ગુજરાત રાજ્યમાં કોરોનાના કેસમાં સતત વધારો થઇ રહ્યો છે. રાજ્યના અમદાવાદમાં કોરોનાના કેસમાં દિવસે ને દિવસે વધારો જોવા મળી રહ્યો છે. ત્યારે ગુજરાત IBના PI જફર બહેલીમનું કોરોનાથી મોત થયું છે. તેઓ ત્રણ દિવસથી સરખેજની આમેના ખાતુન હોસ્પિટલમાં કોરોનાની સારવાર લઈ રહ્યા હતા. સારવાર દરમિયાન તેમનું મોત નીપજ્યું હતું. તેઓ બે વર્ષ પહેલા જ સબ ઇન્સ્પેકટરથી બઢતી પામીને પીઆઇ બન્યા હતા.
આપને જણાવી દઈએ કે આજે અમદાવાદમાં 166 નવા પોઝિટીવ કેસ નોંધાયા છે. જ્યારે રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં નવા 872 કેસ સાથે કુલ પોઝિટિવ કેસ સામે આવ્યા છે સાથે પોઝિટીવ સંખ્યા વધીને 41,027 થઈ ગઈ છે. જ્યારે આજે વધુ 10 લોકોનાં મોત થયા છે અને 502 દર્દીઓને સારવાર બાદ ડિસ્ચાર્જ કરવામાં આવ્યા છે. રાજ્યમાં મૃત્યુઆંક 2034 પર પહોંચ્યો છે. અત્યાર સુધી કુલ 28685 દર્દીઓ ડિસ્ચાર્જ થયા છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…
તમે અમને Facebook, Twitter, Instagram અને YouTube પર પણ લાઇક અને ફોલો કરીશકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “MantavyaNews” ની નવી મોબાઇલ એપ્લિકેશન.
