Not Set/ ગાંધીનગરથી કોંગ્રેસનાં ઉમેદવાર ડૉ.સી.જે.ચાવડાએ કર્યુ મતદાન, વોટ આપ્યા બાદ શું કહ્યુ જાણો

ગાંધીનગર :  ગાંધીનગરથી કોંગ્રેસનાં ઉમેદવાર ડૉ.સી.જે.ચાવડા પોતાના સમર્થકો સાથે મતદાન મથક કરવા પહોચ્યા હતા. મત આપ્યા બાદ તેમણે લોકોને મતદાન કરવા અપીલ કરી અને સાથે કહ્યુ કે, મને આજે દેખાઇ રહ્યુ છે પરીવર્તન અને 100% આ વખતે ગુજરાતની પ્રજા અને ગુજરાતનાં મતદાતાઓ પરીવર્તન કરીને જ રહેશે. ગાંધીનગરથી કોંગ્રેસનાં ઉમેદવાર ડૉ.સી.જે.ચાવડાની સામે ભાજપનાં રાષ્ટ્રીય અધ્યક્ષ અમીત […]

Gujarat Politics
chavda 2 ગાંધીનગરથી કોંગ્રેસનાં ઉમેદવાર ડૉ.સી.જે.ચાવડાએ કર્યુ મતદાન, વોટ આપ્યા બાદ શું કહ્યુ જાણો

ગાંધીનગર :  ગાંધીનગરથી કોંગ્રેસનાં ઉમેદવાર ડૉ.સી.જે.ચાવડા પોતાના સમર્થકો સાથે મતદાન મથક કરવા પહોચ્યા હતા. મત આપ્યા બાદ તેમણે લોકોને મતદાન કરવા અપીલ કરી અને સાથે કહ્યુ કે, મને આજે દેખાઇ રહ્યુ છે પરીવર્તન અને 100% આ વખતે ગુજરાતની પ્રજા અને ગુજરાતનાં મતદાતાઓ પરીવર્તન કરીને જ રહેશે.

ગાંધીનગરથી કોંગ્રેસનાં ઉમેદવાર ડૉ.સી.જે.ચાવડાની સામે ભાજપનાં રાષ્ટ્રીય અધ્યક્ષ અમીત શાહ ચુંટણી લડી રહ્યા છે. ડૉ.સી.જે.ચાવડાએ મતાધિકારનો ઉપયોગ કરી મતદાન કર્યુ હતુ, જે બાદ તેમણે કહ્યુ કે, મારા ગાંધીનગર મત વિસ્તારનાં વેજલપુર વિસ્તારમાં સત્તાનો દૂરઉપયોગ થઇ રહ્યો હોય તેવુ લાગે છે ને જે ગુનેહગારો છે તેને છુટો દૌર આપવામાં આવ્યો છે.

તમને જણાવી કે આ પહેલા ગાંધીનગર બેઠક પરથી ભાજપનાં એક સમયનાં કદ્દાવર નેતા લાલ કૃષ્ણ અડવાણી ઉભા રહેતા હતા. 2014 લોકસભા ચુંટણીની વાત કરવામાં આવે તો તે સમયે મોદી લહેરમાં ગુજરાતની 26 બેઠકો પર ભાજપે જીત મેળવી કોંગ્રેસનાં સુપડાસાફ કરી દીધા હતા. જો કે આ વખતે તે લહેર મહદ અંશે ઝાંખી રડી હોય તેવુ પણ જોવા મળી રહ્યુ છે.