Not Set/ ડોલરના મુકાબલામાં રૂપિયામાં થયો ઐતિહાસિક ઘટાડો, ૬૯.૪૯ રૂપિયાનો થયો ૧ ડોલર

નવી દિલ્હી, છેલ્લા કેટલાક સમયથી ડોલરમાં સતત આવી રહેલી મજબૂતી અને કાચા તેલની કિંમતોમાં જોવા મળી રહેલી ઉથલ-પાથલના કારણે શેરબજારની શરૂઆતમાં જ રૂપિયામાં ઐતિહાસિક ઘટાડો થયો છે. ડોલરના મુકાબલામાં રૂપિયામાં સોમવારે ૬૬ પૈસાનો ઘટાડો થવાની સાથે જ ભારતીય રૂપિયો ૬૯.૪૯ના રેકોર્ડ સ્તર પર પહોચ્યો છે. શેરબજારમાં શરૂઆતની સાથે જ રૂપિયામાં થયેલો આ ઘટાડો અત્યારસુધીનો સૌથી […]

Top Stories Trending Business
rupee vs dollar ડોલરના મુકાબલામાં રૂપિયામાં થયો ઐતિહાસિક ઘટાડો, ૬૯.૪૯ રૂપિયાનો થયો ૧ ડોલર

નવી દિલ્હી,

છેલ્લા કેટલાક સમયથી ડોલરમાં સતત આવી રહેલી મજબૂતી અને કાચા તેલની કિંમતોમાં જોવા મળી રહેલી ઉથલ-પાથલના કારણે શેરબજારની શરૂઆતમાં જ રૂપિયામાં ઐતિહાસિક ઘટાડો થયો છે. ડોલરના મુકાબલામાં રૂપિયામાં સોમવારે ૬૬ પૈસાનો ઘટાડો થવાની સાથે જ ભારતીય રૂપિયો ૬૯.૪૯ના રેકોર્ડ સ્તર પર પહોચ્યો છે.

શેરબજારમાં શરૂઆતની સાથે જ રૂપિયામાં થયેલો આ ઘટાડો અત્યારસુધીનો સૌથી મોટો ઘટાડો છે. આ પહેલા શુક્રવારે ડોલરના મુકાબલામાં ભારતીય રૂપિયો ૬૮.૮૩ના સ્તર પર બંધ થયો હતો. અત્રે ઉલ્લેખનીય છે કે, વિશેષજ્ઞો દ્વારા આ પહેલા જ સંભાવના જતાવવામાં આવી હતી કે, ૧ ડોલરની સામે રૂપિયો ૭૦ના લેવલ સુધી પહોંચી શકે છે.

rupee falling 660 050818112538 ડોલરના મુકાબલામાં રૂપિયામાં થયો ઐતિહાસિક ઘટાડો, ૬૯.૪૯ રૂપિયાનો થયો ૧ ડોલર

આ પહેલા ગત ૧૯ જુલાઈના રોજ સૌથી મોટો ઘટાડો જોવા મળ્યો હતો. આ દરમિયાન રૂપિયાએ પહેલીવાર ૬૯નો આંકડા સુધી પહોચ્યો હતો.

વિશેષજ્ઞો દ્વારા પહેલેથી જ આશંકા જતાવવામાં આવી છે કે, રૂપિયામાં દબાણ બની રહેશે. તેઓના જણાવ્યા અનુસાર, ડોલરમાં સતત આવી રહેલી મજબૂતી, કાચા તેલની કિંમતોમાં જોવા મળી રહેલી ઉથલ-પાથલ અને વિદેશી રોકાણમાં આવી રહેલો ઘટાડો આ માટે જવાબદાર છે.

બીજી બાજુ બેંકર્સ દ્વારા આશંકા વ્યક્ત કરાઈ રહી છે કે, જો રૂપિયો  ૭૦ના સ્તર સુધી પહોચી જાય છે તો RBI (રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા) માટે આ સ્થિતિમાંથી બહાર આવવું મુશ્કેલીભર્યું બની શકે છે.