Not Set/ દુનિયાના સૌથી અમીર ૧૦ દેશોમાં શામેલ થયું ભારત, જુઓ આ યાદી

નવી દિલ્હી, છેલ્લા કેટલાક વર્ષોથી દુનિયામાં ચાલી રહેલા ભયંકર મંદીના દોર બાદ પણ ભારતે વિકાસના ક્ષેત્રે હરણફાળ ભરી છે. આજે ભારતની અર્થવ્યવસ્થાને વિશ્વની સૌથી મજબુત ગણવામાં આવી રહી છે. ત્યારે દુનિયાના સૌથી અમીર દેશોની એક યાદી જાહેર કરવામાં આવી છે જેમાં ઇન્ડિયાએ છઠ્ઠું સ્થાન પ્રાપ્ત કર્યું છે. અફ્રએશિયા બેંક ગ્લોબલ વેલ્થ માઈગ્રેશન રીવ્યુ દ્વારા આ […]

Business
curency દુનિયાના સૌથી અમીર ૧૦ દેશોમાં શામેલ થયું ભારત, જુઓ આ યાદી

નવી દિલ્હી,

છેલ્લા કેટલાક વર્ષોથી દુનિયામાં ચાલી રહેલા ભયંકર મંદીના દોર બાદ પણ ભારતે વિકાસના ક્ષેત્રે હરણફાળ ભરી છે. આજે ભારતની અર્થવ્યવસ્થાને વિશ્વની સૌથી મજબુત ગણવામાં આવી રહી છે. ત્યારે દુનિયાના સૌથી અમીર દેશોની એક યાદી જાહેર કરવામાં આવી છે જેમાં ઇન્ડિયાએ છઠ્ઠું સ્થાન પ્રાપ્ત કર્યું છે.

અફ્રએશિયા બેંક ગ્લોબલ વેલ્થ માઈગ્રેશન રીવ્યુ દ્વારા આ યાદી જાહેર કરવામાં આવી છે. જાહેર કરાયેલી મુજબ, આ લિસ્ટમાં એશિયાઈ દેશોની સાથે સાથે યુરોપના દેશો શામેલ છે.

why afrasia દુનિયાના સૌથી અમીર ૧૦ દેશોમાં શામેલ થયું ભારત, જુઓ આ યાદી

અફ્રએશિયા બેંક ગ્લોબલ વેલ્થ માઈગ્રેશન રીવ્યુ દ્વારા જાહેર કરાયેલી યાદીમાં અમેરિકા ૬૨૫૮૪ અબજ ડોલર સાથે પ્રથમ ક્રમાંકે છે. જયારે ૨૪,૮૦૩ અબજ ડોલર સાથે ચીન બીજા અને જાપાન ત્રીજા સ્થાને આવ્યું છે. જાપાનની કુલ સંપત્તિ ૧૯,૫૨૨ અબજ ડોલર છે.

india 2 દુનિયાના સૌથી અમીર ૧૦ દેશોમાં શામેલ થયું ભારત, જુઓ આ યાદી

આ રિપોર્ટમાં ભારતને છઠ્ઠા સ્થાન પર રાખવામાં આવ્યું છે અને તેની કુલ સંપત્તિ ૮૨૩૦ અબજ ડોલર બતાવવામાં આવી છે.

આ રિપોર્ટમાં દુનિયાના અમીર દેશોની કુલ સંપત્તિમાં તેઓની પ્રોપર્ટી, કેશ , શેર તેમજ બિઝનેશને પણ શામેલ કરવામાં આવ્યું છે.

દુનિયાના ૧૦ સૌથી અમીર દેશોમાં બ્રિટન ૯૯૧૯ અબજ ડોલર સાથે ચોથા, જર્મની ૯૬૬૦ અબજ ડોલર સાથે પાંચમા, ફ્રાંસ ૬૬૪૯ અબજ ડોલર સાથે સાતમાં, કેનેડા ૬૩૯૩ અબજ ડોલર સાથે આઠમા, ઓસ્ટ્રેલિયા ૬૧૪૨ અબજ ડોલર સાથે નવમાં અને ઇટલી ૪૨૭૬ અબજ ડોલર સાથે દસમાં સ્થાને આવ્યું છે.

આ રિપોર્ટના જણાવ્યા અનુસાર, વર્ષ ૨૦૨૭ સુધી ભારત બ્રિટન અને જર્મનીને પછાડી વિશ્વનો ચોથો સૌથી અમીર દેશ બની જશે.

જયારે આવનારા દાયકામાં ચીનની કુલ સંપત્તિ ૬૯૪૪૯ મિલિયન ડોલર સુધી પંહોચી શકે છે જયારે દુનિયાના સૌથી અમીર દેશ અમેરિકાની સંપત્તિ ૭૫૧૦૧ બિલિયન ડોલર સુધી પહોચવાની આશા છે.