Not Set/ HTC કંપનીના કન્ટ્રી હેડ એ આપ્યું રાજીનામું – કંપની કહેશે ભારતને ટાટા બાય બાય

સ્માર્ટફોન બનાવતી કંપની HTC ભારતીય બજારને છોડવાની ફિરાકમાં છે. તાઈવાનની આ કંપની ભારતમાં સંપૂર્ણ રીતે બધા ઓપરેશન ખત્મ કરી રહી નથી, પરંતુ કંપનીના સાઉથ એશિયા પ્રેસિડેન્ટ ફેઝલ સિદ્કીએ પોતાનું રાજીનામું આપી દીધું છે. એક રીપોર્ટ મુજબ કન્ટ્રી હેડ સિદ્કી જ નહી પણ સેલ્સ હેડ અને પ્રોડક્ટ હેડ એ પણ કંપનીને વિદાય આપવાની તૈયારી કરી લીધી છે. […]

India Trending
HTC Logo HTC કંપનીના કન્ટ્રી હેડ એ આપ્યું રાજીનામું – કંપની કહેશે ભારતને ટાટા બાય બાય

સ્માર્ટફોન બનાવતી કંપની HTC ભારતીય બજારને છોડવાની ફિરાકમાં છે. તાઈવાનની આ કંપની ભારતમાં સંપૂર્ણ રીતે બધા ઓપરેશન ખત્મ કરી રહી નથી, પરંતુ કંપનીના સાઉથ એશિયા પ્રેસિડેન્ટ ફેઝલ સિદ્કીએ પોતાનું રાજીનામું આપી દીધું છે. એક રીપોર્ટ મુજબ કન્ટ્રી હેડ સિદ્કી જ નહી પણ સેલ્સ હેડ અને પ્રોડક્ટ હેડ એ પણ કંપનીને વિદાય આપવાની તૈયારી કરી લીધી છે. એટલે કંપનીના 3 ઉચ્ચ અધિકારીઓ કંપનીથી છુટા પડી રહ્યા છે.

કંપનીના ચીફ ફાયનાન્સીયલ ઓફિસર રાજીવ તયાલ કંપની સાથે જોડાયેલા રહેવાના છે. પરંતુ રીપોર્ટ મુજબ કંપનીએ પોતાની ટીમના 70 થી 80 સભ્યોને છોડી ને જવા માટે કહ્યું છે. જે રીતે કંપની તમામ ઓપરેશન ને પુર્ણાહુતી નથી આપી રહી તેથી કંપનીના અધિકારીના કહેવા મુજબ, HTC કંપની ભારતમાં વર્ચ્યુઅલ ડીવાઇસ વેચશે અને હવે તે તાઇવાન થી જ ભારતનો બીઝનેસ હેન્ડલ કરશે.

htc reuters 1503634939074 e1532006628514 HTC કંપનીના કન્ટ્રી હેડ એ આપ્યું રાજીનામું – કંપની કહેશે ભારતને ટાટા બાય બાય

રિપોર્ટ મુજબ બીજા અધિકારીએ વાત શેર કરી હતી કે, કંપની ફરીથી ઓનલાઈન એક્સક્લુસિવ બ્રાન્ડના રૂપે ભારતમાં આવી શકે છે પણ આ ત્યારે જ સંભવ છે જયારે દુનિયાભરમાં કંપનીનો ધંધો સારો રહેશે. હાલ તો કંપની માર્કેટમાં ટકી રહેવા માટે પ્રયત્નો કરી રહી છે.

રીપોર્ટ અનુસાર કંપની આગળ પણ પોતાના સ્માર્ટફોન ભારતમાં વેચશે. ભારતનું માર્કેટ કંપની માટે મહત્વપૂર્ણ છે. પરંતુ અત્યારે તો કંપનીની સ્થિતિ સારી નથી. સ્માર્ટફોન ના વેચાણમાં ઘટાડો થઇ રહ્યો છે. ભારતના સ્માર્ટફોન બજારમાં હાલ તો કંપનીનો શેર માત્ર 1 ટકા થી પણ ઓછો રહી ગયો છે.