Not Set/ ટેલિકોમ ક્ષેત્રે જિયોને ભરી મોટી હરણફાળ, IDEAને પછાળી બની દેશની ત્રીજા નંબરની સૌથી મોટી કંપની

કલકત્તા, ૧૯ મહિના અગાઉ ચાલુ કરવામાં આવેલી રિલાયન્સ જિયો ઇન્ફોકોમ કંપની દેશની ત્રીજા નંબરની સૌથી મોટી ટેલિકોમ કંપની બની જઈ છે. જિઓએ રેવેન્યુ માર્કેટના મામલે અગ્રણી કંપની આઈડિયા સેલ્યુલરને પાછળ છોડી છે અને હવે તે વોડાફોન ઇન્ડિયાની પણ નજીક પહોચતી જોવા મળી રહી છે. TRAI (ટેલિકોમ રેગ્યુલેટરી ઓથોરિટી ઓફ ઇન્ડિયા) દ્વારા ફાઇનાન્સિયલ ડેટા જાહેર કરવામાં […]

Trending Business
642718 137001206214639480103213878948567795338153n ટેલિકોમ ક્ષેત્રે જિયોને ભરી મોટી હરણફાળ, IDEAને પછાળી બની દેશની ત્રીજા નંબરની સૌથી મોટી કંપની

કલકત્તા,

૧૯ મહિના અગાઉ ચાલુ કરવામાં આવેલી રિલાયન્સ જિયો ઇન્ફોકોમ કંપની દેશની ત્રીજા નંબરની સૌથી મોટી ટેલિકોમ કંપની બની જઈ છે. જિઓએ રેવેન્યુ માર્કેટના મામલે અગ્રણી કંપની આઈડિયા સેલ્યુલરને પાછળ છોડી છે અને હવે તે વોડાફોન ઇન્ડિયાની પણ નજીક પહોચતી જોવા મળી રહી છે.

TRAI (ટેલિકોમ રેગ્યુલેટરી ઓથોરિટી ઓફ ઇન્ડિયા) દ્વારા ફાઇનાન્સિયલ ડેટા જાહેર કરવામાં આવ્યા છે. ટ્રાઈના આ ડેટા મુજબ, દેશના સૌથી અમીર વ્યક્તિ મુકેશ અંબાણીના નેતૃત્વ હેઠળ આજથી ૧૯ મહિના પહેલા ચાલુ કરવામાં આવેલી જિયોનો રેવેન્યુ માર્કેટ શેર માર્ચના અંત સુધીમાં ૨૦ ટકા સુધી પહોચ્યા છે.

idea cellular ટેલિકોમ ક્ષેત્રે જિયોને ભરી મોટી હરણફાળ, IDEAને પછાળી બની દેશની ત્રીજા નંબરની સૌથી મોટી કંપની

જયારે દેશની અગ્રણી ટેલિકોમ કંપની ભારતી એરટેલનો RMS ૩૨ ટકા છે, અને તે પ્રથમ ક્રમાંકે છે. ત્યારબાદ બીજા નંબરે વોડાફોન ઇન્ડિયા ૨૧ ટકા સાથે બીજા અને આઈડિયા રેવેન્યુ માર્કેટ શેર ૧૬.૫ ટકા સાથે ચોથા ક્રમાંકે છે.

airtel new logo ver ટેલિકોમ ક્ષેત્રે જિયોને ભરી મોટી હરણફાળ, IDEAને પછાળી બની દેશની ત્રીજા નંબરની સૌથી મોટી કંપની

ટેલિકોમ ક્ષેત્રે પ્રથમ સ્થાન પર રહેલી ભારતી એરટેલને તાતા ટેલિસર્વિસ સાથે ઇન્ટ્રા-સર્કલ રોમિંગ પેક્ટ કરવાથી વધુ ફાયદો થયો છે.

અત્રે ઉલ્લેખનીય છે કે, આ મહિને આઈડિયા અને વોડાફોન ઇન્ડિયાનું મર્જર પૂરું થશે, ત્યારે ૬૩,૦૦૦ કરોડ રૂપિયાની આવકવાળી કંપની બનશે. આ કંપની પાસે અંદાજે ૪૩ કરોડ ગ્રાહકો હશે.

બીજી બાજુ આઈડિયા અને વોડાફોન ઇન્ડિયાનું મર્જર થયા બાદ ૩૭.૫ % RMS સાથે દેશની સૌથી મોટી યુઝર બેસવાળી ટેલિકોમ કંપની બનશે. ત્યારબાદ એરટેલ અને જિયોનો નંબર આવશે.

ફિલિપ કેપિટલના ટેલિકોમ એનાલિસ્ટ નવિન કુલકર્ણીએ જણાવ્યું, “જિયોની આ જોરદાર RMS ગ્રોથને જોતા તે આગામી સમયમાં હાલમાં નંબર ૨ પર રહેલી વોડાફોન ઇન્ડિયાને નાણાકીય વર્ષ ૨૦૧૯ પહેલા કવાટર્સમાં પાછળ છોડી શકે છે.