Not Set/ હિંદૂકુશ વિસ્તારમાં અનુભવાયા ભૂકંપનાં ઝટકા, રિએક્ટર સ્કેલ પર તિવ્રતા રહી 4.3

વિશ્વભરમાં ધરતીકંપનાં આંચકા અટકવાનું નામ નથી લઈ રહ્યા. હિંદુકુશ ક્ષેત્રમાં હવે ધરતીકંપનાં આંચકા અનુભવાયા હતા. જેની તીવ્રતા રિએક્ટર સ્કેલ પર 4.3 હતા. હાલમાં તેમા કોઈ જાનહાનીનાં નુકસાનની જાણ થઈ નથી. વળી અધિકારીઓ નુકસાનની જાણકારી મેળવવા માટે વિસ્તારની તપાસ કરી રહ્યા છે. નેશનલ સેન્ટર ફોર સિસ્મોલોજીનાં જણાવ્યા અનુસાર, શનિવારે સવારે 9.50 કલાકે હિન્દુકુશ વિસ્તારમાં ભૂકંપનાં આંચકા […]

India
438bb78293043a45d9c499ea41b20b1b 1 હિંદૂકુશ વિસ્તારમાં અનુભવાયા ભૂકંપનાં ઝટકા, રિએક્ટર સ્કેલ પર તિવ્રતા રહી 4.3

વિશ્વભરમાં ધરતીકંપનાં આંચકા અટકવાનું નામ નથી લઈ રહ્યા. હિંદુકુશ ક્ષેત્રમાં હવે ધરતીકંપનાં આંચકા અનુભવાયા હતા. જેની તીવ્રતા રિએક્ટર સ્કેલ પર 4.3 હતા. હાલમાં તેમા કોઈ જાનહાનીનાં નુકસાનની જાણ થઈ નથી. વળી અધિકારીઓ નુકસાનની જાણકારી મેળવવા માટે વિસ્તારની તપાસ કરી રહ્યા છે.

નેશનલ સેન્ટર ફોર સિસ્મોલોજીનાં જણાવ્યા અનુસાર, શનિવારે સવારે 9.50 કલાકે હિન્દુકુશ વિસ્તારમાં ભૂકંપનાં આંચકા અનુભવાયા હતા. જે બાદ લોકો ઘરની બહાર આવી ગયા હતા. રિએક્ટર સ્કેલ પર આ ધરતીકંપની તીવ્રતા 4.3 માપવામાં આવી છે. અધિકારીઓનાં જણાવ્યા અનુસાર ભૂકંપનાં કારણે હજી સુધી કોઈ નુકસાન થયું નથી, તેમ છતા તપાસ કરવામાં આવી રહી છે. ભૂકંપનાં કારણે લોકોમાં લાંબા સમયથી ગભરાટ ફેલાઈ ગયો હતો.