Not Set/ અહીં જાણો માર્કેટની નજરમાં હવે કોણ છે શોપિંગના શહેનશાહ

ડ્યુઅલ ઈન્ક્મ, નો કિડ્સ…. મતલબ બેગણી કમાણી પરંતુ બાળકો વગર શહેરોમાં રહેતા પૈસાદાર સિંગલ અર્બનાઇટ્સ મતલબ એકલું જીવન જીવતા શહેરી પૈસાદાર હવે નવા, મોટા ગ્રાહક બનીને ઉભરી રહ્યા છે. જીવનશૈલીમાં સામાન્ય માણસથી અલગ અને વિશેષ સુવિધાની પરિભાષા બનાવી રહેલા આવા લોકોની સંખ્યા વધી રહી છે. 28 થી 42 વર્ષની ઉંમરમાં એકાંકી જીવન જીવતા શહેરી પૈસાદાર ની […]

Top Stories India Business
youth serve c4f31912 aca9 11e7 b6fd 382ae8cf2ee4 અહીં જાણો માર્કેટની નજરમાં હવે કોણ છે શોપિંગના શહેનશાહ

ડ્યુઅલ ઈન્ક્મ, નો કિડ્સ…. મતલબ બેગણી કમાણી પરંતુ બાળકો વગર શહેરોમાં રહેતા પૈસાદાર સિંગલ અર્બનાઇટ્સ મતલબ એકલું જીવન જીવતા શહેરી પૈસાદાર હવે નવા, મોટા ગ્રાહક બનીને ઉભરી રહ્યા છે. જીવનશૈલીમાં સામાન્ય માણસથી અલગ અને વિશેષ સુવિધાની પરિભાષા બનાવી રહેલા આવા લોકોની સંખ્યા વધી રહી છે. 28 થી 42 વર્ષની ઉંમરમાં એકાંકી જીવન જીવતા શહેરી પૈસાદાર ની સંખ્યા હાલ, ભારતની કુલ જનસંખ્યાના 1 ટકા મતલબ કે 13 લાખ છે. શ્રેષ્ઠ જીવનશૈલી અને 50 હજાર પ્રતિ માસની સીમાથી વધારે કમાણી અને ખર્ચ કરવાની અધિક ક્ષમતાના કારણે બજાર એમને સુપર કન્ઝ્યુમર્સ કહે છે.

266a e1534765798652 અહીં જાણો માર્કેટની નજરમાં હવે કોણ છે શોપિંગના શહેનશાહ

આ સુપર કન્ઝ્યુમર્સ જીવન જીવવાના પ્રકારોમાં પરિજનોથી દૂર રહેવાનું, રસોડામાં ખાવા-પીવાની વસ્તુઓની ભરમાર રાખવી, હાઈટેક ગેજેટ્સ રાખવા વગેરે સામેલ છે. જે આવા લોકોને બજાર માટે મહત્વપૂર્ણ કન્ઝ્યુમર બેઝ બનાવે છે. એક સર્વેના જણાવ્યા મુજબ 2007 થી 2017 વચ્ચે એકાંકી જીવન જીવતા લોકોની સંખ્યામાં 35 ટકાનો વધારો થયો છે. આવું મુખ્યત્વે શહેરી ક્ષેત્રોમાં જોવા મળે છે.

આવું એટલા માટે થઇ રહ્યું છે કારણ કે નવયુવાનો નોકરીઓ માટે મોટા શહેરો તરફ વળી રહ્યા છે. એમના પર કોઈ પારિવારિક દાયિત્વ નથી હોતું. એટલે એમને કમાણી ની રકમ મન પડે તેમ ખર્ચ કરવાની આઝાદી હોય છે. જોખમ ઉઠાવવાની પ્રવૃત્તિ અને બિન પારંપરિક વસ્તુઓ અપનાવવાની ઘેલછાના કારણે તેઓ પૈસાદાર જેવી જિંદગી જીવે છે.

Just hanging out with friends e1534765927410 અહીં જાણો માર્કેટની નજરમાં હવે કોણ છે શોપિંગના શહેનશાહ

આવા લોકો વધારે સમય સુધી કામ કરે છે અને કરિયર તેમજ પૈસાને સૌથી ઉપર રાખે છે. જયારે લગ્ન વગેરે મામલાઓ પાછળ રહી જાય છે. સર્વેમાં એક દિલચસ્પ વાત એ સામે આવી કે આ લોકો ખાવાનું બનાવવું, લોકોને હળવું-મળવું, રમત-ગમત વગેરેમાં વધારે રસ લઇ રહ્યા છે. તેઓ સ્વાસ્થ્ય પ્રત્યે પણ સચેત રહે છે.