Not Set/ સપ્ટેમ્બર મહિનામાં ૯૪,૦૦૦ કરોડ રૂપિયાનું થયું GST કલેક્શન, જુઓ આ આંકડા

નવી દિલ્હી, ગત વર્ષે ૧ જુલાઈના રોજ દેશભરમાં લાગુ કરવામાં આવેલા એક સમાન કર GST (ગુડ્સ એન્ડ સર્વિસ ટેક્સ) બાદ સરકારની તિજોરીમાં જમા થતા ટેક્સના કલેક્શન આંકડો જાહેર કરવામાં આવતો હોય છે, ત્યારે હાલમાં જ સમાપ્ત થયેલા સપ્ટેમ્બર મહિનામાં જમા થયેલા GST ટેક્સ કલેક્શનનો આંકડો જાહેર કરાયો છે. સરકારના આંકડાઓ મુજબ, સપ્ટેમ્બર મહિનામાં કુલ ૯૪,૦૦૦ […]

Trending Business
673109 gst 0203181533056893 સપ્ટેમ્બર મહિનામાં ૯૪,૦૦૦ કરોડ રૂપિયાનું થયું GST કલેક્શન, જુઓ આ આંકડા

નવી દિલ્હી,

ગત વર્ષે ૧ જુલાઈના રોજ દેશભરમાં લાગુ કરવામાં આવેલા એક સમાન કર GST (ગુડ્સ એન્ડ સર્વિસ ટેક્સ) બાદ સરકારની તિજોરીમાં જમા થતા ટેક્સના કલેક્શન આંકડો જાહેર કરવામાં આવતો હોય છે, ત્યારે હાલમાં જ સમાપ્ત થયેલા સપ્ટેમ્બર મહિનામાં જમા થયેલા GST ટેક્સ કલેક્શનનો આંકડો જાહેર કરાયો છે.

698777 gst 062918 સપ્ટેમ્બર મહિનામાં ૯૪,૦૦૦ કરોડ રૂપિયાનું થયું GST કલેક્શન, જુઓ આ આંકડા
business-gst-collection-surpasses-rs-94000cr-sept 2018

સરકારના આંકડાઓ મુજબ, સપ્ટેમ્બર મહિનામાં કુલ ૯૪,૦૦૦ હજાર કરોડ રૂપિયાની રકમ GST ટેક્સના સ્વરૂપમાં સરકારના ખજાનામાં આવી છે, જે ઓગષ્ટ મહિના કરતા ૩૧૦ કરોડ રૂપિયા વધુ છે.

ઓગષ્ટ મહિનામાં ૯૩,૬૯૦ કરોડ રૂપિયાનું ટેક્સ કલેક્શન જમા થયા હતા.

GSTcollection Oct1 સપ્ટેમ્બર મહિનામાં ૯૪,૦૦૦ કરોડ રૂપિયાનું થયું GST કલેક્શન, જુઓ આ આંકડા
business-gst-collection-surpasses-rs-94000cr-sept 2018

 

સપ્ટેમ્બર મહિનામાં મળેલા ૯૪,૦૦૦ કરોડ રૂપિયાના GST ટેક્સમાંથી સેન્ટ્રલ GST (CGST)ના રૂપે ૧૫,૩૧૮ કરોડ રૂ., રાજ્ય GST (SGST)ના રૂપે ૨૧,૦૬૧ કરોડ રૂ. અને ઇન્ટર સ્ટેટ GST (IGST)ના રૂપમાં ૫૦,૦૭૦ કરોડ રૂ.જમા થયા છે.

IGST (ઇન્ટર સ્ટેટ ગુડ્સ એન્ડ સર્વિસ ટેક્સ)ના સ્વરૂપમાં જમા થયેલી કુલ રકમમાંથી ૨૫,૩૦૮ કરોડ રૂપિયા આયાતના રૂપે તેમજ સેસ તરીકે ૭,૯૯૩ કરોડ રૂપિયા મળ્યા છે.

School fetes 855 513 48 સપ્ટેમ્બર મહિનામાં ૯૪,૦૦૦ કરોડ રૂપિયાનું થયું GST કલેક્શન, જુઓ આ આંકડા
business-gst-collection-surpasses-rs-94000cr-sept 2018

આ પહેલાના મહિનાઓની વાત કરવામાં આવે તો, સૌથી વધુ GST ટેક્સ કલેક્શન એપ્રિલ મહિનામાં થયું હતું. એપ્રિલમાં કુલ ૧.૦૩ લાખ કરોડ રૂપિયા GST ટેક્સ સ્વરૂપે આવ્યા હતા.

જયારે છેલ્લા પાંચ મહિનામાં જોવામાં આવે તો સૌથી ઓછુ ટેક્સ કલેક્શન ઓગષ્ટ મહિનામાં જમા થયું હતું. ઓગષ્ટમાં સૌથી ઓછું એટલે કે ૯૩,૬૯૦ રૂપિયા જમા થયા હતા.