Not Set/ દેશની જનતા માટે આવ્યા સારા સમાચાર, ડોમેસ્ટિક LPG ગેસમાં થયો આટલા રૂપિયાનો ઘટાડો

નવી દિલ્હી, છેલ્લા કેટલાક સમયથી મોંઘવારીનો માર જીલી રહેલી દેશની સામાન્ય જનતા માટે મોદી સરકાર તરફથી સારા સમાચાર આવી રહ્યા છે. આંતરરાષ્ટ્રીય બજારમાં ઇંધણમાં ભાવમાં થયેલા ઘટાડાના કારણે સબસીડી વાળા LPG ગેસના સીલીન્ડરમાં ૬.૫૨ રૂપિયાનો ઘટાડો થયો છે. જયારે સબસીડી વગરના LPG સીલીન્ડરના ભાવમાં ૧૩૩ રૂપિયાનો ઘટાડો થયો છે. ઇન્ડિયન ઓઈલ કોર્પોરેશનના જણાવ્યા મુજબ, સબસીડીવાળા […]

Top Stories Trending Business
lpg4 kavC દેશની જનતા માટે આવ્યા સારા સમાચાર, ડોમેસ્ટિક LPG ગેસમાં થયો આટલા રૂપિયાનો ઘટાડો

નવી દિલ્હી,

છેલ્લા કેટલાક સમયથી મોંઘવારીનો માર જીલી રહેલી દેશની સામાન્ય જનતા માટે મોદી સરકાર તરફથી સારા સમાચાર આવી રહ્યા છે. આંતરરાષ્ટ્રીય બજારમાં ઇંધણમાં ભાવમાં થયેલા ઘટાડાના કારણે સબસીડી વાળા LPG ગેસના સીલીન્ડરમાં ૬.૫૨ રૂપિયાનો ઘટાડો થયો છે.

જયારે સબસીડી વગરના LPG સીલીન્ડરના ભાવમાં ૧૩૩ રૂપિયાનો ઘટાડો થયો છે.

lpg cylinder rate के लिए इमेज परिणाम

ઇન્ડિયન ઓઈલ કોર્પોરેશનના જણાવ્યા મુજબ, સબસીડીવાળા ગેસના ૧૪.૨ KGના સીલીન્ડરમાં NCR માં ૫૦૦.૯૦ રૂપિયા ચુકવવા પડશે. આ કિંમતો શનિવારથી જ અમલી બનાવી દેવામાં આવી છે.

અત્રે ઉલ્લેખનીય છે કે, આ પહેલા ગ્રાહકોને ૫૦૭.૪૨ રૂપિયા ચુકવવા પડતા હતા.

બીજી બાજુ LPGના ભાવમાં થયેલો આ ઘટાડો જૂન મહિના બાદ સતત છ મહિના સુધી કરાયેલા વધારા બાદ થયો છે. જૂન મહિના બાદ LPGમાં ૧૪.૧૩ રૂપિયાનો વધારો કરવામાં આવ્યો છે.