Not Set/ પેટ્રોલ – ડીઝલમાં થઇ રહેલો ભડકો યથાવત, દિલ્હીમાં પેટ્રોલ પહોચ્યું ૮૪ રૂ. સુધી

નવી દિલ્હી, આંતરરાષ્ટ્રીય માર્કેટમાં જોવા મળી રહેલી ઉથલ પાથલ અને અમેરિકી ડોલરની સામે ભારતીય રૂપિયામાં થઇ રહેલા સતત ઘટાડાને કારણે શુક્રવારે પણ પેટ્રોલ અને ડીઝલની કિંમતોમાં થઇ રહેલો ભડકો યથાવત રહ્યો છે. રાજધાની દિલ્હીમાં એક લીટર પેટ્રોલમાં થયેલી ૧૫ પૈસાની વૃદ્ધિ બાદ ૮૪ રૂપિયા જયારે ડીઝલમાં થયેલી ૨૦ પૈસાની વૃદ્ધિ બાદ ૭૫.૪૫ રૂપિયે પ્રતિ લીટર તેમજ મુંબઈમાં પેટ્રોલના ભાવમાં ૧૪ […]

Trending Business
pic પેટ્રોલ – ડીઝલમાં થઇ રહેલો ભડકો યથાવત, દિલ્હીમાં પેટ્રોલ પહોચ્યું ૮૪ રૂ. સુધી

નવી દિલ્હી,

આંતરરાષ્ટ્રીય માર્કેટમાં જોવા મળી રહેલી ઉથલ પાથલ અને અમેરિકી ડોલરની સામે ભારતીય રૂપિયામાં થઇ રહેલા સતત ઘટાડાને કારણે શુક્રવારે પણ પેટ્રોલ અને ડીઝલની કિંમતોમાં થઇ રહેલો ભડકો યથાવત રહ્યો છે.

રાજધાની દિલ્હીમાં એક લીટર પેટ્રોલમાં થયેલી ૧૫ પૈસાની વૃદ્ધિ બાદ ૮૪ રૂપિયા જયારે ડીઝલમાં થયેલી ૨૦ પૈસાની વૃદ્ધિ બાદ ૭૫.૪૫ રૂપિયે પ્રતિ લીટર તેમજ મુંબઈમાં પેટ્રોલના ભાવમાં ૧૪ પૈસાના થયેલા  બાદ ૯૧.૩૪ રૂપિયાના રેકોર્ડ સ્તર પર પહોચ્યું છે, ડીઝલમાં ૨૧ પૈસાના વધારા સાથે ૮૦.૧૦ રૂપિયે પ્રતિ લીટરના ભાવે વેચાઈ રહ્યું છે.

725090 petrol પેટ્રોલ – ડીઝલમાં થઇ રહેલો ભડકો યથાવત, દિલ્હીમાં પેટ્રોલ પહોચ્યું ૮૪ રૂ. સુધી
business-petrol-diesel-price-today-crude-oil-rupee-fall-delhi-international-market

છેલ્લા છ દિવસમાં જોવામાં આવે તો દિલ્હીમાં પેટ્રોલની કિંમતમાં આશરે એક રુપિયાનો વધારો નોંધાયો છે.

આ ઉપરાંત કોલક્ત્તામાં એક લીટર પેટ્રોલ ૮૫.૮૦ તેમજ ડીઝલ ૭૭.૩૦ રૂપિયા જયારે ચેન્નઈમાં પેટ્રોલ ૮૭.૩૩ રૂપિયા અને ડીઝલ ૭૯.૭૯ રૂપિયા પ્રતિ લીટરના ભાવે મળી રહ્યું છે.

બીજી બાજુ પહેલેથી મોંઘવારીનો માર જીલી રહેલી સામાન્ય  જનતાને દિવસેને દિવસે વધુ મુશ્કેલીમાં મુકાતી જાય છે.

ક્રુડ ઓઈલમાં થઇ રહેલા ભાવવધારા અંગે કેન્દ્ર સરકાર દ્વારા હજી સુધી કોઈ પ્રતિક્રિયા કે કોઈ પગલા લેવામાં આવી રહ્યા નથી, ત્યારે સરકાર સામે પણ અનેક સવાલો ઉભા થઇ રહ્યા છે.

એક બાજુ જ્યાં કેન્દ્ર સરકાર દ્વારા રાજ્યોની સરકારોને વેટ ઘટાડવા માટે હાકલ કરવામાં આવી છે, ત્યારે રાજ્ય સરકારો પણ ઓઈલ પર ઝીકવામાં આવી રહેલા વેટમાં ઘટાડો કરવા માટે તૈયાર નથી.

આ ઉપરાંત અમેરિકી ડોલરની સામે ભારતીય રૂપિયો રેકોર્ડ સ્તર પર પહોંચી ગયો છે. શુક્રવારે ૧ ડોલરની કિંમત ૭૩.૬૨ રૂપિયા સુધી પહોંચી ગઈ છે.

એક મહિલાએ હાઈકોર્ટમાં કરી હતી PIL

મહત્વનુ છે કે, પેટ્રોલ-ડીઝલની વધતી કિંમતોથી પરેશાન થઈને એક મહિલાએ થોડા દિવસો અગાઉ દિલ્હી હાઈકોર્ટમાં પીઆઈએલ પણ દાખલ કરી હતી. આ અરજી મુખ્ય ન્યાયાધિશ રાજેન્દ્ર મેનન અને ન્યાયમૂર્તિ વીકે રાવની ખંડપીઠ સમક્ષ કરવામાં આવી હતી.