Not Set/ કોરોનાનો ભય/ પાન-મસાલા ખાતા લોકોમાં ખાસ ડિસ્પોઝેબલ ગ્લાસની વધી ડિમાન્ડ

અમદાવાદ શહેરમાં કોરોના મહામારીનું સંક્રમણ ના ફેલાય તેને લઈને અનેક તકેદારીઓ રાખવામાં આવી રહી છે. જો કે દરેક તકેદારી રાખવા છતા કોરોના મહામારીને દૂર કરવામાં તંત્ર નિષ્ફળ રહ્યુ છે. તમે ઘણીવાર જોયુ હશે કે લોકો અહી પાન-મસાલા ખાઇને લોકો ગમે ત્યા થુકતા હોય છે. આવા જાહેરમાં થુકનાર વ્યસનીઓ માટે કોર્પોરેશન 200 થી 10 હજાર સુધીનો […]

Ahmedabad Gujarat
3c74c14a487a47507667d06053972471 કોરોનાનો ભય/ પાન-મસાલા ખાતા લોકોમાં ખાસ ડિસ્પોઝેબલ ગ્લાસની વધી ડિમાન્ડ
3c74c14a487a47507667d06053972471 કોરોનાનો ભય/ પાન-મસાલા ખાતા લોકોમાં ખાસ ડિસ્પોઝેબલ ગ્લાસની વધી ડિમાન્ડ

અમદાવાદ શહેરમાં કોરોના મહામારીનું સંક્રમણ ના ફેલાય તેને લઈને અનેક તકેદારીઓ રાખવામાં આવી રહી છે. જો કે દરેક તકેદારી રાખવા છતા કોરોના મહામારીને દૂર કરવામાં તંત્ર નિષ્ફળ રહ્યુ છે. તમે ઘણીવાર જોયુ હશે કે લોકો અહી પાન-મસાલા ખાઇને લોકો ગમે ત્યા થુકતા હોય છે. આવા જાહેરમાં થુકનાર વ્યસનીઓ માટે કોર્પોરેશન 200 થી 10 હજાર સુધીનો આકરો દંડ વસુલ કરે છે. આ દંડથી બચવા અને થુકવા માટે ડિસ્પોઝેબલ સ્પીટિંગ ગ્લાસની ડિમાન્ડ વધી છે. જેથી ગલ્લા પાસે કે જાહેરમાં થુકવાની જગ્યાએ ગ્લાસમાં થુકી શકાય અને દંડથી પણ બચી શકાય.

કોરોના મહામારીનાં કારણે પાનનાં ગલ્લા અને બીજી જાહેર જગ્યાઓ પર વ્યસની લોકો પાન-મસાલા ખાઈને જાહેરમાં પિચકારી મારતા હોય છે. જેના કારણે શહેરમાં રોગચાળો પણ ફેલાય છે. જેથી અમદાવાદ કોર્પોરેશન દ્વારા જાહેરમાં થુકવા પર 200 રૂપિયા દંડ અને પાનનાં ગલ્લાઓ પાસે થુકવાથી 10 હજાર સુધીનાં દંડની વસુલાત પાનનાં ગલ્લાઓનાં માલિક અને થુકનાર લોકો પાસેથી કરે છે. આ આકરા દંડથી બચવા હવે બજારમાં થુકવા માટે ખાસ ડિસ્પોઝેબલ ગ્લાસ વેચાવા લાગ્યા છે. જે કારમાં, ઘરમાં, ઓફીસ કે પછી જાહેર સ્થળોએ લઈ જવામાં આવે છે. જેની ડિમાન્ડ આજ કાલ વધી ગઈ છે. જેથી લોકો કોર્પોરેશનનાં આકરા દંડથી બચી શકે છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે

તમે અમને FacebookTwitterInstagram અને YouTube પર પણ લાઇક અને ફોલો કરીશકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે  ડાઉનલોડ કરો “MantavyaNews” ની નવી મોબાઇલ એપ્લિકેશન.