Not Set/ અમદાવાદમાં 49 % લોકો કોરોના સંક્રમિત, મુંબઇ કરતા પણ સંક્રમણમાં આગળ અમદાવાદ

  અમદાવાદમાં 49% લોકો કોરોના સંક્રમિત. જી હા, ગુજરાત સહિત દેશભરમાં કોરોના હાહાકાર મચાવી રહ્યો છે. કોરોનાનાં કારણે અનેક લોકોએ જીવ પણ ગુમાવ્યા છે અને અનેક લાખો લોકો હાલ પણ કોરોના સામેની જંગ લડી રહ્યા છે. ગુજરાતમાં કોરોનાથી સૌથી વઘુ પ્રભાવીત શહેરમાં અમદાવાદ મોખરે છે અને એક તારણ પ્રમાણે અમદાવાદમાં વસતા લગભગ 49 ટકા લોકો કોરોના […]

Ahmedabad Gujarat
a989435692d8fbe3b97dfcf22b9438a5 અમદાવાદમાં 49 % લોકો કોરોના સંક્રમિત, મુંબઇ કરતા પણ સંક્રમણમાં આગળ અમદાવાદ
a989435692d8fbe3b97dfcf22b9438a5 અમદાવાદમાં 49 % લોકો કોરોના સંક્રમિત, મુંબઇ કરતા પણ સંક્રમણમાં આગળ અમદાવાદ 

અમદાવાદમાં 49% લોકો કોરોના સંક્રમિત. જી હા, ગુજરાત સહિત દેશભરમાં કોરોના હાહાકાર મચાવી રહ્યો છે. કોરોનાનાં કારણે અનેક લોકોએ જીવ પણ ગુમાવ્યા છે અને અનેક લાખો લોકો હાલ પણ કોરોના સામેની જંગ લડી રહ્યા છે. ગુજરાતમાં કોરોનાથી સૌથી વઘુ પ્રભાવીત શહેરમાં અમદાવાદ મોખરે છે અને એક તારણ પ્રમાણે અમદાવાદમાં વસતા લગભગ 49 ટકા લોકો કોરોના સંક્રમિત હોવાનો અંદાજ છે. 

દેશનાં 11 કોરોનાગ્રસ્ત શહેરનાં કન્ટેઈન્મેન્ટ ઝોનમાં સરકારે કરેલા સીરો સરવેમાં આ ઘટસ્ફોટ થયો. કેન્દ્ર સરકારે 11 સૌથી વધુ પ્રભાવિત શહેરનો સર્વે કરાવ્યો છે. દેશનાં બાકીનાં શહેરોની સાથે સાથે અમદાવાદના 10 કન્ટેઇન્મેન્ટ ઝોનમાં સર્વે કરાયો હતો. 

સર્વેનાં તારણોમાં સામે આવી રહ્યું છે કે જો વસ્તીની દ્રષ્ટીએ જોવામાં આવે તો મુંબઈ કરતાં અમદાવાદમાં સંક્રમણ વધું છે. સર્વે પ્રમાણે મહારાષ્ટ્ર કે જે દેશમાં સૌથી વધુ કોરોના અસરગ્રસ્ત રાજ્ય હાલ છે તેનાં શહેરો આગરા, પૂણે પણ અમદાવાદથી કોરોના સંક્રમણમાં ક્યાંય પાછળ જોવામાં આવી રહ્યા છે.