Not Set/ રાજસ્થાન સંકટ/ CM ગેહલોત સહિત 102 ધારાસભ્યો વિરુદ્ધ નોંધાયો કેસ, જાણો શું છે કારણ

  રાજસ્થાનના મુખ્યમંત્રી અશોક ગેહલોત સહીત કોંગ્રેસના 102 ધારાસભ્યો વિરુદ્ધ કોરોના રોગચાળા અધિનિયમ હેઠળ ફરિયાદ નોંધાઈ છે. ગેહલોટ અને તેના છાવણીનાં ધારાસભ્યો વિરુદ્ધ હોટેલની એક જગ્યાએ કોરોના સંબંધિત માર્ગદર્શિકાનાં ઉલ્લંઘન માટે ભેગા થયાની ફરિયાદ નોંધાઈ છે. જયપુરમાં રહેતા એડવોકેટ ઓમપ્રકાશે જયપુર કોર્ટમાં કલમ 188, 269, 270, 271, 505 હેઠળ ફરિયાદ નોંધાવી છે. ફરિયાદમાં વકીલ ઓમપ્રકાશે […]

India
72b341f3c15ee3e650fdbd314b3c43c8 રાજસ્થાન સંકટ/ CM ગેહલોત સહિત 102 ધારાસભ્યો વિરુદ્ધ નોંધાયો કેસ, જાણો શું છે કારણ
72b341f3c15ee3e650fdbd314b3c43c8 રાજસ્થાન સંકટ/ CM ગેહલોત સહિત 102 ધારાસભ્યો વિરુદ્ધ નોંધાયો કેસ, જાણો શું છે કારણ

 

રાજસ્થાનના મુખ્યમંત્રી અશોક ગેહલોત સહીત કોંગ્રેસના 102 ધારાસભ્યો વિરુદ્ધ કોરોના રોગચાળા અધિનિયમ હેઠળ ફરિયાદ નોંધાઈ છે. ગેહલોટ અને તેના છાવણીનાં ધારાસભ્યો વિરુદ્ધ હોટેલની એક જગ્યાએ કોરોના સંબંધિત માર્ગદર્શિકાનાં ઉલ્લંઘન માટે ભેગા થયાની ફરિયાદ નોંધાઈ છે. જયપુરમાં રહેતા એડવોકેટ ઓમપ્રકાશે જયપુર કોર્ટમાં કલમ 188, 269, 270, 271, 505 હેઠળ ફરિયાદ નોંધાવી છે.

ફરિયાદમાં વકીલ ઓમપ્રકાશે કહ્યું છે કે, કોરોના રોગચાળાને પગલે સરકાર દ્વારા કેટલીક માર્ગદર્શિકા બહાર પાડવામાં આવી છે. જેમાં કોઈપણ પબ્લિક પેલેસમાં 6 ફૂટનું અંતર રાખવું, ભીડ એકઠી ન કરવા જેવા નિયમો છે. ઓમપ્રકાશ કહે છે કે, કોંગ્રેસનાં ધારાસભ્યો આ બધા નિયમોનો ભંગ કરીને ફેરમાઉન્ડમાં એકઠા થઈ રહ્યા છે. ફરિયાદમાં જણાવાયું છે કે તેમની વ્યક્તિગત મહત્વાકાંક્ષાને કારણે સીએમ ગેહલોતે ધારાસભ્યોને તેમના સરકારી નિવાસ સ્થાને પણ ભેગા કર્યા હતા. બંને જગ્યાએ, કોરોના રોગચાળાને લઈને ચાલુ એસઓપી તોડવામાં આવી છે.

રાજસ્થાનમાં કોંગ્રેસનાં નેતા સચિન પાયલોટ થોડા દિવસોથી બળવાખોર અભિગમને અનુસરી રહ્યા છે. તે 19 ધારાસભ્યો સાથે હરિયાણામાં છે અને ગેહલોત સરકારનાં લઘુમતીમાં હોવાનો દાવો કરે છે. આ સાથે જ કોંગ્રેસે ગેહલોટ તરફી ધારાસભ્યોને જયપુરની હોટલમાં પણ રાખ્યા છે. જયપુર હોટલમાં રોકાતા ગેહલોટ જૂથનાં ધારાસભ્યોનાં વીડિયો સતત આવી રહ્યા છે. જેમાં ધારાસભ્યો મૂવીઝ જોઈ રહ્યા છે અને અંતાક્ષરી રમી રહ્યા છે. ગેહલોત પણ સતત હોટલમાં જઇ રહ્યા છે.

રાજસ્થાનમાં રાજકીય સંકટમાં પણ આક્ષેપો અને પ્રતિઆક્ષેપોનો દોર ચાલી રહ્યો છે. કોંગ્રેસનું કહેવું છે કે, ભાજપ તેના ધારાસભ્યોને ખરીદવા માંગે છે અને સચિન પાયલોટ પણ ભાજપ માટે રમી રહ્યા છે. વળી ભાજપનું કહેવું છે કે, કોંગ્રેસ પોતાનું ઘર જાળવી શકતુ નથી અને બિનજરૂરી રીતે તેમના પર આરોપ લગાવી રહી છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે

તમે અમને FacebookTwitterInstagram અને YouTube પર પણ લાઇક અને ફોલો કરીશકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે  ડાઉનલોડ કરો “MantavyaNews” ની નવી મોબાઇલ એપ્લિકેશન.