Not Set/ #CoronaUpdateIndia/ દેશમાં કોરોનાનો કહેર, છેલ્લા 24 કલાકમાં નોંધાયા 37 હજારથી વધુ કેસ

વિશ્વમાં કોરોનાનો કહેર સતત વધી રહ્યો છે. ત્યારે ભારત માટે પણ આ વાયરસ મોટી મુસિબત બન્યો છે. દેશમાં રોજ કોરોનાનાં કેસ વધી રહ્યા છે. જે ઝડપથી ભારતમાં કોરોનાનાં કેસ વધી રહ્યા છે તે જોતા આવતા સમયમાં બ્રાઝિલને પણ ભારત પાછળ છોડી દે તો કોઇ નવાઇ રહેશે નહી. આરોગ્ય મંત્રાલયનાં આંકડા મુજબ છેલ્લા 24 કલાકમાં કોરોનાનાં […]

India
cb7395cb03949188bd530dbacd648869 14 #CoronaUpdateIndia/ દેશમાં કોરોનાનો કહેર, છેલ્લા 24 કલાકમાં નોંધાયા 37 હજારથી વધુ કેસ
cb7395cb03949188bd530dbacd648869 14 #CoronaUpdateIndia/ દેશમાં કોરોનાનો કહેર, છેલ્લા 24 કલાકમાં નોંધાયા 37 હજારથી વધુ કેસ

વિશ્વમાં કોરોનાનો કહેર સતત વધી રહ્યો છે. ત્યારે ભારત માટે પણ આ વાયરસ મોટી મુસિબત બન્યો છે. દેશમાં રોજ કોરોનાનાં કેસ વધી રહ્યા છે. જે ઝડપથી ભારતમાં કોરોનાનાં કેસ વધી રહ્યા છે તે જોતા આવતા સમયમાં બ્રાઝિલને પણ ભારત પાછળ છોડી દે તો કોઇ નવાઇ રહેશે નહી. આરોગ્ય મંત્રાલયનાં આંકડા મુજબ છેલ્લા 24 કલાકમાં કોરોનાનાં 37 હજારથી વધુ કેસ નોંધાયા છે.

ભારતમાં કોરોનાવાયરસનાં કેસ ઝડપથી વધી રહ્યા છે. છેલ્લા 24 કલાકમાં દેશમાં 37,148 નવા કોરોનાનાં કેસ નોંધાયા છે. છેલ્લા 24 કલાકમાં 587 દર્દીઓનાં મોત નીપજ્યાં છે. નવા કેસો આવ્યા બાદ દેશમાં 11,55,191 કેસ નોંધાયા છે. વળી મૃત્યુઆંકની કુલ સંખ્યા 28,084 પર પહોંચી ગઇ છે. દેશમાં અત્યાર સુધીમાં આ રોગથી ઠીક થતા દર્દીઓની સંખ્યા 7,24,578 થઇ ચુકી છે.