Not Set/ ફિલ્મ જગત પર ફરી ઘેરાયા કાળા વાદળો,વધુ એક ફિલ્મ એક્ટ્રેસનુ નિધન

ફિલ્મ ઇન્ડસ્ટ્રી તરફથી સતત ખરાબ સમાચાર સામે આવી રહ્યા છે. સુશાંત સિંહ રાજપૂત પછી,  હવે અભિનેત્રી દિવ્યા ચોકસીનું નિધન થયું. ખરેખર, દિવ્યા છેલ્લા બે વર્ષથી કેન્સર સાથેની લડત લડી રહી હતી, જોકે, તેણીની લડત હારી ગઈ હતી અને રવિવારે તેનું મોત નીપજ્યું હતું. તે માત્ર 28 વર્ષની હતી.દિવ્યા ચોકસી ડાયેડે તેની ઇન્સ્ટાગ્રામ સ્ટોરીમાં છેલ્લી પોસ્ટમાં […]

India
66de1481a4465210fbfef59d23d1917b 1 ફિલ્મ જગત પર ફરી ઘેરાયા કાળા વાદળો,વધુ એક ફિલ્મ એક્ટ્રેસનુ નિધન

ફિલ્મ ઇન્ડસ્ટ્રી તરફથી સતત ખરાબ સમાચાર સામે આવી રહ્યા છે. સુશાંત સિંહ રાજપૂત પછી,  હવે અભિનેત્રી દિવ્યા ચોકસીનું નિધન થયું. ખરેખર, દિવ્યા છેલ્લા બે વર્ષથી કેન્સર સાથેની લડત લડી રહી હતી, જોકે, તેણીની લડત હારી ગઈ હતી અને રવિવારે તેનું મોત નીપજ્યું હતું. તે માત્ર 28 વર્ષની હતી.દિવ્યા ચોકસી ડાયેડે તેની ઇન્સ્ટાગ્રામ સ્ટોરીમાં છેલ્લી પોસ્ટમાં લખ્યું હતું કે તેણી મરણ પથારી પર છે.જોકે, અભિનેત્રીના મૃત્યુના સમાચાર તેની પિતરાઇ બહેન દ્વારા તેના ફેસબુક પોસ્ટથી મળ્યા છે.

દિવ્યા ચોકસીની બહેન સૌમ્યાએ ફેસબુક પર લખ્યું કે, “મારે ખૂબ દુ:ખ સાથે કહેવું છે કે મારી કઝીન દિવ્યા ચોકસીનું આજે કેન્સરના કારણે ખૂબ જ નાની ઉંમરે નિધન થયું છે. લંડનથી અભિનયનો અભ્યાસક્રમ તેણે કર્યો હતો, તે ખૂબ જ સારી મોડલ પણ હતી, તેણે ઘણી ફિલ્મો અને સિરિયલોમાં કામ કર્યું હતું, તેણે ગાયનમાં પોતાનું નામ પણ મેળવ્યું હતું અને આજે તે અમને આમ છોડીને ચાલી ગયી છે, ભગવાન તેમના આત્માને શાંતી આપે.

તમને જણાવી દઈએ કે, અભિનેત્રી દિવ્યા ચોકસીની પહેલી ફિલ્મ અપના દિલ તો આવારાવર્ષ 2016 માં રિલીઝ થઈ હતી. દિગ્દર્શક મનજોય મુખર્જીના જણાવ્યા અનુસાર, અભિનેત્રીએ તેમના વતન ભોપાલમાં અંતિમ શ્વાસ લીધા. મુખર્જીએ કહ્યું, ‘તે લગભગ બે વર્ષથી કેન્સર સામે લડી રહી હતી. તે સ્વસ્થ થઈ ગઈ હતી, પરંતુ થોડા મહિના પછી, ફરીથી કેન્સર બહાર આવ્યું. આ વખતે તે સ્વસ્થ થઈ શકી નહીં. આજે સવારે ભોપાલમાં તેમનું અવસાન થયું. “

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે

તમે અમને FacebookTwitterInstagram અને YouTube પર પણ લાઇક અને ફોલો કરીશકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે  ડાઉનલોડ કરો “MantavyaNews” ની નવી મોબાઇલ એપ્લિકેશન.