Not Set/ તો શું હવે વિકાસ દુબેની પત્નિ રિચા પતિની મોતનો લેશે બદલો, જાણો

કાનપુર એન્કાઉન્ટરમાં 8 પોલીસ જવાનોની નિર્દયતાથી હત્યા કરનાર હિસ્ટ્રીશીટર વિકાસ દુબેને શુક્રવારે સવારે કાનપુરથી 17 કિમી પહેલા એન્કાઉન્ટર કરવામાં આવ્યુ હતુ. પોલીસનાં જણાવ્યા મુજબ ઉત્તર પ્રદેશ એસટીએફની ટીમ વિકાસ દુબેને ઉજ્જૈનથી કાનપુર લાવી રહી હતી. રસ્તામાં પશુઓને બચાવવાનાં ચક્કરમાં અચાનક વાહન પલટી ખાઈ ગયુ હતુ. આ વાહનમાં દુબે બેઠો હતો. દુબેએ તકનો લાભ લીધો અને […]

India
76dfb883cc2ac48a3a915b3b803e69ff 1 તો શું હવે વિકાસ દુબેની પત્નિ રિચા પતિની મોતનો લેશે બદલો, જાણો

કાનપુર એન્કાઉન્ટરમાં 8 પોલીસ જવાનોની નિર્દયતાથી હત્યા કરનાર હિસ્ટ્રીશીટર વિકાસ દુબેને શુક્રવારે સવારે કાનપુરથી 17 કિમી પહેલા એન્કાઉન્ટર કરવામાં આવ્યુ હતુ. પોલીસનાં જણાવ્યા મુજબ ઉત્તર પ્રદેશ એસટીએફની ટીમ વિકાસ દુબેને ઉજ્જૈનથી કાનપુર લાવી રહી હતી. રસ્તામાં પશુઓને બચાવવાનાં ચક્કરમાં અચાનક વાહન પલટી ખાઈ ગયુ હતુ. આ વાહનમાં દુબે બેઠો હતો. દુબેએ તકનો લાભ લીધો અને ભાગી જવાનો પ્રયત્ન કર્યો જેમાં તેનુ એન્કાઉન્ટર કરાયુ હતુ. શુક્રવારે સાંજે ભૈરવઘાટનાં વિદ્યુત સ્મશાનગૃહમાં ભારે પોલીસ બંદોબસ્તની હાજરીમાં વિકાસનાં અંતિમ સંસ્કાર કરવામાં આવ્યા હતા. અંતિમવિધિમાં પહોંચેલી તેની પત્ની રિચા, અચાનક જ મીડિયા પર ભડકી ગઈ, અને દેરક પર સાથે મળીને તેના પતિને મારવાનો આક્ષેપ કર્યો.

ઘાટ પર મીડિયા વ્યક્તિઓનાં પ્રશ્નો પર રિચા રોષે ભરાઇ હતી. રિચાએ અપમાનજનક ભાષા પણ વાપરી હતી. આ સાથે તેણે કહ્યું, ‘ભાગી જાઓ, હું જેને જે કર્યુ છે તેને તેવો જ પાઠ ભણાવીશ. જરૂર પડે તો બંદૂક પણ ઉપાડીશ. પોલીસ તપાસમાં બહાર આવ્યું છે કે વિકાસની પત્ની રિચા જિલ્લા પંચાયત સભ્ય છે. તે વિકાસનાં તમામ સારા અને ખરાબ કાર્યોથી વાકેફ હતી. આ જ કારણ છે કે તે વિસ્તારની જિલ્લા પંચાયતની સભ્ય હોવા છતાં લખનઉમાં બાળકો સાથે રહેતી હતી. તેણી ઇચ્છતી નહોતી કે વિકાસનાં ખોટા કાર્યોનાં પરિણામે તેના બાળકો અથવા પોતે પીડાય.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે

તમે અમને FacebookTwitterInstagram અને YouTube પર પણ લાઇક અને ફોલો કરીશકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે  ડાઉનલોડ કરો “MantavyaNews” ની નવી મોબાઇલ એપ્લિકેશન.