#cricket_turnament/ આઈપીએલ મેચને પગલે ઝઘડો થતા મિત્રએ મિત્રને જ મોતને ઘાટ ઉતાર્યો

ઉશ્કેરાયેલા કાકા ભત્રીજાએ દંડા વડે ફટકારતા યુવકનું મોત

Top Stories India
Beginners guide to 2024 04 13T165200.175 આઈપીએલ મેચને પગલે ઝઘડો થતા મિત્રએ મિત્રને જ મોતને ઘાટ ઉતાર્યો

Maharashtra News : આઈપીએલ ક્રિકેટ મેચમાં કરોડો રૂપીયાની બોલી બોલાય છે. આયોજકોને કરોડો રૂપિયા મળે છે પરંતુ મેચ જોનારા ચાહકો ફક્ત ઈર્ષાને કારણે ક્યારેક એકબીજાની હત્યા કરી નાંખે છે. મહારાષ્ટ્રના કોલ્હાપુરમાં આવી જ એક ઘટના બની છે. કોલ્હાપુરના ચેન્નાઈ સુપરકિંગ્સના એક ફેન્સ ઉપર મુંબઈ ઈન્ડિયન્સના પેન્સ પર હુમલો કરી દીધો હતો. જેમાં તેને જીવ ગુમાવવો પડ્યો હતો. જેને પગલે આ વિસ્તારમાં દહેશતનો માહોલ છે.

કોલ્હાપુર જીલ્લાના હનમંતવાડીમાં ગયા અઠવાડિયે એક જ ગલીમાં રહેતા બે પરિવારો વચ્ચે આપીએલ મેચ સંબંધે ઝઘડો થઈ ગયો. સાગર ઝાંઝગે અને બલવંત ઝાંઝગે કાકા-ભત્રીજા થાય છે. બન્ને મુંબઈ ઈન્ડિયન્સના ચાહક છે. પડોશમાં રહેતા ગાયકવાડના ઘરે તેઓ ક્રેકટ જોતા હોય છે. ગયા અઠવાડિયા હૈદરાબાદની ટીમે રનનો ઢગલો કરી દીધો હતો. જેને કારણે બન્ને ગુસ્સા સાથે પરેશાન હતા. તેમાં મુંબઈનો રોહિત આઉટ થઈ ગયો. તે સમયે ચેન્નાઈ સુપરકિંગ્સનો એક ચાહક બંદોપંત ટિબળે અહીં આવ્યો અને અન્ય બન્નેને કહ્યું કે રોહિત તો આઉટ થી ગયો હવે મુબંઈ શું જીતશે. રોહિતના આઉટ થવાથી પહેલેથી નારાજ ઝાંઝગે ટિંબળે પર ગુસ્સે થઈ ગયો. દરમિયાન બળવંત ઝાંઝગેએ બાજુમાં પડેલો દંડો ટિંબળેના માથામાં ફટકારી દીધો. બાદમાં સાગરે પણ તેને દંડા વડે મારતા ટિંબળે બેહોશ થઈને ઢળી પડ્યો, માથામાં ગંભીર ઈજા થતા બીજે દિવસે સારવાર દરમિયાન તેનું મોત નીપજ્યુ.

આ બનાવને પગલે પોલીસે બન્ને આરોપીની ધરપકડ કરી હતી.

બળવંત અને બંદોપંત ઘનિષ્ઠ મિત્ર હતા.એક સાથે મેચ જોતા બન્ને જણા અલગ અલગ ટીમના ચાહક હતા. પરંતુ આ નજીવી બાબતે એક યુવકને જીવ ખોવો પડ્યો હતો. ગયા વર્ષે કોલ્હાપુરમાં કરૂંદવાડમાં ટીમનું બેનર દેખાડવા બદલ બે ટીમોના પ્રશંસકો વચ્ચે જોરદાર લડાઈ થઈ હતી. આ વર્ષે તો બનાવ હત્યા સુધી પહોંચી ગયો. આઈપીએલની બે ટીમો મુંબઈ અને ચેન્નાઈના ચાહકો વચ્ચે મેચ બાબતે ભારે રસાકસી જોવા મલે છે. તેને કારણે ગ્રામિણ વિસ્તારોમાં ખોલાડીઓના બોર્ડ નજરે ચડે છે.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો: ઇ-કોમર્સ વેબસાઈટમાં બોર્નવિટા જેવા તમામ પીણાં ‘હેલ્થ ડ્રિંક્સ’ શ્રેણીમાંથી દૂર કરવા સરકારે જારી કરી એડવાઈઝરી

આ પણ વાંચો: ભારતમાં આરોગ્યની સ્થિતિ સુધારવા યોગ્ય વિશ્લેષણ અને પગલા લેવા જરૂરી: લેન્સેટ

આ પણ વાંચો: રાજનાથ છત્તીસગઢમાં અને રાહુલ બસ્તરમાં કરશે ચૂંટણી સભા