Not Set/ માત્ર ૫૯ મિનિટમાં જ આ રીતે મેળવો ૧ કરોડ રૂપિયાની લોન, જાણો, સમગ્ર પ્રોસેસ માત્ર એક ક્લિક પર

નવી દિલ્હી, કેન્દ્રની મોદી સરકાર દ્વારા સુક્ષ્મ, લઘુ અને મધ્યમ શ્રેણીના વેપારીઓને પ્રોત્સાહન આપવાના હેતુથી લોનને લઈ નવી સુવિધાઓ શરૂ કરવામાં આવી છે. આ સુવિધાઓ હેઠળ દેશના નાના વેપારીઓને ૧ કરોડ રૂપિયા સુધીની લોન માત્ર ૫૯ મિનિટમાં જ મળી જશે. કેન્દ્ર સરકારના આ મહત્વના નિર્ણય બાદ હવે GST રજિસ્ટર્ડ દરેક MSMEને એક કરોડ રૂપિયા સુધીની […]

Top Stories Trending Business
modi pti માત્ર ૫૯ મિનિટમાં જ આ રીતે મેળવો ૧ કરોડ રૂપિયાની લોન, જાણો, સમગ્ર પ્રોસેસ માત્ર એક ક્લિક પર

નવી દિલ્હી,

કેન્દ્રની મોદી સરકાર દ્વારા સુક્ષ્મ, લઘુ અને મધ્યમ શ્રેણીના વેપારીઓને પ્રોત્સાહન આપવાના હેતુથી લોનને લઈ નવી સુવિધાઓ શરૂ કરવામાં આવી છે. આ સુવિધાઓ હેઠળ દેશના નાના વેપારીઓને ૧ કરોડ રૂપિયા સુધીની લોન માત્ર ૫૯ મિનિટમાં જ મળી જશે.

કેન્દ્ર સરકારના આ મહત્વના નિર્ણય બાદ હવે GST રજિસ્ટર્ડ દરેક MSMEને એક કરોડ રૂપિયા સુધીની નવી લોન અથવા ઈન્ક્રીમેન્ટલ લોનની રકમ પર વ્યાજમાં ટકા છૂટ આપવામાં આવશે.

dc Cover 652ovhkibhg82kh6on274ihkn1 20180303163645.Medi 2 માત્ર ૫૯ મિનિટમાં જ આ રીતે મેળવો ૧ કરોડ રૂપિયાની લોન, જાણો, સમગ્ર પ્રોસેસ માત્ર એક ક્લિક પર
business-know-process-loans-rs-1-crore-msmes-just-59-minutes

MSME સેક્ટરના વેપારીઓ મોદી સરકારની આ ખાસ સુવિધાઓનો ફાયદો ઉઠાવવા માંગે છે તો આ રીતે એપ્લાઇ કરી શકો છો :

નાણા સચિવના ટ્વિટર એકાઉન્ટમાં આપવામાં આવેલી જાણકારી મુજબ, લોન લેવા માટે સૌપ્રથમ https://www.psbloansin59minutes.com/signup વેબસાઈટ પર જઈને એપ્લાઇ કરવાનું રહેશે.

એપ્લાઇ કરતા સમયે અહીં આવેદનકર્તાનું નામ, ઈમેલ આઈડી, ફોન નંબર ભરીને OTP જનરેટ કરવાનો રહેશે. OTP એન્ટર કર્યા બાદ આગળનો પ્રોસેસ કરવો પડશે.

લોન લેવા માટે આ ડોકયુમેન્ટ છે જરૂરી

190408 MSME Loan માત્ર ૫૯ મિનિટમાં જ આ રીતે મેળવો ૧ કરોડ રૂપિયાની લોન, જાણો, સમગ્ર પ્રોસેસ માત્ર એક ક્લિક પર
business-know-process-loans-rs-1-crore-msmes-just-59-minutes

૧. GST આઇડેન્ટિફિકેશન નંબર, GST યુઝર આઈડી તેમજ પાસવર્ડ

૨. ઇન્કમટેક્ષ ઈ-ફાઈલિંગ પાસવર્ડ, ડેટ ઓફ ઇનકોર્પોરેશન અથવા તો બર્થ તેમજ છેલ્લા ત્રણ વર્ષનું ITR ()ઇન્કમટેક્ષ રિટર્ન) XML ફોર્મેટમાં

૩. કરંટ એકાઉન્ટ : નેટ બેન્કિંગમાં ઉપયોગ થઇ શકે એવા યુઝરનેમ, પાસવર્ડ તેમજ છેલ્લા ૬ મહિનાના બેંક સ્ટેટમેન્ટ PDF

૪. ડાયરેક્ટર, પાર્ટનર, પ્રોપરાઈટર વિગત : બેસિક, પર્સનલ, KYC, શિક્ષણની વિગત અને કંપનીની ઓનરશિપ વિગત

૫. લોનનું આવેદન મંજૂર થયા બાદ કન્વિનીયંસ ફી ૧૦૦૦ + GST

મળી જશે લોન :

kaise milega 1 crore tak ka business loan applications ki puri process માત્ર ૫૯ મિનિટમાં જ આ રીતે મેળવો ૧ કરોડ રૂપિયાની લોન, જાણો, સમગ્ર પ્રોસેસ માત્ર એક ક્લિક પર
business-know-process-loans-rs-1-crore-msmes-just-59-minutes

આવેદનકર્તા દ્વારા લોન માટે જરૂરી દસ્તાવેજ અપલોડ કર્યા બાદ બેંક, મંત્રાલય, ઇન્કમટેક્ષ ડીપાર્ટમેન્ટ તેની તપાસ કરશે. જો જમા કરાયેલા દસ્તાવેજ યોગ્ય સાબિત થયા તો લોનની રાશિ તમારા એકાઉન્ટમાં જમા થશે.

આ બેંકો આપશે લોન ?

મોદી સરકાર દ્વારા મળનારી આ લોન SIDBI, સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયા, બેંક ઓફ બરોડા, પંજાબ નેશનલ બેંક, ઇન્ડિયન બેંક અને વિજયા બેંકમાંથી મળી શકશે.