Ahmedabad/ C.G. રોડનાં શો-રૂમમાં કરોડોની ઘડિયાળ ચોરી કરનાર આરોપી ઝડપાયો, નેપાળમાં ઘડિયાળ વેંચતો હોવાનુ ખુલ્યું

અમદાવાદનાં સી.જી રોડ પર ઘડિયાળનાં શો રૂમમાં થયેલી કરોડો રૂપિયાની ઘડિયાળ ચોરીનાં ગુનામાં ક્રાઇમ બ્રાંચે એક આરોપીની ધરપકડ કરી છે…..

Ahmedabad Gujarat
PICTURE 4 11 C.G. રોડનાં શો-રૂમમાં કરોડોની ઘડિયાળ ચોરી કરનાર આરોપી ઝડપાયો, નેપાળમાં ઘડિયાળ વેંચતો હોવાનુ ખુલ્યું

@ભાવેશ રાજપૂત, મંતવ્ય ન્યૂઝ – અમદાવાદ

અમદાવાદનાં સી.જી રોડ પર ઘડિયાળનાં શો રૂમમાં થયેલી કરોડો રૂપિયાની ઘડિયાળ ચોરીનાં ગુનામાં ક્રાઇમ બ્રાંચે એક આરોપીની ધરપકડ કરી છે. આ ગેંગનો મુખ્ય સૂત્રધાર હજુ પણ પોલીસ પકડથી દૂર છે. ત્યારે મોંઘીદાટ ઘડિયાળો સાથે આરોપી નેપાળ ભાગી ગયા હોવાનું તપાસમાં સામે આવ્યું છે.

PICTURE 4 12 C.G. રોડનાં શો-રૂમમાં કરોડોની ઘડિયાળ ચોરી કરનાર આરોપી ઝડપાયો, નેપાળમાં ઘડિયાળ વેંચતો હોવાનુ ખુલ્યું

કરોડોની ચોરી કરીને આરોપીઓ નેપાળમાં સંતાયા

શહેરનાં સી.જી રોડ પર આવેલ ધ ગોલ્ડન ટાઈમ્સ નામના ઘડિયાળના શો-રૂમમાં 14 જાન્યુઆરીએ ઉત્તરાયણનાં દિવસે દોઢ કરોડ રૂપિયાની ઘડિયાળની ચોરી કેસમાં ક્રાઇમ બ્રાંચે એક આરોપીને બિહારથી ઝડપી પાડ્યો છે. ક્રાઇમ બ્રાંચે પકડેલ આરોપી રોહિતકુમાર રાજપૂતે શો રૂમની બહાર ચાદર વડે આડશ રાખી હતી, જે બાદ તેની ગેંગના સાગીરતોએ શો-રૂમનું તાળું તોડી ઘડિયાળો ચોરી કરી ફરાર થઈ ગયા હતા. સીસીટીવી આધારે ક્રાઇમ બ્રાંચે તપાસ કરતા બિહારના ધોરાસહન ગામમાં આરોપી હોવાની બાતમી આધારે આરોપી રોહિતકુમાર ધરપકડ કરવામાં આવી.

PICTURE 4 13 C.G. રોડનાં શો-રૂમમાં કરોડોની ઘડિયાળ ચોરી કરનાર આરોપી ઝડપાયો, નેપાળમાં ઘડિયાળ વેંચતો હોવાનુ ખુલ્યું

પકડાયેલ આરોપી રોહિતકુમાર રાજપૂતની પૂછપરછમાં સામે આવ્યું છે કે આ ગેંગનો મુખ્ય ફરાર આરોપી ઈમ્તિયાઝ કલામ દીવાન છે..ગેંગને ચાદર ગેંગ કહે છે જેમાં આઠ સભ્યોની ગેંગમાંથી અન્ય આરોપીઓ મોંધીદાટ ઘડિયાળ લઈ નેપાળ ભાગી ગયા હોવાનું તપાસમાં સામે આવ્યું છે. બીજી બાજુ આ ગેંગની મોડ્સ ઓપરેન્ડીની વાત કરીયે તો આઠ જેટલા સભ્યોની ગેંગ છે. જેમાં પકડાયેલ આરોપી ચાદરથી આડશ રાખી જાણે કે પોતાની કરતૂતોને કોઈ જોઈ ના જાય તેમ આડી રાખે છે. અને બીજા સાગીરતો ગણતરીની મિનિટોમાં શટરનું લોક તોડી એક આરોપી દુકાનમાં પ્રવેશ કરે છે અને કિંમતી સામાનની ચોરી કરી ફરાર થઈ જાય. આ રીતે અન્ય શો રૂમ ટાર્ગેટ કરતા હોવાનું સામે આવ્યું છે જે મામલે તપાસ શરૂ કરી છે.

PICTURE 4 14 C.G. રોડનાં શો-રૂમમાં કરોડોની ઘડિયાળ ચોરી કરનાર આરોપી ઝડપાયો, નેપાળમાં ઘડિયાળ વેંચતો હોવાનુ ખુલ્યું

ચાદર ગેંગનો મુખ્ય આરોપી ઈમ્તિયાઝ કલામ દીવાન વિરુદ્ધ અગાઉ અનેક ગુના નોંધાઈ ચુક્યા છે. જો કે ગેંગનાં અન્ય ફરાર આરોપીઓને પકડવા ક્રાઇમ બ્રાંચે તપાસ તેજ કરી છે.

board exams / ગુજરાત બોર્ડનાં ધો. 10-12ની બોર્ડની પરીક્ષાનો કાર્યક્રમ જાહેર

Appointment / CBI નાં ઈન્ચાર્જ ડાયરેક્ટર તરીકે ગુજરાત કેડરનાં IPS પ્રવિણ સિન્હાને સોંપાઈ જવાબદારી

Gandhinagar / રાષ્ટ્રપતિ ચંદ્રક વિજેતા PI હિતેશ ગઢવીએ કહ્યું, હજુ વધુ સારી કામગીરી કરવી છે અને….

મંતવ્ય ન્યૂઝ દ્વારા જાહેર અપીલ

દેશ દુનિયા સહિત ગુજરાતમાં પણ કોરોનાએ જ્યારે ફરી માંથુ ઉચક્યુ છેત્યારે અમે મંતવ્ય ન્યૂઝ તમામ નાગરીકોને અપીલ કરીએ છીએ કેઆ સમયે કોરોનાથી ડરવાની નહીંપરંતુ સંયમ સાથે વર્તવાની જરુર છે. બને તેટલો જાહેર સંપર્ક ટાળોકોરોના માર્ગદર્શીકા અને સરકારનાં સૂચનોનું ચુસ્તપણે પાલન કરો અને સ્વજનોને પણ કરાવો. આ કાળમાં તકેદારીએ જ સ્વસ્થ્ય હોય સંયમ સાથે નિયમોનું પાલન કરી એક જાગૃત નાગરીકની ફરજ બજાવો