Not Set/ સ્મૃતિ ઇરાનીએ રોડ શો બાદ અમેઠીથી ઉમેદવારી ફોર્મ ભર્યું, ભાજપની જીતનો વિશ્વાસ વ્યક્ત કર્યો

અમેઠી, અમેઠીના ભાજપના ઉમેદવાર અને કેન્દ્રીય કાપડમંત્રી સ્મૃતિ ઇરાનીએ અમેઠીમાં ગુરુવારના રોજ કલેક્ટર કચેરીમાં નામાંકન દાખલ કર્યું હતું. ઉમેદવારી ફોર્મ ભરતી વખતે તેની સાથે ભાજપના વરિષ્ઠ નેતાઓ અને કાર્યકરો પણ ઉપસ્થિત રહ્યા હતા. તે પહેલા તેને ભાજપના કાર્યાલયે પતિ જુબિન ઇરાની સાથે પુજા-પાઠ કર્યા હતા અને રોડ શો કરીને કલેકટર ઓફિસ પહોંચ્યા હતા. રોડ શોમાં […]

Top Stories
Smriti Irani 1 સ્મૃતિ ઇરાનીએ રોડ શો બાદ અમેઠીથી ઉમેદવારી ફોર્મ ભર્યું, ભાજપની જીતનો વિશ્વાસ વ્યક્ત કર્યો

અમેઠી,

અમેઠીના ભાજપના ઉમેદવાર અને કેન્દ્રીય કાપડમંત્રી સ્મૃતિ ઇરાનીએ અમેઠીમાં ગુરુવારના રોજ કલેક્ટર કચેરીમાં નામાંકન દાખલ કર્યું હતું. ઉમેદવારી ફોર્મ ભરતી વખતે તેની સાથે ભાજપના વરિષ્ઠ નેતાઓ અને કાર્યકરો પણ ઉપસ્થિત રહ્યા હતા. તે પહેલા તેને ભાજપના કાર્યાલયે પતિ જુબિન ઇરાની સાથે પુજા-પાઠ કર્યા હતા અને રોડ શો કરીને કલેકટર ઓફિસ પહોંચ્યા હતા. રોડ શોમાં તેના સાથે યોગી આદિત્યનાથ પણ ઉપસ્થિત રહ્યા હતા.

ભાજપના કાર્યાલયમાં મીડિયા સાથેની વાતચીતમાં સ્મૃતિએ ભાજપની લોકસભા ચૂંટણીમાં જીત થશે તેવો વિશ્વાસ વ્યક્ત કર્યો હતો અને ભારતના નાગરિકો મોદીએ કરેલા વિકાસકાર્યો માટે તેને વધુ એક તક આપશે તેવો આશાવાદ પણ વ્યક્ત કર્યો હતો. તો બીજી તરફ રાહુલ ગાંધી પર શાબ્દિક પ્રહારો કરતા તે પોતે જ કોંગ્રેસ માટે એક મોટો પ્રશ્નાર્થ બની ચૂક્યા છે તેવું જણાવ્યું હતું.

તેમણે વધુમાં ઉમેર્યું હતું કે કોંગ્રેસ માટે પરિવાર જ પાર્ટી છે જ્યારે ભાજપ માટે કરોડો કાર્યકરો તેનો પરિવાર છે. તેનું નિશાન રાહુલ ગાંધીના નામાંકન સમયે હાજર રહેલા ગાંધી પરિવારના સભ્યો તરફ હતો. જેમાં રોબર્ટ વાડ્રા પણ સામેલ હતા.