઉન્સિલની બેઠક શરુ, આ વસ્તુઓ થઇ શકે છે સસ્તી

નવી દિલ્હી,

૧ જુલાઈ, ૨૦૧૭ના રોજ દેશભરમાં લાગુ કરાયેલા એક સમાન કર ગુડ્સ એન્ડ સર્વિસ ટેક્સ (GST) બાદ સમયાંતરે ટેક્સની પ્રણાલીને લઇ આંકલન કરવામાં આવે છે, ત્યારે હવે શનિવારે વધુ એકવાર GST કાઉન્સિલની બેઠક શરુ થઇ ગઈ છે.

કેન્દ્રીય નાણામંત્રી અરુણ જેટલીની અધ્યક્ષતામાં મળનારી બેઠકમાં સિમેન્ટ, પાવર બેન્કમ એયરકંડીશનર તેમજ ડિજીટલ કેમેરા સહિતની ઘણી વસ્તુઓ કે જે ૨૮ ટકાના સૌથી ઉંચા સ્લેબમાં છે, જેને નીચેના સ્લેબમાં લાવવામાં આવી શકે છે.

આ વસ્તુઓ થઇ શકે છે સસ્તી

GSTના ૨૮ ટકા સ્લેબમાં હજી પણ ૩૫ વસ્તુઓ છે, જેમાંથી ૧૨ કે ૧૪ વસ્તુઓને આ સ્લેબમાંથી બહાર લાવવાની આશા છે.

મળતી માહિતી મુજબ, ૧૦૦થી વધુ રૂપિયાની મૂવી ટિકિટ પણ સસ્તી થઇ જશે. આ ઉપરાંત ૫ – સ્ટાર હોટેલમાં સ્ટે પર લાગનારો ટેક્સ, ૬૮ CMથી મોટા ટીવી અને પ્રોજેક્ટર, વીડિયો ગેમ કંટ્રોલ અને પાવર બેંકમાં GST ઘટાડવામાં આવી શકે છે.

અત્રે ઉલ્લેખનીય છે કે, ૧૮ ડિસેમ્બરના રોજ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સંકેત આપ્યા હતા કે, ૯૯ ટકા જેટલી વસ્તુઓ અને સેવાઓને ૨૮ ટકાના સૌથી ઉંચા સ્લેબમાંથી બહાર રાખવામાં આવશે. હવે માત્ર ૧ ટકા જ આઈટમ પર ૨૮ % GST ડાયરામાં રખાશે.