Not Set/ રાજકોટમાંથી નકલી દૂધનો કારોબાર ઝડપાયો, 10 હજાર લિટર દૂધ દરરોજ ઘુસાડવાનું સામે આવ્યું

અંદાજિત 10 હજાર લિટર દરરોજનું નકલી દૂધ ઘૂસાડવાનું સામે આવ્યું છે. રાજકોટના ઉપલેટાના ઢાંક વિસ્તારમાંથી દરરોજ દસ હજાર લિટર દૂધ ઠલવાતું હોવાનું સામે આવ્યું છે.

Top Stories Gujarat Rajkot
રાજકોટ

આપણે બાળકોને હંમેશા દૂધ પીવડાવવાનો આગ્રહ રાખીએ છીએ. પરંતુ આ હેલ્ધી દૂધમાંજ જો મિલાવટ હોય તો તે આપના સ્વાસ્થ્ય માટે ઝેર સમાન સાબિત થઇ શકે છે. ત્યારે વધુ એકવાર નકલી દૂધ બનાવવાનું કૌભાંડ સામે આવ્યું છે.

  • ઉપલેટાના ઢાંક વિસ્તારમાં ઠલવાતું હતું દૂધ
  • નકલી દુધ બનાવનાર વિજય સકંજામા

રાજકોટમાંથી નકલી દૂધનો કાળો કારોબાર ઝડપાયો છે. અહીં અંદાજિત 10 હજાર લિટર દરરોજનું નકલી દૂધ ઘૂસાડવાનું સામે આવ્યું છે. રાજકોટના ઉપલેટાના ઢાંક વિસ્તારમાંથી દરરોજ દસ હજાર લિટર દૂધ ઠલવાતું હોવાનું સામે આવ્યું છે.

ભચાઉ 9 રાજકોટમાંથી નકલી દૂધનો કારોબાર ઝડપાયો, 10 હજાર લિટર દૂધ દરરોજ ઘુસાડવાનું સામે આવ્યું

આ મામલે પોલીસે દૂધ બનાવનાર વિજયને બોલાવ્યો હતો. જોકે તે આવ્યો ન હતો.  મનપાની ફૂડ શાખાએ દૂધના વાહન તેમજ શિવશક્તિ અને આશાપુરા ડેરીમાંથી સેમ્પલ લઈ વડોદરા લેબમાં તપાસ અર્થે મોકલી દેવાયાં છે. મહત્વનું છે કે આ દૂધના સેમ્પલ આવ્યા પછી સમગ્ર મામલે તપાસ હાથ ધરવામાં આવશે.

દૂધને સંપૂર્ણ  ખોરાક માનવામાં આવે છે. પ્રસૂતાઓ અને બાળકોને તો રોજિંદા આહારમાં દૂધ પીવાનો આગ્રહ કરાય છે. આ દૂધ ખરેખર સ્વાસ્થ્યપ્રદ છે એની શું ગેરંટી? લેભાગુઓ આમાં પણ ફાયદો ઉઠાવવાનું ચૂકવાના નથી, રાજકોટમાં ઠલવાતા છૂટક દૂધની સતત 15 દિવસ સુધી તપાસ કરી, વાહનોનો પીછો કર્યો હતો. દૂધની ખરીદી કરી સેમ્પલ લેબમાં આપ્યાં હતાં. પ્રાથમિક રિપોર્ટમા જ ખૂલ્યું હતું કે નકલી દૂધ જ ઠાલવીને પ્રસૂતાઓ અને બાળકોના આરોગ્યને ગંભીર ચેડાં થઈ રહ્યાં છે.

ભચાઉ 10 રાજકોટમાંથી નકલી દૂધનો કારોબાર ઝડપાયો, 10 હજાર લિટર દૂધ દરરોજ ઘુસાડવાનું સામે આવ્યું

આજ થિયરીથી એક-બે નહિ, ઘણાં વાહનો રોજનું 10,000 લિટર દૂધ રાજકોટ શહેરમાં ઠાલવે છે.આ બનાવમાં તપાસ કરતા પોલીસે દુધ મોકલનાર માલીક વિજય ભાભલુભાઇ માંકડ અને બોલેરો ગાડીનો ડ્રાઇવર રાજા ગોગનભાઇ ટોળીયા સામે ગુનો દાખલ કર્યો છે.

રોજ રાત્રે 1 વાગ્યે ત્યાંથી નીકળતો અને સવારે રાજકોટ પહોંચી જતો. ક્યારે અને કોને દૂધ દેવું છે એ કહેવાતું નહિ, એક જગ્યાએ દૂધ અપાય એટલે તરત જ વિજયનો ફોન આવતો અને બીજી જગ્યાનું એડ્રેસ મળતું, એટલે કે જે રીતે બૂટલેગર દારૂની હેરફેર કરે એ જ રીતે નકલી દૂધનું નેટવર્ક ચાલતું હતું. એ 1600 લિટર દૂધ લઈને આવ્યો હતો અને એમાંથી 600 લિટર પહોંચાડી દીધું છે.

પોલીસે દૂધ બનાવનાર વિજયને બોલાવ્યો હતો, જોકે તે આવ્યો ન હતો. મનપાની ફૂડ શાખાએ દૂધના વાહન તેમજ રાજુએ જે બે ડેરી કહી એ શિવશક્તિ અને આશાપુરા ડેરીમાંથી પણ સેમ્પલ લઈને વડોદરા લેબમાં મોકલી દેવાયાં છે.

હવામાન વિભાગ / ગુજરાતમાં આગામી બે દિવસમાં વરસાદની સંભાવના

ફરી કુદરતના ખોળે / અહીં તહીં નાચતી ફરે, નાચણ કહો કે પંખો, ચોક્કસ મનમાં વસી જાય!

અમેરિકાએ કર્યું કઈ એવું કે અફઘાનિસ્તાનમાં સત્તા પર આવવા છતાં તાલિબાન પૈસા માટે રહેશે મોહતાજ

Pride / આ સ્વદેશી કંપનીના વેચાણના આંકડાઓ જોઈ ચોંકી જશો, માત્ર 24 કલાકમાં 1 લાખ વાહનો વેચાયા

Technology / વોટ્સએપ પેમેન્ટમાં ઉમેરાયું આ અદ્ભુત ફીચર, પૈસા ટ્રાન્સફર કરવું બનશે વધુ સરળ

ફરી કુદરતના ખોળે / અહીં તહીં નાચતી ફરે, નાચણ કહો કે પંખો, ચોક્કસ મનમાં વસી જાય!

ઓલાની ઇલેક્ટ્રિક સ્કૂટરની ડિલિવરી ઓક્ટોબરથી શરૂ થશે, 500 રૂપિયાથી ઓછી કિંમતે કરાવો બુક

જો તમે રાત્રે લોંગ ડ્રાઈવ પર જઈ રહ્યા છો તો આ ટીપ્સ વાંચો, મુસાફરી આરામદાયક રહેશે

અક્સિર ઈલાજ! / માથાનો દુખાવો થાય ત્યારે આ ચીજ પીવાથી તરત મળે છે રાહત