Not Set/ ગુજરાત પેટાચૂંટણી/ જાણો કયા ઉમેદવારે ક્યાં મતદાન કર્યું…? 

આજે ગુજરાત વિધાનસભાની 6 બેઠક માટે પેટા ચૂંટણી યોજાઇ રહી છે, જેમાં જુદાજુદા ઉમેદવારો પણ મતદાનમથકે મતદાન કરવા માટે પહોચ્યા હતા. થરાદ જેમાં થરાદના ભાજપના  ઉમેદવારે સૌ પ્રથમ મતદાન કર્યું હતું. થરાદ બેથક ભાજપના ઉમેદવાર જીવરાજ પટેલ તેમના ધર્મ પત્ની સાથે મતદાન મથકે પહોચ્યા હતા. અને મતદાન કર્યું હતું. થરાદ વિધાનસભા બેઠકની આ પેટા ચુંટણીમાં […]

Top Stories Gujarat Others
IMG 20191021 WA0027 ગુજરાત પેટાચૂંટણી/ જાણો કયા ઉમેદવારે ક્યાં મતદાન કર્યું...? 

આજે ગુજરાત વિધાનસભાની 6 બેઠક માટે પેટા ચૂંટણી યોજાઇ રહી છે, જેમાં જુદાજુદા ઉમેદવારો પણ મતદાનમથકે મતદાન કરવા માટે પહોચ્યા હતા.

થરાદ

જેમાં થરાદના ભાજપના  ઉમેદવારે સૌ પ્રથમ મતદાન કર્યું હતું. થરાદ બેથક ભાજપના ઉમેદવાર જીવરાજ પટેલ તેમના ધર્મ પત્ની સાથે મતદાન મથકે પહોચ્યા હતા. અને મતદાન કર્યું હતું. થરાદ વિધાનસભા બેઠકની આ પેટા ચુંટણીમાં સાંસદ પરબત પટેલે મતદાન કર્યું હતું. ભાચર ગામ ખાતે મતદાન મથક પર મતદાન કર્યું હતું.

તો આ તરફ થરાદ વિધાનસભા બેઠક પરના કોંગ્રેસ ઉમેદવાર ગુલાબસિંહ રાજપૂતે પોતાના મતાધિકારનો ઉપયોગ કર્યો હતો. મતદાન બાદ ગુલાબસિંહે પ્રતિક્રિયા આપતા ભાજપ પર વાર કર્યા હતા. તો સાથે જ પૂર્વ ધારાસભ્ય પરબત પટેલે થરાદમાં કોઈ વિકાસલક્ષી કાર્યો ન કર્યા હોવાના આક્ષેપો કર્યા હતા.

બાયડ

બાયડ બેઠક પર ભાજપ કોંગ્રેસ વચ્ચે રસાકસીભર્યો પેટાચૂંટણીનો જંગ જામ્યો. ત્યારે કોંગ્રેસ ઉમેદવાર જશુભાઈ પટેલે પરિવાર સાથે મતદાન કર્યું હતું. જશુ પટેલે માલપુરના હેલોદર ખાતે મતદાન કરીને પોતાના મતાધિકારનો ઉપયોગ કર્યો હતો. મતદાન કરીને જશુ પટેલે કોંગ્રેસનો ભવ્ય વિજય થશે તેવો આશાવાર વ્યક્ત કર્યો હતો.

તો કોંગ્રેસમાંથી  ભાજપમાં જોડાયેલા ધવલસિંહ ઝાલાએ મતદાન કરીને કોંગ્રેસ પર આકરા પ્રહાર કર્યા હતા. હાલ ભાજપના ઉમેદવાર તરીકે ધવલસિંહ ઝાલાએ મતદાન કરીને મતદારોને મોટાપાયે મતદાન કરવાની અપીલ કરી હતી.

રાધનપુર

રાધનપુર વિધાનસભા બેઠક પર ભાજપ અને કોંગ્રેસના બંન્ને ઉમેદવાર બહારના હોવાથી મતદાન કરી શકશે નહીં. NCP ના ઉમેદવાર ફરશુભાઈ ગોકલાની સ્થાનિક હોવાથી મતદાન કરશે. રાધનપુર સહિત તાલુકાના ગામોમાં વહેલી સવારથી મતદાન કરવા મતદાતાઓની કતારો લાગી છે.

મહીસાગર

લુણાવાડા બેઠક પર પેટાચૂંટણી માટે વહેલી સવારથી મતદાન માટે લાંબી કતારો લાગી છે. ભાજપ ઉમેદવાર જીજ્ઞેશ સેવકે મતદાન કર્યું છે. જીજ્ઞેશ સેવકે ગંગટા ગામ ખાતે મતદાન  કર્યું છે. મતદાન કર્યા બાદ જીતનો વિશ્વાસ વ્યક્ત કર્યો છે. લુણાવાડાના વિરણિયા ગામે કોંગ્રેસના ઉમેદવાર ગુલાબસિંહે મતદાન કર્યું છે.

અમદવાદની અમરાઈવાડી બેઠક પર કોંગ્રેસના ઉમેદવાર ધર્મેન્દ્ગ પટેલે મતદાન કર્યું છે.

ગુજરાત પ્રદેશ પ્રમુખ જીતુ વાઘાણીએ ટ્વીટ કરીને લોકોને મતદાન કરવા માટે અપીલ કરી છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…

તમે અમને ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ” ની નવી મોબાઇલ એપ્લિકેશન.