Not Set/ હનીટ્રેપ/ અમદાવાદમાં યુવાનને પ્રેમજાળમાં ફસાવતી ગેંગ ઝડપાઈ

હનીટ્રેપ ફક્ત સેના કે રાજકીય ક્ષેત્ર સુધી સીમિત નથી રહ્યો.લબરમૂછિયા પ્રેમમાં પણ હનીટ્રેપે પગપેસારો કર્યો છે.અમદાવાદમાં પ્રેમની  માયાજાળ પાછળ પથરાયો એવો જ એક હનીટ્રેપ પ્રકાશમાં આવ્યો છે. અમદાવાદના પ્રહલાદનગર રોડ પર મારુતી હિલ્સ બંગ્લોઝમાં રહેતા એસ્ટેટ બ્રોકરને યુવતી સહિત પાંચ લોકોએ હની ટ્રેપમાં ફસાવી રૂ.10 લાખની માંગણી કરી હતી. આ મામલે સોલા પોલીસે ફરિયાદના આધારે […]

Ahmedabad Gujarat
735b01a50a0b73dadac1108c3ab2fe98 હનીટ્રેપ/ અમદાવાદમાં યુવાનને પ્રેમજાળમાં ફસાવતી ગેંગ ઝડપાઈ
735b01a50a0b73dadac1108c3ab2fe98 હનીટ્રેપ/ અમદાવાદમાં યુવાનને પ્રેમજાળમાં ફસાવતી ગેંગ ઝડપાઈ

હનીટ્રેપ ફક્ત સેના કે રાજકીય ક્ષેત્ર સુધી સીમિત નથી રહ્યો.લબરમૂછિયા પ્રેમમાં પણ હનીટ્રેપે પગપેસારો કર્યો છે.અમદાવાદમાં પ્રેમની  માયાજાળ પાછળ પથરાયો એવો જ એક હનીટ્રેપ પ્રકાશમાં આવ્યો છે. અમદાવાદના પ્રહલાદનગર રોડ પર મારુતી હિલ્સ બંગ્લોઝમાં રહેતા એસ્ટેટ બ્રોકરને યુવતી સહિત પાંચ લોકોએ હની ટ્રેપમાં ફસાવી રૂ.10 લાખની માંગણી કરી હતી. આ મામલે સોલા પોલીસે ફરિયાદના આધારે પાંચ યુવકો અને યુવતી સહિત 6 વ્યક્તિની ધરપકડ કરી છે.

મળતી માહિતી અનુસાર, આરોપી યુવતી પેહલા સોફ્ટ ટાર્ગેટ શોધી ફરિયાદીને એક મેસેજ કર્યો અને જેમાં તેને હેલી છો એમ કરી વાત કરી. ફરિયાદીએ ના પાડતા આરોપી યુવતીએ ફરિયાદીને ફ્રેન્ડ શિપ માટે ઓફર કરી. 16 જૂનનાં રોજ યુવતીએ ફરિયાદીને મળવા માટે બોલાવ્યો હતો. એસજી હાઈવે પર આવેલ એક પ્રાઈવેટ હોસ્પિટલ પાસે બંને મળ્યા હતા. જે બાદ યુવતીએ ફરિયાદીની કારમાં બેસીને ફરવાની ઇચ્છા વ્યક્ત કરતા બંને જણા 45 મિનિટ સુધી જોડે ફર્યા હતાં જે બાદ તેઓ જ્યાં બેઠા ત્યાં યુવતીનો પ્રેમી અને અન્ય 6 લોકો આવ્યા અને ફરિયાદીને યુવતીના સાગા હોવાનું કહી લઈ ગયા. હાલ પોલીસે 6 લોકોને ઝડપી પાડ્યા છે અને એક આરોપી ફરાર છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે

તમે અમને FacebookTwitterInstagram અને YouTube પર પણ લાઇક અને ફોલો કરીશકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે  ડાઉનલોડ કરો “MantavyaNews” ની નવી મોબાઇલ એપ્લિકેશન.