Not Set/ કાર ખરીદવાનું વિચારી રહ્યાં છો તો વાંચો આ ન્યુઝ, આગામી સપ્તાહમાં ભાવમાં થશે વધારો

નવી દિલ્હી બજેટમાં એક્સાઈઝ ડ્યુટીમાં વધારો કરવાની જાહેરાત કરવામાં આવી છે. જેના કારણે કારોના ભાવમાં વધારો થશે. અત્યારે ડીલરો પાસે જુનો સ્ટોક છે, ત્યાં સુધી કાર જુના દરે મળશે. પરંતુ આગામી કેટલાક સપ્તાહમાં નવા દરની જાહેરાત કરી દેવામાં આવશે. વર્તમાન સ્ટોક પૂર્ણ થતા જ કંપનીઓએ નવી કાર બનાવવા માટેનો સામાન આયાત કરવો પડશે, જેથી કારની […]

Business
these are the 18 most reliable used cars of 2017 કાર ખરીદવાનું વિચારી રહ્યાં છો તો વાંચો આ ન્યુઝ, આગામી સપ્તાહમાં ભાવમાં થશે વધારો

નવી દિલ્હી

બજેટમાં એક્સાઈઝ ડ્યુટીમાં વધારો કરવાની જાહેરાત કરવામાં આવી છે. જેના કારણે કારોના ભાવમાં વધારો થશે. અત્યારે ડીલરો પાસે જુનો સ્ટોક છે, ત્યાં સુધી કાર જુના દરે મળશે. પરંતુ આગામી કેટલાક સપ્તાહમાં નવા દરની જાહેરાત કરી દેવામાં આવશે.

વર્તમાન સ્ટોક પૂર્ણ થતા જ કંપનીઓએ નવી કાર બનાવવા માટેનો સામાન આયાત કરવો પડશે, જેથી કારની પડતર કિંમત વધી જશે. ત્યારે મોટાભાગની કાર કંપનીઓ સંભવિત ગ્રાહકોને આકર્ષવામાં લાગેલી છે જે બજેટની અસર પહેલા કાર ખરીદવા માંગે છે. એવુ અનુમાન વ્યક્ત કરવામાં આવી રહ્યુ છે કે કારની કિંમતોમાં પાંચ ટકા સુધીનો વધારો થઈ શકે છે.

કાર કંપનીઓનુ માનવુ છે કે, અત્યારે કાર ખરીદવાનો ઉત્તમ સમય છે. કારણકે હજી સુધી ભાવમાં વધારો થયો નથી.  પરંતુ આગામી મહિના સુધી કિંમતોમાં વધારો થઈ જશે. અલગ-અલગ મોડલમાં ભાવ વધારો પણ અલગ અલગ હશે. આ ભાવ વધારો ૨ ટકાથી શરૂ કરી ૫ ટકા સુધી હોઈ શકે છે. એટલે કે લક્ઝુરીયસ કારની કિંમતમાં ૧થી ૧૦ લાખ સુધીનો વધારો થઈ શકે છે.

મોટાભાગના અધિકારીઓનુ માનવુ છે કે, વાહનોની કિંમત વધશે જ કારણકે સરકારે વિદેશમાંથી આયાત કરાતા સ્પેરપાટ્‌સ પર એક્સાઈઝ ડ્‌યુટી વધારી છે. મહત્વનુ છે કે, નાણાં મંત્રી અરુણ જેટલીએ આગામી નાણાંકીય વર્ષ ૨૦૧૮-૧૯ના બજેટમાં એક્સાઈઝ ડ્યુટી ૧૦ ટકાથી વધારીને ૧૫ ટકા કરી છે. તેમજ આયાત કરાતી વસ્તુ પર સમાજ કલ્યાણ સેસ પણ લાગશે.