IncomeTax/ 31 ડિસેમ્બર સુધીમાં રિટર્ન ભરનારાઓની સંખ્યા સાત કરોડે પહોંચશે

આવકવેરા વિભાગે વિશ્વાસ વ્યક્ત કર્યો છે કે નાણાકીય વર્ષ 2021-22માં 31 ડિસેમ્બરના અંત સુધીમાં ઇન્કમટેક્સ રિટર્ન એટલે કે આવકવેરા રિટર્ન ફાઇલ કરનારાઓની સંખ્યા સાત કરોડ પર પહોંચી જશે.

Top Stories India
income tax return itr 1200 31 ડિસેમ્બર સુધીમાં રિટર્ન ભરનારાઓની સંખ્યા સાત કરોડે પહોંચશે

આવકવેરા વિભાગે (Incometax) વિશ્વાસ વ્યક્ત કર્યો છે કે નાણાકીય વર્ષ 2021-22માં 31 ડિસેમ્બરના અંત સુધીમાં ઇન્કમટેક્સ રિટર્ન (IT return) એટલે કે આવકવેરા રિટર્ન ફાઇલ કરનારાઓની સંખ્યા સાત કરોડ પર પહોંચી જશે. હાલમાં આ સંખ્યા 6.85 કરોડની છે.  આવકવેરા વિભાગ આગામી સમયગાળામાં ઇન્કમટેક્સ રિટર્ન ફાઇલ કરનારાઓની સંખ્યા દસ કરોડ સુધી પહોંચાડવા આતુર છે.

તેનું માનવું છે કે લોકો હજી પણ ઇન્કમ ટેક્સ રિટર્ન ફાઇલ કરવાને લઈને સજાગ નથી. તેથી તેઓ ઇન્કમટેક્સ રિટર્ન ફાઇલ કરવાને લઈને જાગૃતિ વધારી રહ્યા છે. તેઓ માને છે કે હજી પણ મોટો વર્ગ ઇન્કમ ટેક્સ રિટર્ન ફાઇલ કરતો નથી. તેઓ આ વર્ગને ઇન્કમટેક્સ રિટર્ન ફાઇલ કરનારાઓની કેટેગરીમાં લાવવા માંગે છે.

આવકવેરા વિભાગનું જ કહેવું છે કે દેશમાં કુલ એમએસએમઇની (MSME)સંખ્યા જ છ કરોડ છે. તેના આધારે રિટર્ન ફાઇલ કરનારાઓની સંખ્યા વીસ કરોડ પર જવી જોઈએ, પરંતુ તેમ થતું નથી. આ સિવાય ઘણા નાના દુકાનદારો, નોકરિયાતો, લારીગલ્લાવાળા તેમની આવક દર્શાવવા માંગતા ન હોવાથી રિટર્ન ફાઇલ કરતા નથી.  તેથી સરકાર ઇન્કમટેક્સ રિટર્ન ફાઇલ કરવાની પ્રક્રિયા વધુને વધુ સરળ કરી રહી છે.

આવકવેરા વિભાગના વરિષ્ઠ અધિકારીના જણાવ્યા મુજબ વ્યક્તિગત કેટેગરીમાં નાણાકીય વર્ષ 2021-22 માટે ઇન્કમટેક્સ રિટર્ન ફાઇલ કરવાની છેલ્લી તારીખ 31 જુલાઈ હતી. જ્યારે કોર્પોરેટ અને અન્ય લોકો કે જેમને એકાઉન્ટ્સનું ઓડિટ કરાવવાની જરૂર છે તેની તારીખ સાત નવેમ્બર 2022 હતી.

આ સિવાય કોઈ વ્યક્તિ રિટર્ન ફાઇલ કરવામાં નિષ્ફળ જાય તો પેનલ્ટી ભરીને 31 ડિસેમ્બર સુધી રિટર્ન ફાઇલ  કરી શકે છે. સેન્ટ્રલ બોર્ડ ઓફ ડાયરેક્ટ ટેક્સીસના અધ્યક્ષ નીતિન ગુપ્તાએ જણાવ્યું હતું કે આકારણી વર્ષ 2022-23 માટે અત્યાર સુધીમાં 6.85 કરોડ ટેક્સ રિટર્ન ફાઇલ કરવામાં આવ્યા છે અને 31 ડિસેમ્બર સુધીમાં આ આંકડો સાત કરોડને સ્પર્શી જાય તો નવાઈ નહી લાગે.

આ પણ વાંચો

Gujarat Election 2022/ પ્રથમ તબક્કાની 89 બેઠકો માટે કુલ 788 ઉમેદવારો છે મેદાનમાં

Accident/ ગાંધીનગરમાં બસે સ્કૂલ વાનને ટક્કર મારતાં 10 વિધાર્થીઓ ઇજાગ્રસ્ત,એકની હાલત