Not Set/ પેટ્રોલ-ડીઝલમાં લોકોને રાહત મળવાના અણસાર નહિવત્, આગામી દિવસોમાં ૮૭ રૂ. સુધી પહોંચી શકે છે ભાવ

નવી દિલ્હી, કર્ણાટક વિધાનસભાની ૨૨૨ બેઠકો પર યોજાયેલી ચૂંટણી સમાપ્ત થયા બાદ સતત પેટ્રોલ અને ડીઝલમાં ભાવવધારો ઝીકવામાં આવી રહ્યો છે. તેલ કંપનીઓ દ્વારા અનેક વાર ભાવવધારો કરવામાં આવી ચુક્યો છે ત્યારે શુક્રવારે પણ પેટ્રોલ અને ડીઝલની કિંમતમાં વધારો થયો છે. પરંતુ હજી પણ આગામી દિવસોમાં પેટ્રોલ અને ડીઝલની કિંમતમાં દેશની સામાન્ય જનતાને રાહત મળવાના […]

Trending Business
petrol price hike પેટ્રોલ-ડીઝલમાં લોકોને રાહત મળવાના અણસાર નહિવત્, આગામી દિવસોમાં ૮૭ રૂ. સુધી પહોંચી શકે છે ભાવ

નવી દિલ્હી,

કર્ણાટક વિધાનસભાની ૨૨૨ બેઠકો પર યોજાયેલી ચૂંટણી સમાપ્ત થયા બાદ સતત પેટ્રોલ અને ડીઝલમાં ભાવવધારો ઝીકવામાં આવી રહ્યો છે. તેલ કંપનીઓ દ્વારા અનેક વાર ભાવવધારો કરવામાં આવી ચુક્યો છે ત્યારે શુક્રવારે પણ પેટ્રોલ અને ડીઝલની કિંમતમાં વધારો થયો છે.

પરંતુ હજી પણ આગામી દિવસોમાં પેટ્રોલ અને ડીઝલની કિંમતમાં દેશની સામાન્ય જનતાને રાહત મળવાના અણસાર નહિવત્ જણાઈ રહ્યા છે. સૂત્રો દ્વારા પ્રાપ્ત માહિતી અનુસાર, આવનારા દિવસોમાં પેટ્રોલની આ કિંમતમાં ૪.૬ રૂપિયાનો હજી પણ વધારો થઇ શકે છે.

બીજી બાજુ રાજધાની દિલ્હીમાં ડીઝલના ભાવ ૭૦ રૂપિયા પાર કરીને એર રેકોર્ડ સ્તર પર પહોચી ચુકી છે. જયારે પેટ્રોલની કિંમત પણ રેકોર્ડ સ્તર પર પહોચવાના આંકડાથી થોડાક જ પૈસા દૂર છે.

ફર્મના જણાવ્યા અનુસાર, તેલ કંપનીઓ દ્વારા કર્ણાટકમાં યોજાયેલી ચૂંટણી દરમિયાન પેટ્રોલ અને ડીઝલની કિંમતોમાં કોઈ ફરેફાર કરવામાં આવ્યો ન હતો. અંદાજે ૧૯ દિવસ સુધી પેટ્રોલ અને ડીઝલની કિંમત સ્થિર રાખવામાં આવી હતી. આ કારણે માનવામાં આવી રહ્યું છે કે, તેલ કંપનીઓ પેટ્રોલની કિંમતમાં ૬.૨ ટકા એટલે કે ૪.૬ રૂપિયા સુધીનો વધારો કરી શકે છે. જયારે ડીઝલની કિંમતમાં ૫.૮ ટકા એટલે કે ૩.૮ રૂપિયાનો વધારો કરવામાં આવી શકે છે.

કોટક ઇન્સ્ટિટ્યુશનલ ઇક્વિટીઝ દ્વારા લગાવવામાં આવેલા એક અનુમાન મુજબ, પેટ્રોલની કિંમત આર્થિક રાજધાની મુંબઈમાં ૮૭ રૂપિયા સુધી પહોચી શકે છે. શુક્રવારે જ થયેલા ભાવવધારા બાદ એક લીટર પેટ્રોલનો ભાવ ૮૩ રૂપિયા સુધી પહોચી ચુક્યો છે.

શા કારણે વધી રહી છે પેટ્રોલ – ડીઝલની કિંમત

પેટ્રોલ અને ડીઝલની કિંમતમાં થઇ રહેલા ભાવવધારા માટે આંતરરાષ્ટ્રીય સ્તર પર ક્રુડ ઓઈલની કિંમતને પણ ગણવામાં આવી રહ્યું છે. કારણ કે આંતરરાષ્ટ્રીય સ્તર પર ક્રુડ ઓઈલ છેલ્લા ચાર વર્ષમાં સૌથી વધુ મોઘું થઇ ગયું છે.

ગુરુવારે જ ક્રુડ ઓઈલની કિંમત પ્રતિ બેરલ ૮૦ ડોલર સુધી પહોચી ચુકી છે. આ માટે ઈરાન તરફથી ક્રુડ ઓઈલની કરવામાં આવતી આપૂર્તિના ઘટાડાને પણ જવાબદાર ગણવામાં આવી રહ્યું છે.

હાલત હજી થઇ શકે છે ખરાબ

અમેરિકા દ્વારા ઈરાન પરમાણું કરારમાંથી ખસી ગયા બાદ ઈરાન તરફથી ક્રુડ ઓઈલની કરવામાં આવતી આપૂર્તિમાં ઘટાડો થઇ શકે છે. ત્યારે આગામી દિવસોમાં લોકોને આ કિંમતમાં ઘટાડો થવાના અણસાર નહિવત જ જણાઈ રહ્યા છે.