Not Set/ UK માં PNB ની સાથે કરોડો રૂપિયાની છેતરપીંડીમાં પાંચ ભારતીય સામે નોંધાયો કેસ

પંજાબ નેશનલ બેંક (PNB)ની યુકેની સહાયક કંપની દ્વારા પાંચ ભારતીયો, એક અમેરિકી અને ત્રણ કંપનીઓ પર કેસ કરવામાં આવ્યો છે. જેમાં બેંક દ્વારા દાવો કરવામાં આવ્યો છે કે, આ લોકોએ બેંકને ભ્રમિત કરી કરોડો રૂપિયાની લોન લીધી છે. આ લોકોનું બેંક પર કુલ દેવું લગભગ 3.7 કરોડ અમેરિકી ડોલર એટલે કે 271 કરોડ રૂપિયા છે. […]

Top Stories India World Trending Business
In UK, the case against five Indians for multi-crore fraud of PNB

પંજાબ નેશનલ બેંક (PNB)ની યુકેની સહાયક કંપની દ્વારા પાંચ ભારતીયો, એક અમેરિકી અને ત્રણ કંપનીઓ પર કેસ કરવામાં આવ્યો છે. જેમાં બેંક દ્વારા દાવો કરવામાં આવ્યો છે કે, આ લોકોએ બેંકને ભ્રમિત કરી કરોડો રૂપિયાની લોન લીધી છે. આ લોકોનું બેંક પર કુલ દેવું લગભગ 3.7 કરોડ અમેરિકી ડોલર એટલે કે 271 કરોડ રૂપિયા છે.

પંજાબ નેશનલ બેંક દ્વારા હાઈકોર્ટમાં દાખલ કરવામાં આવેલી અરજીમાં બેંકે જણાવ્યું છે કે, પીએનબી (ઈન્ટરનેશનલ) લિમિટેડ, જેની યુકેમાં કુલ સાત શાખાઓ છે. તેની મુખ્ય કંપની પીએનબી છે, જે ખાનગી વ્યક્તિઓ અને કંપનીઓ પર કેસ દાખલ કરી રહ્યા છે, જેમણે લોન લેવા માટે ખોટા દસ્તાવેજ રજૂ કર્યા છે. બેંકના દાવા અનુસાર, આ લોન સાઉથ કેરોલિનામાં તેલ રિફાઇનિંગ યૂનિટ લગાવવા અને પવન ઉર્જા પ્રોજેક્ટ્સ વિકસિત કરવા અને તેને વેચવા માટે લેવામાં આવી હતી.

બેંક દ્વારા એવો દાવો પણ કરવામાં આવ્યો છે કે, લોન લેવા માટે ખોટી વધારી-ચઢાવીને બેલેન્સશીટ રજૂ કરવામાં આવી હતી. આ ઉપરાંત પ્રોજેક્ટ્સની સ્થિતિ અંગે પણ ખોટા આંકડાઓ રજૂ કરવામાં આવ્યા હતા. બેંકે પોતાના દાવામાં કહ્યું છે કે, નિર્દેશકો અને ગેરંટીદાતાઓ દ્વારા દાવેદારોને મની લોન્ડરિંગ કરવામાં આવ્યું છે. આ લોન તે યોજનાઓ માટે લેવામાં આવી હતી કે, જેમાં શરૂઆતથી જ છેતરપીંડી કરવામાં આવી હતી.

પીએનબીએ વધુમાં જણાવ્યું છે કે, તેમને 2011 અને 2014ની વચ્ચે આ રકમ આ લોકોને ડોલરોમાં અમેરિકાની રજિસ્ટ્રર ચાર કંપનીઓને આપવામાં આવી હતી. આ ચારેય કંપનીઓ અક્ષય ઉર્જાના ક્ષેત્રમાં કામ કરે છે. તેમના નામ સાઉથ ઈસ્ટર્ન પેટ્રોલિયમ એલએલસી (એસઈપીએલ), પેપ્સો બીમ યુએસએ, ત્રિશે વિન્ડ એન્ડ ત્રિશે રિસોર્સ છે.

એસઈપીએલ, અમેરિકામાં રિસાઇક્લિંગ પ્લાન્ટના ક્ષેત્રમાં કામ કરે છે. તેમણે બેંકની સાથે લગભગ 17 મિલિયન ડોલરનું ડિફૉલ્ટ કર્યું છે. તેમાંથી 10 મિલિયન પીએનબી અને 7 મિલિયન બેંક ઓફ બરોડાની રકમ છે. આ અંગે બેંકનું કહેવું છે કે, એસઇપીએલની પાસે અત્યારે ધનની કમી હોય શકે છે, જેના લીધે તેઓ પોતાનો વેપાર સમેટવામાં લાગેલા છે.

પેપ્સો બીમ ઈનવાયરમેન્ટલ સોલ્યુશન (ઓઇલ રીફાઇનિંગમાં ઉપયોગમાં થનાર સિસ્ટમ તૈયાર કરવામાં નિષ્ણાત)ની ચેન્નઈમાં ફેક્ટરી છે, આ ઉપરાંત અમેરિકાના વર્જીનિયામાં પણ તેનું એક યૂનિટ કાર્યરત છે. આ એસઇપીએલની 100 ટકા લાભકારી સ્વામી છે. પેપ્સો યુએસએએ 13 મિલિયન ડોલર (લગભગ 94 કરોડ 22 લાખ રૂપિયા)નું ડિફોલ્ટ કર્યો છે. PNB એ પોતાના દાવામાં કહ્યું છે કે, તે પેપ્સો બીમ યુએસએ અને પેપ્સો બીમ ઈન્ડિયા બન્ને પર કેસ કરી રહી છે.

બેંક તરફથી ચેન્નઈના રહેવાસી પેપ્સો બીમના નિદેશક એ. સુબ્રમણ્યમ અને તેમના ભાઇ ડાયરેક્ટર અનંતરામ શંકરના સિવાય યુએસ સબસિડીના સીઈઓ લ્યૂક સ્ટેનગલ પર પણ કેસ કરવામાં આવ્યો છે.