Not Set/ સ્વયંભૂ લોકડાઉન/ અમદાવાદ સોના-ચાંદી એસો. દ્વારા કરાયો આવો નિર્ણય

  દેશની સાથે સાથે ગુજરાતમાં પણ કોરોના હાહાકાર મચાવી રહ્યો છે. અનિયંત્રીત કોરોનાનું સંક્રમણ રોજીંદા 900+ કેસ ગુજરાતમાં સામે લાવી રહ્યુ છે, ત્યારે અમદાવાદનાં માણેકચોક સોના-ચાંદી દાગીના એસો. દ્વારા મહત્વનો નિર્ણય જાહેર કરવામાં આવ્યો છે. માણેકચોક સોના ચાંદી બજાર સ્વયંભૂ લોકડાઉન પાળશે. બજારનો સમય સવારે 10 થી સાંજે 5 સુધી કરાયો છે. ઉલ્લેખનીય છે કે, એસો દ્વારા બજારનો સમય 2 કલાક […]

Ahmedabad Gujarat
62fb8968b18ac4196728cc010364b6ca સ્વયંભૂ લોકડાઉન/ અમદાવાદ સોના-ચાંદી એસો. દ્વારા કરાયો આવો નિર્ણય
62fb8968b18ac4196728cc010364b6ca સ્વયંભૂ લોકડાઉન/ અમદાવાદ સોના-ચાંદી એસો. દ્વારા કરાયો આવો નિર્ણય 

દેશની સાથે સાથે ગુજરાતમાં પણ કોરોના હાહાકાર મચાવી રહ્યો છે. અનિયંત્રીત કોરોનાનું સંક્રમણ રોજીંદા 900+ કેસ ગુજરાતમાં સામે લાવી રહ્યુ છે, ત્યારે અમદાવાદનાં માણેકચોક સોના-ચાંદી દાગીના એસો. દ્વારા મહત્વનો નિર્ણય જાહેર કરવામાં આવ્યો છે. માણેકચોક સોના ચાંદી બજાર સ્વયંભૂ લોકડાઉન પાળશે. બજારનો સમય સવારે 10 થી સાંજે 5 સુધી કરાયો છે.

ઉલ્લેખનીય છે કે, એસો દ્વારા બજારનો સમય 2 કલાક ઘટાડવામાં આવ્યો છે. વધુ ઉંમરની વ્યક્તિઓને બજારમાં ન આવવા અપીલ પણ એસોસિએશન દ્વારા કરવામાં આવી રહી છે. જે લોકો 70 વર્ષથી વધુ ઉંમરનાં છે, તેમને એસોસિએશન દ્વારા બનેં તો બજારની કે કોઇ પણ જાહેર સ્થળની મુલાકાત ટાળવાની અપીલ કરવામાં આવી છે.

જો કે, સવારથી બપોર સુધી જ્યાં સુઘી બજાર ચાલુ રાખવાનો નિર્ણય કરવામાં આવ્યો છે, તે સમય ગાળામાં કોરોનાનાં કહેરી સંક્રમણને ધ્યનામાં રાખી તમામ ગાઇડાઇન્સનું પાલન ચુસ્ત પણે કરવામાં આવે તેવો નિર્ણય પણ એસો. દ્વારા લેવામાં આવ્યો છે. ખાસ કરીને માસ્ક અને સોશિયલ ડિસ્ટન્સનું પાલન કરવા તમામ ગ્રહાકો અને વેપારીએને અપીલ કરવામાં આવી છે. 

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે

તમે અમને FaceBook, Twitter, Instagram અને YouTubeપર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે  ડાઉનલોડ કરો “Mantavya News ની નવી મોબાઇલ એપ્લિકેશન….

ક્લિક કરો આ લીંક પર અને તમે પણ જોડાવ દેશને અત્મનિર્ભર કરવાનાં આ અભિયાનમાં #Boycott_China, #Mantavyanews