National/ CDS બિપિન રાવતના મૃતદેહને લઈ જતી એમ્બ્યુલન્સનો અકસ્માત, અનેક પોલીસકર્મીઓ ઘાયલ

CDS બિપિન રાવતના મૃતદેહને તમિલનાડુથી દિલ્હી લઈ જતી એમ્બ્યુલન્સ રસ્તામાં જ ક્રેશ થઈ ગઈ. જોકે અકસ્માત મોટો ન હતો, તેમ છતાં કેટલાક પોલીસકર્મીઓને ઈજા પહોંચી હતી

Top Stories India
બિપિન રાવત 1 CDS બિપિન રાવતના મૃતદેહને લઈ જતી એમ્બ્યુલન્સનો અકસ્માત, અનેક પોલીસકર્મીઓ ઘાયલ

CDS બિપિન રાવતના મૃતદેહને તમિલનાડુથી દિલ્હી લઈ જતી એમ્બ્યુલન્સ રસ્તામાં જ ક્રેશ થઈ ગઈ. જોકે અકસ્માત મોટો ન હતો, તેમ છતાં કેટલાક પોલીસકર્મીઓ ને ઈજા પહોંચી હતી. તમને જણાવી દઈએ કે સેનાનું હેલિકોપ્ટર 8 ડિસેમ્બરે બપોરે તમિલનાડુના કુન્નુરમાં ક્રેશ થયું હતું. જેમાં રાવત સહિત 13 લોકોના મોત થયા હતા.

CDS બિપિન રાવતના મૃતદેહને તમિલનાડુથી દિલ્હી એરપોર્ટ માટે લઈ જતી એમ્બ્યુલન્સ રસ્તામાં જ ક્રેશ થઈ ગઈ. આ અકસ્માતમાં અનેક પોલીસકર્મીઓ ઘાયલ થયા છે. જોકે અકસ્માત મોટો ન હતો, તેથી કોઈને ગંભીર ઈજા થઈ ન હતી. જણાવી દઈએ કે, તામિલનાડુના કુન્નુરમાં 8 ડિસેમ્બરે બપોરે એક હેલિકોપ્ટર ક્રેશ થયું હતું, જેમાં રાવત સહિત 13 લોકોના મોત થયા હતા. સીડીએસ સહિત તમામના પાર્થિવ દેહ આજે સાંજ સુધીમાં દિલ્હી પહોંચી જશે. શુક્રવારે સૈન્ય સન્માન સાથે તેમના અંતિમ સંસ્કાર કરવામાં આવશે. CDS બિપિન રાવતના પાર્થિવ દેહને શુક્રવારે સવારે 11 થી 2 વાગ્યા સુધી દિલ્હીમાં તેમના નિવાસસ્થાને અંતિમ દર્શન માટે રાખવામાં આવશે. આ પછી, કામરાજ માર્ગથી બેરાર ચોકડી સુધી અંતિમયાત્રા કાઢવામાં આવશે. અંતિમ સંસ્કાર દિલ્હી છાવણીમાં કરવામાં આવશે.

ઈજાગ્રસ્ત કેપ્ટનને બેંગ્લોર શિફ્ટ કરવામાં આવશે
આ દુર્ઘટના પર લોકસભામાં નિવેદન આપતાં રક્ષા મંત્રી રાજનાથ સિંહે કહ્યું કે અકસ્માતમાં એકલા બચી ગયેલા ગ્રુપ કેપ્ટન વરુણ સિંહને વેલિંગ્ટનની મિલિટરી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. તે લાઈફ સપોર્ટ પર છે. તેમને એર એમ્બ્યુલન્સ દ્વારા બેંગ્લોર ખસેડવામાં આવશે.

ગજબ હો, / અહીં છે એશિયાની સૌથી મોટી કીડીઓની વસાહત, દોઢસો વીઘા જમીનમાં કરોડો કીડીઓ

હિન્દુ ધર્મ / ધ્વજ હિંદુ પરંપરાનો એક ભાગ છે, તેને ઘર કે મંદિરમાં લગાવવાથી દૂર થાય છે વાસ્તુ અને ગ્રહોના દોષ

હિન્દુ ધર્મ / યજ્ઞ અને હવનમાં આહુતિ આપતી વખતે શા માટે સ્વાહા ઉચ્ચારવામાં આવે છે, જાણો કેમ ?

આસ્થા / કટાર અને તલવાર બહાદુરી અને મહેનતનું પ્રતીક છે, લગ્ન વખતે વરરાજા તેની સાથે કેમ રાખે છે?