Not Set/ ડિજિટલ ક્રાંતિને નુકશાન પહોંચાડી રહી છે બેંકો, ડેબિટ કાર્ડ મામલે વસૂલાઈ રહ્યા છે ગેર-વ્યાજબી ચાર્જ

મુંબઈ, દેશભરમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા પોતાની મહત્વકાંક્ષી યોજનાઓમાંની એક “ડિજિટલ ઇન્ડિયા” અંતર્ગત ડેબિટ કાર્ડના ઉપયોગને વધારવા માટે પ્રયાસો કરવામાં આવી રહ્યા છે જયારે બીજી બાજુ દેશની બેંકો દ્વારા જ સરકારની ડિજિટલ ક્રાંતિને નુકશાન પહોચાડવામાં આવી રહ્યું હોય તે જોવા મળી રહ્યું છે. દેશમાં બેંકો દ્વારા ગ્રાહકોને પોતાના મિનિમમ બેલેન્સ પર ખાતામાંથી નાણા ન કાઢી […]

Business
20171218144659 ડિજિટલ ક્રાંતિને નુકશાન પહોંચાડી રહી છે બેંકો, ડેબિટ કાર્ડ મામલે વસૂલાઈ રહ્યા છે ગેર-વ્યાજબી ચાર્જ

મુંબઈ,

દેશભરમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા પોતાની મહત્વકાંક્ષી યોજનાઓમાંની એક “ડિજિટલ ઇન્ડિયા” અંતર્ગત ડેબિટ કાર્ડના ઉપયોગને વધારવા માટે પ્રયાસો કરવામાં આવી રહ્યા છે જયારે બીજી બાજુ દેશની બેંકો દ્વારા જ સરકારની ડિજિટલ ક્રાંતિને નુકશાન પહોચાડવામાં આવી રહ્યું હોય તે જોવા મળી રહ્યું છે.

દેશમાં બેંકો દ્વારા ગ્રાહકોને પોતાના મિનિમમ બેલેન્સ પર ખાતામાંથી નાણા ન કાઢી શકવા બાબતે હવે ગેર-વ્યાજબી ચાર્જ કરવામાં આવી રહ્યો છે. પોતાના એકાઉન્ટમાં મિનિમમ બેલેન્સ ન હોવાના કારણે જયારે ગ્રાહક પોતાના ડેબિટ કાર્ડનો ઉપયોગ કરે છે ત્યારે બેંક દ્વારા ૧૭ થી લઇ ૨૫ રૂપિયા સુધીનો ચાર્જ વસૂલ કરવામાં આવે છે.

દેશની સૌથી મોટી બેંક સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયા દ્વારા એટીએમ (ATM) તેમજ પોઈન્ટ ઓફ સેલ (POS) ટર્મિનલ પર ડેબિટ કાર્ડ સ્વાઈપ કર્યા બાદ જયારે ટ્રાન્જેક્શન ડિક્લાઈન થાય છે ત્યારે ૧૭ રૂપિયા ચાર્જ વસૂલ કરવામાં આવે છે જયારે HDFC બેંક અને ICICI બેંક દ્વારા આ મામલે ૨૫ રૂપિયા વસૂલ કરાતા હોય છે.

IIT બોમ્બેમાં ગણિતના પ્રોફેસર આશિષ દાસે જણાવ્યું, ” ‘ખરીદી બાદ કેશલેસ ચુકવણી (નોન-કેસ મર્ચન્ટ ટ્રાન્જેક્શન) માટે ડેબિટ કાર્ડના ઉપયોગ માટે આટલી મોટી માત્રામાં વસૂલાતો ચાર્જનો કોઈ મુદ્દો નથી અને આ કારણે કાર્ડ અને ડીજીટલ પેમેન્ટને પ્રોત્સાહન આપવાના સરકારના પ્રયાસોને બળ મળશે નહીં”.

તેઓએ વધુમાં જણાવ્યું હતું કે, “હાલની પરિસ્થિતિ ખૂબ એન્ટી-ડિજિટલ અને જોખમકારક છે. જે લોકો તમામ ખર્ચાઓ પછી રૂપિયા નથી બચાવી શકતા અને તેઓ માત્ર માસિક સેલેરી પર જ નિર્ભર રહેતા હોય છે”.

આશિષ દાસ બેન્કોના અલગ-અલગ ચાર્જ અંગે ઘણા રિસર્ચ રિપોર્ટ રજૂ કર્યા છે તેમજ તેઓ આ પહેલા કાયદાકીય નીતિઓ અંગે પણ મોટી ભૂમિકા નિભાવી ચુક્યા છે.

ત્યારે મહત્વનું છે કે, એક બાજુ ટ્રાન્જેક્શન ડિક્લાઇન થવા બાબતે મોટો ચાર્જ વસુલ કરી છે તો બીજી બાજુ બેંકો દ્વારા પોતાના ગ્રાહકોને એટીએમ દ્વારા જ રૂપિયાની લેવડ-દેવડ કરવા માટે પ્રોત્સાહિત કરવા અભિયાન ચલાવવામાં આવી રહ્યા છે.

બેંક દ્વારા આ મુદ્દે સ્પષ્ટતા કરતા જણાવ્યું, “જે પ્રમાણે ચેક બાઉન્સ થયા બાદ ચાર્જ વસૂલવામા આવે છે તે જ રીતે ડેબિટ કાર્ડ દ્વારા ટ્રાન્જેક્શન ડિક્લાઇન થવા પર ચાર્જ વસૂલ કરવામાં આવતો હોય છે. ચેક બાઉન્સનો નિયમ જ ઇલેક્ટ્રોનિક કલીયરીંગ સર્વિસ પર પણ લાગુ કરવામાં આવે છે”.