Not Set/ #CoronaUpdateIndia/ દેશમાં છેલ્લા 24 કલાકમાં નોંઘાયા 38 હજારથી વધુ કેસ

  કોરોના વાયરસનાં કેસ સત વધી રહ્યા છે. તમામ પ્રયત્નો છતા, કોવિડ-19 ચેપગ્રસ્ત લોકોની સંખ્યા 10 લાખને વટાવી ગઈ છે, છેલ્લા 24 કલાકમાં 38 હજારથી વધુ લોકો ચેપગ્રસ્ત થયા છે. આ એક દિવસમાં સૌથી વધુ કેસો છે. રવિવારે આરોગ્ય મંત્રાલયે જાહેર કરેલા તાજેતરનાં આંકડામાં 38,902 નવા કેસ નોંધાયા છે, ત્યારબાદ ચેપગ્રસ્ત લોકોની સંખ્યા વધીને 1,077,618 […]

India
cb7395cb03949188bd530dbacd648869 12 #CoronaUpdateIndia/ દેશમાં છેલ્લા 24 કલાકમાં નોંઘાયા 38 હજારથી વધુ કેસ
cb7395cb03949188bd530dbacd648869 12 #CoronaUpdateIndia/ દેશમાં છેલ્લા 24 કલાકમાં નોંઘાયા 38 હજારથી વધુ કેસ

 

કોરોના વાયરસનાં કેસ સત વધી રહ્યા છે. તમામ પ્રયત્નો છતા, કોવિડ-19 ચેપગ્રસ્ત લોકોની સંખ્યા 10 લાખને વટાવી ગઈ છે, છેલ્લા 24 કલાકમાં 38 હજારથી વધુ લોકો ચેપગ્રસ્ત થયા છે. આ એક દિવસમાં સૌથી વધુ કેસો છે. રવિવારે આરોગ્ય મંત્રાલયે જાહેર કરેલા તાજેતરનાં આંકડામાં 38,902 નવા કેસ નોંધાયા છે, ત્યારબાદ ચેપગ્રસ્ત લોકોની સંખ્યા વધીને 1,077,618 થઈ ગઈ છે.

જ્યારે 24 કલાકમાં 543 લોકોનાં મોત નીપજ્યાં છે. જે બાદ કુલ મૃત્યુઆંક 26,816 પર પહોંચી ગયો છે. રિકવરી દર ચોક્કસપણે વધીને 62.86 ટકા થયો છે, પરંતુ પોઝિટિવિટી રેટ પણ 11 ટકાની નજીક પહોંચી ગયો છે. અત્યાર સુધી, આ વાયરસથી રિકવર થતાં લોકોની સંખ્યા 6,77,423 રહી છે.