Not Set/ રાજસ્થાનમાં કોંગ્રેસની સરકાર સંકટમાં, MLA સહિત પાયલોટ પહોંચ્યા દિલ્હી

રાજસ્થાનમાં ચાલી રહેલી રાજકીય સંકટ વચ્ચે નાયબ મુખ્યમંત્રી સચિન પાયલોટ પોતાના ધારાસભ્યો સાથે દિલ્હી પહોંચી ગયા છે. મળતી માહિતી મુજબ સચિન પાઇલટ પાર્ટી હાઈકમાન્ડ સાથે બેઠક કરશે. સૂત્રોનાં હવાલેથી આ માહિતી મળી છે. વળી મુખ્યમંત્રી અશોક ગેહલોતે ગઈકાલે ભાજપ પર આરોપ લગાવ્યો હતો કે રાજસ્થાનની સરકાર પાડવાનાં પ્રયત્નો થઈ રહ્યા છે. સૂત્રો પાસેથી પ્રાપ્ત માહિતી […]

India
bbaa580849afd8dcdf61093b04d891b9 1 રાજસ્થાનમાં કોંગ્રેસની સરકાર સંકટમાં, MLA સહિત પાયલોટ પહોંચ્યા દિલ્હી

રાજસ્થાનમાં ચાલી રહેલી રાજકીય સંકટ વચ્ચે નાયબ મુખ્યમંત્રી સચિન પાયલોટ પોતાના ધારાસભ્યો સાથે દિલ્હી પહોંચી ગયા છે. મળતી માહિતી મુજબ સચિન પાઇલટ પાર્ટી હાઈકમાન્ડ સાથે બેઠક કરશે. સૂત્રોનાં હવાલેથી આ માહિતી મળી છે.

વળી મુખ્યમંત્રી અશોક ગેહલોતે ગઈકાલે ભાજપ પર આરોપ લગાવ્યો હતો કે રાજસ્થાનની સરકાર પાડવાનાં પ્રયત્નો થઈ રહ્યા છે. સૂત્રો પાસેથી પ્રાપ્ત માહિતી અનુસાર, સોનિયા ગાંધી અને રાહુલ ગાંધીને આ સમગ્ર મામલે જણાવવામાં આવ્યું છે. પાર્ટીનાં વરિષ્ઠ નેતાએ કહ્યું કે અમે તૈયાર છીએ અને મધ્યપ્રદેશ જેવી સ્થિતિને પુનરાવર્તિત નહીં થવા દઈએ. સોનિયા ગાંધીએ આ મામલાની નોંધ લીધી છે.

એસઓજીની તપાસમાં 3 અપક્ષ ધારાસભ્યો એન્ટી કરપ્શન બ્યુરો પહોંચ્યા બાદ રાજકીય હલચલ તીવ્ર બની છે. એવું કહેવામાં આવી રહ્યું છે કે સચિન પાયલોટ દિલ્હીમાં છે અને હાઈકમાન્ડને મળીને મામલો થાળે પાડવા માંગે છે. જો કે સચિન પાયલોટનાં સમર્થનમાં કેટલા ધારાસભ્યો દિલ્હી પહોંચ્યા છે તે હજી નક્કી નથી થયું. પરંતુ શનિવારે ત્રણ ધારાસભ્યો સચિન પાયલોટને મળવા માટે જયપુર પહોંચ્યા હતા.

આ સાથે જ ભાજપનાં રાજસ્થાન અધ્યક્ષ સતિષ પુનિયાએ આરોપ લગાવ્યો છે કે અશોક ગેહલોતનું લક્ષ્ય તેમના જ પક્ષનાં નાયબ મુખ્યમંત્રી સચિન પાઇલટ પર છે અને આ આરોપો કોંગ્રેસની લડાઇને પ્રતિબિંબિત કરે છે. તેમણે કહ્યું, ‘ઝઘડો તેમનો છે અમારે શું લેવા દેવા, અમે કોંગ્રેસની રમતમાં દર્શક છીએ.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે

તમે અમને FacebookTwitterInstagram અને YouTube પર પણ લાઇક અને ફોલો કરીશકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે  ડાઉનલોડ કરો “MantavyaNews” ની નવી મોબાઇલ એપ્લિકેશન.