Not Set/ અમદાવાદ/ ઓઢવમાં 10 લાખની લેતીદેતી મામલે અપહરણ, બે લોકોની ધરપકડ

અમદાવાદના ઓઢવ વિસ્તારમાં 10 લાખ રૂપિયાની લેતીદેતી મામલે અપહરણની ઘટનાએ આકાર લીધો છે. જેની જાણ થતાં પોલીસે ભોગ બનનાર દિનેશ પટેલને ગંભીર ઇજા હોવાથી સારવાર હેઠળ મોકલી બે આરોપીની ધરપકડ કરી છે. ઓઢવ પોલીસે ધરપકડ કરેલા અપહરણના આરોપી રશ્મિકાંત પટેલ અને હિતેશ પટેલને જેલના સળિયા પાછળ ધકેલી ગુનામાં સંડોવાયેલ વધુ શખ્સોની ધરપકડ માટે કવાયત હાથ […]

Ahmedabad Gujarat
634d7557d1e0805619687454318bb0b6 અમદાવાદ/ ઓઢવમાં 10 લાખની લેતીદેતી મામલે અપહરણ, બે લોકોની ધરપકડ
634d7557d1e0805619687454318bb0b6 અમદાવાદ/ ઓઢવમાં 10 લાખની લેતીદેતી મામલે અપહરણ, બે લોકોની ધરપકડ

અમદાવાદના ઓઢવ વિસ્તારમાં 10 લાખ રૂપિયાની લેતીદેતી મામલે અપહરણની ઘટનાએ આકાર લીધો છે. જેની જાણ થતાં પોલીસે ભોગ બનનાર દિનેશ પટેલને ગંભીર ઇજા હોવાથી સારવાર હેઠળ મોકલી બે આરોપીની ધરપકડ કરી છે. ઓઢવ પોલીસે ધરપકડ કરેલા અપહરણના આરોપી રશ્મિકાંત પટેલ અને હિતેશ પટેલને જેલના સળિયા પાછળ ધકેલી ગુનામાં સંડોવાયેલ વધુ શખ્સોની ધરપકડ માટે કવાયત હાથ ધરી છે. 

ઉલ્લેખનીય છે કે, પોલીસની પ્રાથમિક તપાસમાં આરોપી અને ફરિયાદી જૂના મિત્રો હોવાનું અને સાથે ધંધો કરતા હોવાનું સામે આવ્યું હતું. પણ કહેવાય છે કે રૃપિયા ના ખેલ પણ અજીબ હોય છે. જેના કારણે સારા સંબધો પણ શત્રુતામાં ફેરવાઈ જાય છે. અને એટલે જ 10લાખની લેતી દેતીના કારણે  અપહરણના કિસ્સાએ આકાર લીધો.

દસ લાખ રૂપિયા માટે ફરિયાદીનું પાંચ આરોપીઓએ ભેગા મળી કિડનેપિંગ કરી લીધું અને હિંમતનગર તરફ ના અંતરિયાળ ગામમાં લઈ જઈ ઢોર માર માર્યો હતો. અપહરણના ગુનામાં પોલીસે હવે ફરાર આરોપી વિશાલ, માસુમ ચૌધરી અને સંદીપ દેસાઈની ધરપકડ કરવા માટે તપાસનો તખ્તો તૈયાર કર્યો છે. 

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…

તમે અમને FaceBook, Twitter, Instagram અને YouTubeપર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “Mantavya News ની નવી મોબાઇલ એપ્લિકેશન….

ક્લિક કરો આ લીંક પર અને તમે પણ જોડાવ દેશને અત્મનિર્ભર કરવાનાં આ અભિયાનમાં #Boycott_China, #Mantavyanews