Not Set/ રેલવે બનાવશે ટ્રેનના ટ્રેક કિનારા પર દિવાલ, આવી રીતે ઉભી કરશે કમાણી

અમદાવાદ-મુંબઈ વચ્ચે બની રહેલી બુલેટ ટ્રેનના ટ્રેક પર રેલવે દીવાલ બનાવશે જેનાથી તે કમાણી ઉભી કરશે. રેલવે  નોન લિમીટેડ સેક્શન પર દીવાલ ઉપર જાહેરાત લગાવવા માટે પરવાનગી માટે વિચાર કરશે. જેનાથી આ ટ્રેક પર થવા વાળા ખર્ચની ભરપાઈ થઇ શકે. બુલેટ ટ્રેન જ્યાંથી પસાર થશે તે મોટા ભાગે શહેરી વિસ્તારોમાંથી નીકળશે. આ શહેરી વિસ્તારોમાં જનસંખ્યા […]

Business
54cfbba159a7a bullet trains 1 0908 રેલવે બનાવશે ટ્રેનના ટ્રેક કિનારા પર દિવાલ, આવી રીતે ઉભી કરશે કમાણી

અમદાવાદ-મુંબઈ વચ્ચે બની રહેલી બુલેટ ટ્રેનના ટ્રેક પર રેલવે દીવાલ બનાવશે જેનાથી તે કમાણી ઉભી કરશે. રેલવે  નોન લિમીટેડ સેક્શન પર દીવાલ ઉપર જાહેરાત લગાવવા માટે પરવાનગી માટે વિચાર કરશે. જેનાથી આ ટ્રેક પર થવા વાળા ખર્ચની ભરપાઈ થઇ શકે.

બુલેટ ટ્રેન જ્યાંથી પસાર થશે તે મોટા ભાગે શહેરી વિસ્તારોમાંથી નીકળશે. આ શહેરી વિસ્તારોમાં જનસંખ્યા પણ વધારે છે. આ દીવાલ બનાવવાથી ટ્રેક પણ સુરક્ષિત થઇ જશે.

રેલવે આ સિવાય જમીન, પાર્કીંગથી પણ કમાણી કરવાનું વિચારી રહી છે. રેલવે બુલેટ ટ્રેનના કિનારાથી થનાર કમાણી એ લોકો સાથે પણ શેર કરેશે જે દીવાલો પર જાહેરાત લગાવશે. જેના કારણે દીવાલ બનાવવામાં પણ ઓછો ખર્ચ આવશે.

રેલવે પુરા ટ્રેક પર સાઉન્ડપ્રૂફ દીવાલ બનાવશે. જેના કરાણે ધ્વનિપ્રદુષણ પણ ઓછુ થશે. આ દીવાલ લગભગ સાત-આઠ ફૂટ જેટલી ઉંચી હશે. દિવાલ ઉંચી હોવાને લીધે કોઈ જાનવરો કે માણસો પહોંચી નહિ શકે. આ ટ્રેક પર 160 કિલોમીટર પ્રતિકલાકની ઝડપે ટ્રેન ચલાવવાનું વિચારી રહી છે.